રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)

Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180

રોટલી બચી હોય તો શું કરવું એ બહુ અઘરો પ્રશ્ન થાય છે. અહીં મે બચેલી રોટલી માંથી નાચોસ બનાવ્યા. બાળકો ને બહુ ભાવે.

રોટી નાચોસ વીથ સાલસા સોસ (Roti Nachos With Salsa Sauce Recipe In Gujarati)

રોટલી બચી હોય તો શું કરવું એ બહુ અઘરો પ્રશ્ન થાય છે. અહીં મે બચેલી રોટલી માંથી નાચોસ બનાવ્યા. બાળકો ને બહુ ભાવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. થી ૧૦ બચેલી રોટલી
  2. ૩ નંગ ટામેટાં
  3. ૨ નંગનાની ડુંગળી
  4. ૧ કપબાફેલા મકાઈના દાણા
  5. ૧ નંગકેપ્સિકમ
  6. ૧ ચમચીમિક્સ હર્બસ
  7. ૧ ચમચીઓરેગાનો
  8. ૧ ચમચીચીલી ફ્લેક્સ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. ૨ નંગચીઝ ક્યુબ્સ
  11. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    રોટલી ની ત્રિકોણ કટ કરી લો. એને તળી લો

  2. 2

    એક પેન ગરમ કરવા મુકો. તેમાં બે ટામેટા સેકો.ઠંડા થાય એટલે ચોપર માં ક્રશ કરી લો.

  3. 3

    સાલસા સોસ માટે બાફેલ મકાઈ,ઝીણું સમારેલું કેપ્સીકમ,ઝીણું સમારેલું ટમેટું, ઝીણી સમારેલી ડુંગળી તથા ટામેટા નો પલ્પ...બધું મિક્સ કરો.તેમાં સ્વાદ અનુસાર મીઠું, મરી, મિક્સ હર્બસ,ઓરેગાનો, ચિલી ફલેક્સ નાખી મિક્સ કરો.

  4. 4

    એક પ્લેટ માં તળેલી રોટલી ના જે નાચોસ બનાવ્યા તે છુટા પાથરો. તેના પર સાલસા સોસ નાખો. ઉપર ચીઝ ભભરાવો

  5. 5

    તેને ૩૦ સેકન્ડ માટે માઈક્રો કરો. ચીઝ મેલ્ટ થશે. તૈયાર છે રોટી નાચોસ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral Dholakia
Hiral Dholakia @cook_26755180
પર

Similar Recipes