વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)

Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
Rajkot

#GA4
#Week22
પીઝા એ ઇટાલિયન વાનગી છે. પરંતુ આજે દેશભર માં પીઝા નું ચલણ ખૂબ જ વધ્યું છે.બાળકો ને પીઝા બહુ જ ભાવતાં હોય છે.દરેક ના ઘર માં પીઝા બનતા જ હોય છે.આજે મે ટેંગી અને સ્પાઈસી પીઝા બનાવ્યા છે.

વેજ. પીઝા (Veg. Pizza Recipe In Gujarati)

#GA4
#Week22
પીઝા એ ઇટાલિયન વાનગી છે. પરંતુ આજે દેશભર માં પીઝા નું ચલણ ખૂબ જ વધ્યું છે.બાળકો ને પીઝા બહુ જ ભાવતાં હોય છે.દરેક ના ઘર માં પીઝા બનતા જ હોય છે.આજે મે ટેંગી અને સ્પાઈસી પીઝા બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ
  1. 1 નંગપીઝા બેઝ
  2. 3ક્યુબ ચીઝ
  3. 1 સ્પૂનબટર
  4. 1 નંગનાની ડુંગળી (સમારેલી)
  5. 1 નંગનાનું ટામેટું (સમારેલું)
  6. 1 નંગનાનું કેપ્સિકમ (સ્લાઈસ)
  7. 3 સ્પૂનપિઝાસોસ
  8. 2 સ્પૂનટોમેટોસોસ
  9. 1 સ્પૂનઓરેગાનો
  10. 1 સ્પૂનચીલીફ્લેક્સ
  11. 1 સ્પૂનમરી પાઉડર
  12. 7 નંગઓલિવ (ગાર્નીસ માટે)

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પહેલા ગેસ ચાલુ કરી નોનસ્ટિક તવા પર બટર લગાવી પીઝા બેઝ ને 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકી દો. 2 મિનિટ પછી બેઝ પર પીઝાસોસ સ્પ્રેડ કરી દો.

  2. 2

    હવે પિઝાબેઝ પર ડુંગળી, ટામેટું, કેપ્સિકમ,ગોઠવી દો. ઉપર મરી પાઉડર, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખો. અને પીઝા પર 1 ક્યુબ ચીઝ ને ખમણી લો.હવે પીઝા ને તવા પર મીડીયમ આંચ પર 5 thi 7 મિનિટ સુધી શેકાવા દો. પીઝા નું નીચે નું પડ બ્રાઉન થઈ જશે, ચીઝ મેલ્ટ થઈ જશે, અને વેજીટેબલ ચડી જશે.

  3. 3

    હવે તવા પર થી પીઝા ડીશ માં લઈ ટોમેટો સોસ નાખી 2 ક્યુબ ચીઝ ખમણી લો. કેપ્સિકમ અને ઓલિવ થી ગાર્નીસ કરો.

  4. 4

    તૈયાર છે આપણા પીઝા..કટર વડે પીસ કરી ગરમા - ગરમ સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jigna Shukla
Jigna Shukla @Jigna_Shukla_8887
પર
Rajkot

Similar Recipes