ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)

Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31

#GA4
#Week25

ખૂબા રોટી એ એક રાજસ્થાની વાનગી છે. તેને બનતા થોડો સમય લાગે છે પણ દેખાવમાં ખુબ જ સરસ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને અહીં મેં પંચરત્ન દાળ સાથે સર્વ કરી છે.

ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)

#GA4
#Week25

ખૂબા રોટી એ એક રાજસ્થાની વાનગી છે. તેને બનતા થોડો સમય લાગે છે પણ દેખાવમાં ખુબ જ સરસ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને અહીં મેં પંચરત્ન દાળ સાથે સર્વ કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫૦
  1. 2 કપઘઉંનો લોટ
  2. 1 કપઘઉંનો કરકરો લોટ
  3. ૧/૨ ચમચીજીરૂ
  4. ૩ ચમચીઘી નું મોણ
  5. મીઠું સ્વાદાનુસાર
  6. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૫૦
  1. 1

    સૌપ્રથમ લોટમાં જીરુ,મીઠું, ઘી નું મોણ નાખી લોટ બાંધી લો.(રોટલી કરતા કઠણ અને ભાખરી કરતાં નરમ) લોટને ઢાંકીને ૧૦ થી ૧૫ મિનિટ રહેવા દો.(ઘઉંનો કરકરો લોટ ના હોય તો રવો એડ કરી શકાય.)

  2. 2

    હવે લોટમાંથી એકસરખા ત્રણ ભાગ કરી લો. તેની જાડી ભાખરી જેવી રોટી વણી તૈયાર કરો. રોટી ના પાછળના ભાગમાં ચાકુના આચ્છા આચ્છા કાપા કરો.

  3. 3

    કાપા કરેલા ભાગ નીચેની તરફ રાખી ઉપરની તરફ મનગમતી ડિઝાઇન કરવી. અહીં મેં બે રીતે ડિઝાઈન બનાવી છે. એક હાથેથી ચપટી લઈને અને બીજી ચીપિયા ની મદદથી ડિઝાઇન બનાવી છે.

  4. 4
  5. 5

    રોટી ને શેકવા માટે પેન ગરમ થાય એટલે slow flame ઉપર ડિઝાઇન વાળો રોટી નો ભાગ ઉપર રહે તે રીતે શેકવી. બીજી બાજુ પણ ધીમા તાપે રોટલી અને શેકવી.એક રોટલી ને શેકાતા ૧૦ થી ૧૨ મિનીટ લાગે છે. (હવે સાઈડમાં થોડી કાચી લાગે તો ચીપિયા ની મદદથી ડાયરેક્ટ ગેસ પર ધીમા તાપે શેકી શકાય.)

  6. 6

    બધી રોટી શેકાય જાય પછી તેના પર ઘી લગાવી પંચરત્ન દાળ અથવા કોઈપણ રસાવાળી સબ્જી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hetal Vithlani
Hetal Vithlani @Hetal_pv31
પર

Similar Recipes