ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988

#GA4 #Week24
આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશું

ગાર્લિક બ્રેડ (Garlic Bread Recipe In Gujarati)

#GA4 #Week24
આજે આપણે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ બનાવીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30   મિનિટ
2 સર્વિંગ્સ
  1. 1 ચમચીતેલ
  2. 10-11કળી લસણ
  3. 2 ચમચીબટર
  4. 2 વાટકીઘઉં નો લોટ
  5. 1 ચમચીખાંડ
  6. સ્વાદ પ્રમાણેમીઠું
  7. 1/4 ચમચીબેકિંગ સોડા
  8. 1/2 ચમચીબેકિંગ પાઉડર
  9. 1 ચમચીપીઝા સિંઝનીંગ
  10. 1 વાટકીમોળું દહીં
  11. ચીઝ
  12. 1/2 વાટકીબાફેલી મકાઈ ના દાણા

રાંધવાની સૂચનાઓ

30   મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાલિૅક બટર તૈયાર કરીશું. તો એના માટે એક વાસણમાં તેલ ઉમેરી લો. અને એમાં ક્રશ કરેલું લસણ ઉમેરી ગેસ ની ધીમી આંચ પર સાંતળી લો અને બટર પણ ઉમેરી લો.લસણ વધારે સંતળાઈ જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું.

  2. 2

    હવે આપણે લોટ બાંધી લઈએ. તો એક વાસણમાં 2 વાટકી ઘઉં નો લોટ ઉમેરો એમાં ખાંડ, મીઠું, બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર, પીઝા સિંઝનીંગ અને દહીં ઉમેરતાં જાઓ અને ઢીલો લોટ બાંધી લેવો. અને 10 મિનિટ સુધી સારી રીતે મસળી લો. અને મોણ માટે ગાલિૅક બટર ઉમેરી ફરીથી મસળી લો અને ઢાંકી ને 10 મિનિટ માટે રેસ્ટ આપો.

  3. 3

    હવે નોનસ્ટિક પેન ને પ્રિસહિટ કરવા માટે મૂકો. અને હવે લુઆ વાળી ને થોડી જાડી રોટલી વણી લો. ઉપર ગાલિૅક બટર લગાવી લો.

  4. 4

    રોટલા ના અડધા ભાગ પર ચીઝ પાથરી લો અને પીઝા સિંઝનીંગ સ્પિંકલ કરી લો. અને થોડા મકાઈના દાણા ઉમેરી લો.

  5. 5

    હવે વચ્ચે થી ફોલ્ડ કરી લો. અને સાઈડની કીનારને કાંટાવાળી ચમચી થી પ્રેસ કરી લો. અને ઉપરથી ગાલિૅક બટર લગાવી લો. અને પીઝા સિંઝનીંગ સ્પિંકલ કરી લો.

  6. 6

    પ્લેટ ને પણ ગાલિૅક બટર થી ગ્રીસ કરી લો.અને બ્રેડ ને પ્લેટ માં મૂકી દો. અને ઉપરથી થોડા કાપા કરી લો. કટ નથી કરવાનું.

  7. 7

    હવે આ પ્લેટ ને પ્રિહિટ થયેલી પેનમાં મૂકો અને ઢાંકી ને ગેસ ની મિડીયમ આંચ પર 20 મિનિટ સુધી કુક થવા દો. અને બ્રાઉન કલર ની બ્રેડ થાય ત્યાં સુધી કુક થવા દો.

  8. 8

    તો હવે ખૂબ જ ટેસ્ટી ઘઉં ના લોટની ગાલિૅક બ્રેડ રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dimpal Patel
Dimpal Patel @dimpalpatel_7988
પર

ટિપ્પણીઓ

Similar Recipes