સરગવાનું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)

Juliben Dave
Juliben Dave @julidave

#GA4
#Week25
સરગવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. શિંગ સરગવાની માપસર ટુકડા કરેલી
  2. ૩ ટેબલસ્પૂનચણાનો લોટ સેકેલો
  3. ૧ નાની વાટકીમોળી છાસ
  4. ૩ ટેબલસ્પૂનતેલ વઘારમાટે
  5. ૧ નાની ચમચીરાઈ
  6. ૧ નાની ચમચીજીરું
  7. ૧ ચમચીધાણાજીરું
  8. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  9. ૧ ચમચીખાંડ (ઓપ્સ્નલ)
  10. ચપટીહળદર
  11. ચપટીહિંગ
  12. મીઠું સ્વાદમુજબ
  13. સજાવટ માટે
  14. લીલું લસણ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ સરગવાની શીંગ સારી રીતે ધોઈ કોરી કરી લૂછી લ્યો
    તેના માપસરના ટુકડા કરી લ્યો.
    કૂકરમાં ૧ સિટી સુધી મીઠું નાખી બાફી લ્યો.
    ચણાના લોટને ધીમા તાપે સેકી લ્યો.

  2. 2

    એક કડાઈમાં વઘાર માટે તેલ ગરમ થવા મુકો
    તેલ ગરમ થઇ એટલે રાયજીરુ ઉમેરો
    રાઈ તતડે એટલે ચપટી હિંગ ઉમેરી શીંગના ટુકડા ઉમેરો
    ત્યારબાદ બધા મસાલા કરી લ્યો,મીઠું નાખ્યા બાદ જ
    એક વાટકી મોળી છાશ ઉમેરો,ખાંડ ઉમેરો.
    બધું હલાવી સરખી રીતે મિક્સ કરી લ્યો.

  3. 3

    મસાલા શીંગ સાથે એકરસ થઇ જાય એટલે તેમાં
    ચણાનો સેકેલો લોટ ઉમેરો.લોટ સ્વાદમુજબ ઉમેરવો
    ઘણા બહુ વધારે ઉમેરે છે,ભાવતુ હોય તે રીતે ઉમેરવું
    શીંગ હળવે હાથે હલાવી બધું સારી રીતે મિક્સ કરી લ્યો.
    હલાવતી વખતે શીંગ ભાંગી ના જાય તે ખાસ જોવું
    બધું એકરસ થઇ ચડી જાય એટલે ગેસ બન્દ કરી દેવો.

  4. 4

    તો તૈય્યાર છે સરગવાનું લોટવાળું શાક.
    જેને લીલાંલસણ અને કોથમીર ભભરાવી પીરસો.
    આ શાક રોટલી,દાળભાત સાથે ખુબ જ સારું લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Juliben Dave
Juliben Dave @julidave
પર

Similar Recipes