કાચા પપૈયાનો સંભારો (Raw Papaya Sambharo Recipe In Gujarati)

Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 1મિડીયમ સાઈઝ નું કાચુ પપૈયું
  2. ૧ નંગલીલું મરચું
  3. 2 ચમચીતેલ
  4. 1/2 ચમચી રાઈ
  5. ચપટીક હિંગ
  6. ચપટીક હળદર
  7. 1/2 ચમચી ધાણાજીરૂ
  8. ચપટીગરમ મસાલો
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. ૨ ચમચીચણાનો લોટ
  11. બાફવા માટે પાણી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સર્વ પ્રથમ એક કાચું પપૈયું લેવાનું અને તેની છાલ કાઢી લેવાની છાલ કાઢયા બાદ તેને ઝીણું ઝીણું સુધારી લેવાનું

  2. 2

    પપૈયુ સુધારાઈ જાય ત્યારબાદ એક લીલા મરચા ને પણ ઝીણું ઝીણું સુધારી લેવાનું ત્યાર બાદ એક પેનમાં બે ચમચી તેલ ને ગરમ થવા મૂકવાનું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં 1/2ચમચી રાઇ ઉમેરવાની

  3. 3

    રાઈ તતડી જાય ત્યારબાદ તેમાં ચપટીક હિંગ નાખી અને આપણે જે સંભારો સુધારી હતો તે ઉમેરી દેવાનો સંભાળ્યો ઉમેર્યા બાદ તેમાં ચપટી હળદર ઉમેરવાની

  4. 4

    હળદર ઉમેર્યા બાદ તેમાં ગરમ મસાલો, ધાણાજીરું અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું અને ત્યારબાદ તેને ચમચાની મદદથી હલાવી લેવાનું

  5. 5

    બધા જ મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી અને બે મિનિટ માટે ઉકળવા દેવા નું

  6. 6

    તે થોડું ઉકડી જાય ત્યારબાદ તેમાં ૨ ચમચી ચણાનો લોટ ઉમેરી અને બધાને મિક્સ કરી લેવાનું ત્યારબાદ તેને બે મિનિટ માટે ચઢવા દેવા નો તો તૈયાર છે આપણો આ કાચા પપૈયાનો સંભારો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hiral H. Panchmatiya
Hiral H. Panchmatiya @cook_23114780
પર

Similar Recipes