બાજરી નો વઘારેલો રોટલો(Bajri Vagharelo Rotlo Recipe In Gujarati)

 Bhumi Rathod Ramani
Bhumi Rathod Ramani @BHUMI_211
શેર કરો

ઘટકો

15-20 મીનીટ
  1. 2મીડિયમ સાઇઝ ના બાજરીના રોટલા
  2. 2ટામેટા સમારેલા
  3. 2કાંદા સમારેલા
  4. 2 ટેબલ સ્પૂનચોપ્ડ કરેલુ લસણ
  5. ચપટીરાઈ
  6. 1 ટી સ્પૂનહળદર
  7. 1 ટેબલ સ્પૂનલાલ મરચુ પાઉડર
  8. 1 ટી સ્પૂનધાણાજીરૂ પાઉડર
  9. મીઠું સ્વાદ મુજબ
  10. 1/2 કપદહીં/1 કપ છાસ
  11. 1+1/2 ટેબલ સ્પૂન તેલ

રાંધવાની સૂચનાઓ

15-20 મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક પેન મા તેલ લઈ, તેલ ગરમ થઈ જાય એટલે તેમા રાઈ એડ કરો. રાઈ તતડે એટલે તેમા કાંદા અને લસણ એડ કરો.

  2. 2

    કાંદા અને લસણ સાંતડાઈ જાય પછી ટામેટા એડ કરવા. બધૂ ચડી જાય પછી તેમા લાલ મરચુ પાઉડર, હળદર, ધાણાજીરૂ અને સ્વાદ મુજબ મીઠું એડ કરી બધુ મીક્ષ કરી લેવુ.

  3. 3

    પછી તેમા બાજરીના રોટલા નો ભૂક્કો એડ કરવો. બધુ મીક્ષ કરી લેવુ. રોટલા 4-5 કલાક પેલા બનાવી લેવા.

  4. 4

    છેલ્લે દહીં અથવા છાસ ઉમેરી બધુ મીક્ષ કરી રોટલા ને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
 Bhumi Rathod Ramani
પર

ટિપ્પણીઓ

Similar Recipes