બાજરી મેથીના આચારી વડા (Bajri Methi Achari Vada Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901
શેર કરો

ઘટકો

  1. 600 ગ્રામબાજરી નો લોટ
  2. 200 ગ્રામઘઉં નો લોટ
  3. 2 કપમેથીની ભાજી ઝીણી સમારેલી
  4. 1/2 કપદહીં
  5. 1/4 કપખાટા અથાણાં નો મસાલો
  6. 1/4 કપખાટા અથાણા નું તેલ
  7. 1/4 કપતેલ નું મોયણ
  8. 150 ગ્રામગોળ એકદમ ઝીણો સમારેલો
  9. 1/2 કપપાણી
  10. 4 ચમચીતલ
  11. 4 ચમચીલીલા મરચાં આદુ ની પેસ્ટ
  12. 2 ચમચીધાણાજીરું
  13. 1 ચમચીહળદર
  14. 1 ચમચીલાલ મરચું
  15. 1/4 ચમચીહીંગ
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક કથરોટમાં બાજરી અને ઘઉંનો લોટ લઈને તેને મિક્સ કરો. એક વાડકીમાં ખાટા અથાણાં નો મસાલો તથા ખાટા અથાણાં નું તેલ લો. એક તપેલીમાં પાણી લઈ તેમાં ગોળ નાખો અને તેમાં જ તલ નાખીને 5 મિનિટ સુધી મૂકી રાખો.

  2. 2

    લીલી મેથી ને સમારીને ધોઈને કોરી કરવી. લોટમાં ઉપર જણાવેલ મુજબ તેલ અને બધા જ મસાલા ઉમેરવા તથા છેલ્લે તેમાં મેથી પણ નાખવી.

  3. 3

    બધું મિક્સ કરીને તેના સુંવાળો લોટ બાંધવો

  4. 4

    હવે આ લોટ માંથી નાના લુવા કરીને તેને હાથ વડે થેપીને ગરમ તેલમાં તળો. તેલમાં નાખતી વખતે ગેસ ની flame મોટી રાખવી ત્યારબાદ મધ્યમ તાપે સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.

  5. 5

    તો તૈયાર છે મેથી બાજરી ના આચારી વડા. તેને ચા- દૂધ અથવા કેચપ અથવા દહીં અથવા કોથમીરની ચટણી સાથે સર્વ કરી શકાય છે.

  6. 6

    આ વડાને એક અઠવાડિયા માટે એર ટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે. આ વડા ગરમ પણ સરસ લાગે છે અને ઠંડા તો વધારે સરસ લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

Similar Recipes