ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

#GA4
#Week25
#roti
આમ તો સમગ્ર ભારત મા રોટલી તો બનતી જ હોય છે. એમાય ગુજરાતીઓ ના ઘરો મા તો રોટલી નિત્ય ભોજન નો આહાર માનવામા આવે છે. દરેક ગુજરાતી ઘર મા નિયમિત દાળ,ભાત, શાક, રોટલી તેમજ ભાખરી તો જરૂર થી બનતા જ હોય છે.આ રોટલી ને સ્ત્રીઓ જુદી-જુદી રીતે બનાવે છે એટલે કે રોટલી ના પણ ઘણા પ્રકાર હોય છે જેમ કે સાદી રોટલી, ફૂલ્ચા રોટલી, પૂરણ પોળી વગેરે. તો આજ ના આ આર્ટીકલ મા જાણીશું કે નરમ તેમજ સ્વાદિષ્ટ ફુલ્કા રોટલી વિશે. તો ચાલો જાણીએ આ રીતે રોટલી બનાવવા ની પદ્ધતિ વિશે.

ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#GA4
#Week25
#roti
આમ તો સમગ્ર ભારત મા રોટલી તો બનતી જ હોય છે. એમાય ગુજરાતીઓ ના ઘરો મા તો રોટલી નિત્ય ભોજન નો આહાર માનવામા આવે છે. દરેક ગુજરાતી ઘર મા નિયમિત દાળ,ભાત, શાક, રોટલી તેમજ ભાખરી તો જરૂર થી બનતા જ હોય છે.આ રોટલી ને સ્ત્રીઓ જુદી-જુદી રીતે બનાવે છે એટલે કે રોટલી ના પણ ઘણા પ્રકાર હોય છે જેમ કે સાદી રોટલી, ફૂલ્ચા રોટલી, પૂરણ પોળી વગેરે. તો આજ ના આ આર્ટીકલ મા જાણીશું કે નરમ તેમજ સ્વાદિષ્ટ ફુલ્કા રોટલી વિશે. તો ચાલો જાણીએ આ રીતે રોટલી બનાવવા ની પદ્ધતિ વિશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 2 (3 કપ)ઘઉં નો લોટ,
  2. 2 (3 ચમચી)તેલ,
  3. પાણી જરૂર મુજબ
  4. કોરો લોટ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    આ રોટલી બનાવવા માટે સૌથી પેહલા ઘઉં ના લોટ ને ચાળી લો

  2. 2

    અને ત્યારબાદ તેમાં થોડુ તેલ ઉમેરી ને તેને સારી રીતે ભેળવી લો. હવે તેમા જરૂર મુજબ થોડુ-થોડુ પાણી ઉમેરતા જાવ અને લોટ ને બાંધતા જાવ. 

  3. 3

     આ લોટ ઢીલો રાખવાનો છે અને હવે આ લોટ બંધાય ગયા બાદ તેને ૧૫ મિનીટ માટે એક બાજુ રાખી દો. હવે તેમા થોડુ તેલ ઉમેરી ને તેને સારી રીતે મસળી લો.

  4. 4

    હવે આ લોટ તૈયાર થઇ ગયો છે માટે તેના નાના-નાના લુવા બનાવી રોટલી વણી લો. આ રોટલી વણાય જાય એટલે તેને તવા પર શેકવા નાખો. 

  5. 5

    થોડી-થોડી વારે તેને ફેરવતુ રેહવું જેથી બન્ને બાજુ રોટલી સારી રીતે શેકાય જાય. હવે આ રોટલી થોડી-થોડી શેકાય ગઈ હોય તો તેને બીજા ગેસ ના બર્નર ઉપર ચીપિયા ની મદદ થી ફૂલવા માટે રાખો. ચીપિયા ની જગ્યાએ જાળી નો ઉપયોગ પણ કરી શકાય છે.

  6. 6

    હવે આ રોટલી મા ઘી લગાવો અને ગરમાગરમ પરોસો. આ રોટલી ને મનગમતા શાક સાથે ખાવ. આ રીત મુજબ એકવાર જરૂર થી બનાવી જુવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

Similar Recipes