કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)

Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
Vadodara, Gujarat

#GA4
#week23
#post1
#kadhai_paneer
#કઢાઈ_પનીર ( Kadhai Paneer Recipe in Gujarati )
#Restuarantstyle_KadhaiPaneer
કઢાઈ પનીર એ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવે છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને સામગ્રીનો સ્વાદ તીવ્ર છે અને તે પનીર સાથે ખૂબ જ સારી રીતે પૂરક સાબીત થાય છે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા, પૂરી કે જીરા રાઈસ સાથે પીરસી શકાય છે.

કઢાઈ પનીર (Kadhai Paneer Recipe in Gujarati)

#GA4
#week23
#post1
#kadhai_paneer
#કઢાઈ_પનીર ( Kadhai Paneer Recipe in Gujarati )
#Restuarantstyle_KadhaiPaneer
કઢાઈ પનીર એ ખૂબ જ પ્રખ્યાત વાનગી છે. જે ભારતના દરેક રેસ્ટૉરન્ટના મેનુમાં જોવા મળે છે. અહીં પનીરને તળીને ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવે છે, અને આ ગ્રેવીને તમે વધુ કે ઓછા મસાલાવાળી તમારા ગમતા સ્વાદ પ્રમાણે બનાવી શકો છો. પણ ધ્યાન રાખજો કે સિમલા મરચાં અને કસૂરી મેથીને આ વાનગીથી બાદ નહીં કરતા કારણકે આ બન્ને સામગ્રીનો સ્વાદ તીવ્ર છે અને તે પનીર સાથે ખૂબ જ સારી રીતે પૂરક સાબીત થાય છે. આ વાનગી કોઇ પણ રોટી , પરોઠા, પૂરી કે જીરા રાઈસ સાથે પીરસી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

35 મિનિટ
5 વ્યક્તિ
  1. 🍲 હોમ મેડ કઢાઈ મસાલા ના ઘટકો :--
  2. 2 નંગકાશ્મીરી સૂકા લાલ મરચા
  3. 2 ટી સ્પૂનઆખા કાળા મરી
  4. 2 ટી સ્પૂનજીરું
  5. 2 ટી સ્પૂનઆખા સૂકા ધાણા
  6. 1 ઇંચતજ નો ટુકડો
  7. 🍲 ગ્રેવી ના ઘટકો :--
  8. 2 ટી સ્પૂનતેલ
  9. 3 ટેબલ સ્પૂનબટર
  10. 1 નંગતમાલપત્ર
  11. 1 કપજીની સમારેલી ડુંગળી
  12. 1&1/2 ટી સ્પૂન આદુ + લસણ ની પેસ્ટ
  13. 1 ટી સ્પૂનકાશ્મીરી લાલ મરચું પાઉડર
  14. 1 કપઝીણા સમારેલા ટામેટા
  15. 1/2 ટી સ્પૂનહળદર પાઉડર
  16. 2 ટી સ્પૂનધાણા જીરું પાઉડર
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. 1 કપફ્રેશ ટામેટા ની પ્યુરી
  19. પાણી જરૂર મુજબ
  20. 1 ટી સ્પૂનકસૂરી મેથી
  21. 2 ટેબલ સ્પૂનલીલી કોથમીર ના પાન
  22. 🍲 પનીર ને સબ્જી રોસ્ટ ના ઘટકો :--
  23. 1 ટેબલ સ્પૂનતેલ
  24. 1/2 કપડુંગળી ના ચોરસ ટુકડા
  25. 1 કપરેડ, યેલો અને ગ્રીન કેપ્સીકમ ના ચોરસ ટુકડા
  26. 200 ગ્રામપનીર
  27. મીઠું સ્વાદ અનુસાર
  28. 3 ટેબલ સ્પૂનહોમ મેડ કઢાઈ મસાલા
  29. ગાર્નિશ ના ઘટકો: લીલી કોથમીર ના પાન, બેલ્પેપર્સ, રોસ્ટ કરેલ પનીર

