બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
  1. 6બ્રેડ
  2. 500 ગ્રામકાચા કેળાં
  3. 200 ગ્રામલીલા વટાણા
  4. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ૧ ચમચીગરમ મસાલો
  6. 1/2 ચમચી લાલ મરચું
  7. 1 ચમચીઆમચૂર પાઉડર
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. કોથમીર જોઈતા પ્રમાણમાં
  10. ૧ ચમચીખાંડ વઘાર માટે ૩ ચમચી તેલ
  11. 1 ચમચીજીરૂ
  12. 1 ચમચીફુદીનાની પેસ્ટ
  13. 1/2 ચમચી હળદર
  14. બેસન માં નાખવા માટેની સામગ્રી
  15. ૨ વાડકીચણાનો લોટ
  16. 2 ચમચીસોજી
  17. મીઠું સ્વાદ અનુસાર
  18. કોથમીર જોઈતા પ્રમાણમાં
  19. ૧ ચમચીલાલ મરચું
  20. 1/2 ચમચી ગરમ મસાલો
  21. લીલી ચટણી બ્રેડ ઉપર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ કુકરમાં કેળા અને વટાણા બંને બાફી લેવા બે કે ત્રણ સીટી વાગે એટલે ગેસ બંધ કરી દેવો

  2. 2

    હવે બફાઈ જાય એટલે કેળાની છાલ ઉતારીને તેને છીણી લેવા

  3. 3

    હવે તેમાં બધો મસાલો કરી લેવો એક કડાઈમાં તેલ મૂકી ગરમ થાય એટલે જીરુ ઉમેરી મસાલા ને થોડો પાંચ મિનિટ શેકી લેવો

  4. 4

    હવે તેને થોડો ઠંડો કરવા દેવું

  5. 5

    હવે ચણાના લોટમાં બધો મસાલો કરીને તેનું ઘટ્ટ ખીરું બનાવી દેવું

  6. 6

    હવે એ બ્રેડમાં ગ્રીન ચટણી ચોપડવી અને બીજી બ્રેડ માં કેળા નો માવો ચોપડીને ચણાના લોટના ખીરામાં નાખીને એક પેનમાં તેલ ચોપડીને તે બ્રેડ શેકી નાખવી

  7. 7

    તમે તેને તેલમાં તળી પણ શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર

Similar Recipes