ડબલ ફ્રાય બટર પાવભાજી (Double Fried Butter Pav Bhaji Recipe In Gujarati)

Divya Dobariya
Divya Dobariya @cook_24549539
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

6 વ્યક્તિ
  1. 3બટાકા
  2. 3રીંગણાં
  3. 1નાનું ફ્લાવર
  4. 1 કપ વટાણા
  5. 6ટામેટા
  6. 5લાલ મરચાં
  7. 1ઈંચ આદુ નો ટુકડો
  8. 1ટુકડો બીટ
  9. 1કેપ્સિકમ સમારેલું
  10. 2ચમચી કોથમીર સમારેલી
  11. 4 ચમચી તેલ
  12. 5 મોટી ચમચી બટર
  13. 1લીંબુનો રસ
  14. 1ચમચી રાઈ જીરું
  15. 1/4ચમચી હિંગ
  16. 4લવિંગ
  17. 1તજ
  18. 2તમાલપત્ર
  19. 2લાલ સૂકા મરચાં
  20. 2ચમચી પાવભાજી મસાલો
  21. 5ચમચી લાલ મરચું
  22. 2ચમચી ધાણાજીરું
  23. મીઠું સ્વાદમૂજબ
  24. 1/2ચમચી હળદર
  25. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટાકા, ફ્લાવર, રીંગણા, વટાણા ને જરૂર મુજબ પાણી અને મીઠું નાખી બાફી લેવા અને સારી રીતે મેસ કરી લેવા.

  2. 2

    ટામેટા આદુ,મરચા અને બીટ ની મિક્સરમાં ગ્રેવી કરી લેવી
    હવે એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું, હિંગ, લીમડો, તજ, લવીંગ, તમાલપત્ર, લાલ સૂકું મરચુ નાખી હલાવું.

  3. 3

    તેમાં તૈયાર કરેલી ગ્રેવી ઉમેરી સારી રીતે હલાવો. હોવી તેમાં મરચુ પાઉડર, ધાણાજીરું, મીઠું, પાવભાજી મસાલો, હળદર ઉમેરી દેવી અને 5 મિનિટ ગ્રેવી થવા દેવી. વચ્ચે હલાવતાં રેવું.

  4. 4

    હવે તેમાં બધા બાફેલા શાક ને ઉમેરી દેવા અને સારી રીતે મિક્સ કરી ઝીણું સમારેલું કેપ્સિકમ ઉમેરવું અને મિક્સ કરી દેવું. લીંબુ નો રસ ઉમેરી દેવો.

  5. 5

    તેને ડબલ ફ્રાય કરવા માટે
    હવે એક બીજા પેન માં 1 ચમચી બટર મૂકી 1 ચમચી લાલ મરચું પાઉડર નાખી હલાવવું અને તેમાં 3 ચમચા જેટલી ભાજી ઉમેરી ખૂબ સારી રીતે હલાવી તેમાં કોથમીર ભભરાવો. આ રીતે બધી ભાજી ને પીરસતી વખતે ફ્રાય કરો ખૂબ જ ટેસ્ટી લાગશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Divya Dobariya
Divya Dobariya @cook_24549539
પર

ટિપ્પણીઓ

Similar Recipes