રાજસ્થાની કઢી (Rajasthani Kadhi Recipe In Gujarati)

Varsha Monani
Varsha Monani @jiya2015

#GA4 #Week25
રાજસ્થાની કઢી આમ તો મૂળ ગુજરાતી જેવી જ હોય છે પણ તેમાં વઘાર ની જે રીત તે થોડીક અલગ રીતે હોય છે અને તેમાં મૂળ લસણ અને લીલા મરચાં વાટીને નાખવામાં આવી છે. તે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો ચાલો જોઈએ આપણે રાજસ્થાની કઢી ની રીત.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

10 મિનિટ
5 સર્વિંગ્સ
  1. 1 લીટર છાશ
  2. 11/2 tbspચણાનો લોટ
  3. પ થી ૬ કળી લસણની વાટેલી
  4. 2લીલા મરચાં વાટેલા
  5. 2આખા લાલ મરચા
  6. થોડાસૂકી મેથીના દાણા
  7. 1/2 ચમચી જીરુ
  8. 8-10મીઠા લીમડાનાં પાન
  9. થોડી જીણી સમારેલી કોથમીર
  10. મીઠું સ્વાદ મુજબ
  11. 1 ટેબલ સ્પૂનતેલ
  12. 1/2 ટી સ્પૂનરાઈ
  13. 1/2 ટી સ્પૂનહિંગ
  14. 1/2 ટે . સ્પુન લાલ મરચું
  15. 1/3 ટે. સ્પૂન હળદર
  16. 1/2 ટે. સ્પૂન ધાણાજીરૂ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક વાસણમાં છાશ લેતા તેમાં ચણાનો લોટ નાખી અને હેન્ડ મિક્સી સાથે તેને એક રસ કરી લો ત્યારબાદ તે એક પેનમાં ઉકળવા માટે મૂકી દો

  2. 2

    જ્યારે છાશ અને લોટનું મિશ્રણ ઊકળે ત્યારબાદ તેમાં બધા મસાલા ઉમેરી તેને હલાવો અને તેને ઉકળવા માટે રાખો ત્યારબાદ વગાડીયા માં તેલ લઇ તેમાં રાઈ-જીરું, હિંગ નાખો

  3. 3

    ત્યારબાદ તેમાં મીઠા લીમડાના પાન,આખા લાલ મરચાં, વાટેલું લસણ,વાટેલા લીલા મરચા બધું જ નાખી તેને છાશ વાળા મિશ્રણમાં રેડો તેને બે ત્રણ મિનિટ માટે ઉકળવા દહીં સર્વિંગ બાઉલમાં કાઢી લો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

દ્વારા લખાયેલ

Varsha Monani
Varsha Monani @jiya2015
પર

Similar Recipes