કેસર અંગુર રબડી(kesar Angoor rabdi Recipe in Gujarati)

Amee Shaherawala
Amee Shaherawala @Amee_j16
Dubai
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. અંગુર બનાવવા માટે:
  2. 200 ગ્રામપનીર
  3. 1 ટીસ્પૂનમેંદો અથવા કોર્ન ફ્લોર
  4. 1 ટી સ્પૂનમિલ્ક પાઉડર
  5. ચપટીબેકિંગ સોડા
  6. 2 ગ્લાસપાણી
  7. ૫ ટી સ્પૂનખાંડ
  8. રબડી બનાવવા માટે:
  9. દોઢ લીટર દૂધ
  10. ૫ ટી સ્પૂનમિલ્ક પાઉડર
  11. ૭-૮ ર્ટી સ્પૂન ખાંડ (સ્વાદ પ્રમાણે)
  12. ૧૦-૧૨ કેસરના તાતણ
  13. 1 ટીસ્પૂનઈલાયચી પાઉડર
  14. ડ્રાયફ્રુટ સજાવટ માટે: બદામ, કાજુ અને પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    અંગુર અથવા રસગુલ્લા બનાવવા માટે મેં amul નું બજારમાં મળતો તૈયાર પનીર લીધું છે સૌ પ્રથમ પનીરને ઝીણો ભૂકો કરો પછી એક મિક્સર જારમાં ઉમેરી તેમાં મિલ્ક પાઉડર, કોર્નફલોર અને બેકિંગ પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરવું. આ રીતે મિક્સરમાં કરવાથી મસળવાની મહેનત ઓછી થઈ જાય છે અને પનીર સરસ મિક્સ થઈ જાય છે..

  2. 2

    હવે પનીરને બે-પાંચ મિનિટ હથેળી થી મિક્સ કરી નાના ગોળ લુવા કરવા હવે બીજી બાજુ એક તપેલીમાં ૨ કપ પાણી લઈ એમાં ખાંડ થોડું કેસર એકાદ ઊભરો આવવા દેવો પછી એમાં બનાવેલી કોટી ઉમેરો ને પાંચ મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી એને ઢાંકી એકાદ કલાક માટે રસગુલ્લા ને ખાંડના પાણીમાં રહેવા દો. જેથી ફુલીને ડબલ શેપમાં થાય અને ખાંડ નું ગરપણ એમાં આવી જાય.

  3. 3

    હવે રબડી બનાવવા માટે એક તપેલીમાં દૂધ ઊકળવા મૂકવું એક ઉભરો આવે પછી એમાં ખાંડ, કેસર અને મિલ્ક પાઉડર ઉમેરો મિલ્ક પાઉડર ને પહેલા દૂધમાં થોડું મિક્સ કરી લેવો જેથી ઘટના ન પડે અને દૂધ 1/2 ઉડી જાય અને રબડી જેવું થાય ત્યાં સુધી ઉકાળો પછી એમાં ઈલાયચી પાઉડર અને ડ્રાયફ્રૂટ ઉમેરી ઠંડુ થવા દેવું.

  4. 4

    હવે સર્વ કરવા માટે એક બાઉલમાં પહેલા રસગુલ્લા મૂકી પછી એની ઉપર રબડી અને થોડા ડ્રાય ફ્રુટ્સ ઉમેરી સૌ કરો.

  5. 5
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Amee Shaherawala
પર
Dubai

Similar Recipes