રાંધવાની સૂચનાઓ

35 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે હોમ મેડ કઢાઈ મસાલા બનાવીશું. એની માટે એક પેન ગરમ કરી તેમાં કાશ્મીરી સૂકા લાલ મરચા, આખા કાળા મારી, જીરું, આખા સૂકા ધાણા અને તજ ઉમેરી ધીમા ગેસ ની આંચ પર ડ્રાય રોસ્ટ કરી લો. હવે આ ખડા મસાલા ને ઠંડા કરવા મૂકી દો. ને ઠંડા થાય એટલે મિક્સર જારમાં પાઉડર ફોમ માં પીસી લો.

  2. 2

    હવે ગ્રેવી બનાવીશું. એની માટે એક પેન માં તેલ અને બટર ઉમેરી ગરમ કરી તેમાં તમાલપત્ર અને જીની સમારેલી ડુંગળી ઉમેરી ડુંગળી થોડી બ્રાઉન થાય ત્યાં સુધી સોત્તે કરી લો.

  3. 3

    હવે આમાં આદુ + લસણ ની પેસ્ટ ઉમેરી થોડી વાર સોટે કરી તેમાં કાશ્મીરી લાલ મરચું પાઉડર અને ઝીણા સમારેલા ટામેટા ઉમેરી ગેસ ની સ્લો આંચ પર ઢાંકણ ઢાંકી ટામેટા થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લો.

  4. 4

    ત્યાર બાદ આમાં હળદર પાઉડર, ધાણા જીરું પાઉડર અને મીઠું ઉમેરી મિક્સ કરી આમાં ફ્રેશ ટામેટા ની પ્યુરી અને પાણી ઉમેરી મિક્સ કરી ગેસ ની સ્લો આંચ પર કૂક કરી લો. હવે આ ગ્રેવી ને એક બાઉલ માં કાઢી ઠંડી કરવા મૂકી દો.

  5. 5
  6. 6

    હવે આપણે પનીર ને બીજા સબ્જી ને તેલ મા રોસ્ટ કરીશું. તેની માટે એક પેન માં તેલ ગરમ કરી તેમાં ડુંગળી, રેડ, યેલો અને ગ્રીન કેપ્સીકમ અને પનીર ઉમેરી ઉપર મીઠું અને હોમ મેડ કઢાઈ મસાલો સ્પ્રિંકલ કરી મીડીયમ ગેસ ની આંચ પર ટોસ્ટ કરી લો.

  7. 7

    હવે આપણી ગ્રેવી ઠંડી થઇ ગઇ છે. તો આને મિક્સર જારમાં ઉમેરી પેસ્ટ ફોમમાં પીસી લો. ને આ પેસ્ટ ને એક ગરમ પેન મા ઉમેરો ને ગેસ ની આંચ સ્લો રાખો.

  8. 8

    હવે આ પેસ્ટ માં રોસ્ટ કરેલા બેલપેપર્સ, ડુંગળી અને પનીર ઉમેરો ને હળવા હાથે મિક્સ કરી લો. હવે આમાં કસૂરી મેથી અને લીલી કોથમીર ના પાન ઉમેરી બરાબર મિક્સ કરી ગેસ ની આંચ બંધ કરી લો.

  9. 9
  10. 10

    હવે આપણી એકદમ સ્વાદિષ્ટ ને રેસ્ટોરન્ટ સ્ટાઈલ કઢાઈ પનીર તૈયાર છે સર્વ કરવા માટે. આ સબ્જી પર લીલી કોથમીર ના પાન અને રોસ્ટ કરેલા પનીર, બલ્પેપર્સ અને ડુંગળી ઉમેરી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daxa Parmar
Daxa Parmar @Daxa_2367
પર
Vadodara, Gujarat
I love cooking & cooking is my Passion..😍😘
વધુ વાંચો

Similar Recipes