મગ મસાલા (Mag Masala Recipe in Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

મગ એ પ્રોટીન માટે ખૂબ જ સારું કઠોળ ગણવામાં આવે છે તેને સલાડ પણ બનાવી શકાય છે અને મસાલા એડ કરીને સ્વાદિષ્ટ સબ્જી પણ બનાવી શકાય છે .. મે અહી મસાલા .લીંબુ . ધાણા બધું એડ કરી બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવો ખૂબ જ સરસ બનશે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 1 કપમગ
  2. 2 ટેબલ સ્પૂનતેલ
  3. ચપટીહિંગ
  4. 2 ટેબલ સ્પૂનઆદું મરચા અને લસણ ની પેસ્ટ
  5. 1ડુંગળી નાની કાપેલી
  6. 1ટોમેટો નાનું કાપેલી
  7. 2ટોમેટો ની પ્યુરી
  8. 1 ટીસ્પૂનકાશ્મીરી રેડ ચીલી પાઉડર
  9. 1 ટીસ્પૂનરેડ ચીલી પાઉડર
  10. 1/4 ટીસ્પૂનહળદર પાઉડર
  11. 1 ટીસ્પૂનધાણા જીરું પાઉડર
  12. 1 ટીસ્પૂનગરમ મસાલો
  13. 1 ટીસ્પૂનઆમચૂર પાઉડર
  14. 1 ટીસ્પૂનલીંબુ નો રસ
  15. 1 કપપાણી જરૂર મુજબ
  16. 1 ટેબલ સ્પૂનગોળ
  17. 2 ટેબલ સ્પૂનધાણા ટેસ્ટ માટે
  18. 1 ટીસ્પૂનકસૂરી મેથી
  19. 1 ટીસ્પૂનરાઈ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મગ ને પાણી મા પલાળી ને 8 થી 10 કલાક માટે રાખવા.

  2. 2

    હવે મગ ને કુકર માં 3 સિટી વગાડીને બાફી લેવા.

  3. 3

    હવે એક કઢાઈ લઈ ને તેમાં તેલ ગરમ કરવું અને તેમાં રાઈ અને હિંગ નો વગર કરવો. અને સાથે કરી પત્તા પણ એડ કરવા.

  4. 4

    હવે તેમાં આદુ મરચા અને લસણ ની પેસ્ટ નાખીને બરાબર વઘાર કરવો જેથી કાચું ના રહી જાય.

  5. 5

    હવે તેમાં ડુંગળી અને ટોમેટો નાખીને તેને 3 મિનિટ સુધી સાંતળવું.

  6. 6

    હવે તેમાં મીઠું સ્વાદ અનુસાર રેડ ચીલી પાઉડર. હળદર. કાશ્મીરી રેડ ચીલી પાઉડર. ધાણા પાઉડર. અને આમચૂર પાઉડર નાખીને બરાબર મિક્ષ કરવું.

  7. 7

    હવે તેમાં ટોમેટો પ્યૂરી ને એડ કરવી અને તેને બરાબર સતાડવી..અને બરાબર શેકાય એટલે તેમાંથી તેલ છૂટું પડવા લાગશે.

  8. 8

    હવે તેના બાફેલા મગ એડ કરવા અને બરાબર મિક્સ કરવા અને તેને 5 મિનિટ માટે ઉકળવા.

  9. 9

    હવે તેમાં ગરમ મસાલો. કસૂરી મેથી અને લીંબુ નો રસ એડ કરવો અને બરાબર મિક્સ કરવું. ને 2 મિનિટ માટે ઉકાળવી.

  10. 10

    હવે તેમાં મીઠાસ માટે ગોળ એડ કરવો અને બરાબર મિક્સ કરવું.

  11. 11

    હવે રેડી છે મગ મસાલા તેને ઉપર થી ધાણા નાખીને ગરમ ગરમ રોટી સાથે સર્વ કરવું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes