ચોકલેટ વોલનટ બ્રેડ સિગાર

Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady

ચોકલેટ વોલનટ બ્રેડ સિગાર

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૫ થી ૬ લોકો
  1. ૭-૮ નંગ તાજી બ્રેડ સ્લાઈઝ
  2. ૧૦૦ ગ્રામ અખરોટ
  3. ૧૦૦ ગ્રામ ડાકઁ ચોકલેટ
  4. ૨ ટેબલ સ્પૂનક્રીમ ચીઝ બાઈન્ડીંગ માટે
  5. ૧ ટેબલ સ્પૂનઆઈસીંગ ખાંડ
  6. બ્રેડ સિગાર શેકવા માટે થોડુ બટર
  7. ચોકલેટ સોસ ગાનિઁશ માટે
  8. થોડુ સાદુ પાણી બે્ડની કિનારી પર લગાવવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    પહેલા મિકસર જાર લો પછી તેમા અખરોટ નાખી અધકચરુ પીસી લો મિકસર એકધારુ ફેરવવાનુ નથી થોડુ ચાલુ બંધ કરતા પીસવાનુ છે પીસીને એક બાઉલમા કાઢી લો

  2. 2

    હવે આજ રીતે ડાકઁ ચોકલેટ લો તેના નાના ટુકડા કરી મિકસર જારમા નાખો હવે મિકસર ને ચાલુબંધ કરી ને ટુકડાને પણ અધકચરુ પીસી લો

  3. 3

    હવે આ પીસેલી ચોકલેટમા અખરોટનો ભુકો અને આઈસીંગ ખાંડ નાખો અને ફરી એકવખત સહેજ મિકસર ફેરવો અને બધુ એકરસ કરો

  4. 4

    હવે આ મિસરણ ને એક બેઉલમા કાઢી લો અને તેમા બાઈન્ડીંગ માટે કી્મચીઝ નાખી પુરણ તૈયાર કરો

  5. 5

    હવે એક તાજી બ્રેડ લો બોડઁર હોય તો કાપી લઈ ને ઉપયોગમા લેવી બે્ડને વેલણ થી વણી ને પતલી કરો

  6. 6

    હવે બે્ડમા છેડે ૧ ટી સ્પૂન જેટલુ ચોકલેટનુ પુરણ ભરો અને બે્ડની ફરતી કિનારી પર પાણી લગાવી દો અને ધીમે ધીમે બે્ડનો રોલ વાળીને પેક કરી દો પાણી થી બ્રેડ એકદમ ચોટી જશે બંન્ને છેડા પણ પેક કરી દો

  7. 7

    આ રીતે બધી બ્રેડ સિગાર તૈયાર કરી લો

  8. 8

    હવે ગેસ પર પેન મુકો હવે આ સિગાર પર બન્ને બાજુ બટર લગાવો અને મિડિયમ ગેસે આ સિગાર ને પેનમા મુકી બન્ને બાજુ શેકો

  9. 9

    બા્ઉન કલરની શેકાઈ જાય એટલે એક પ્લેટમા કાઢી લો આ રીતે બધી સિગાર શેકી લો

  10. 10

    હવે પ્લેટીંગ કરો એક પ્લેટમા સિગાર ગોઠવો અને તેના પર ચોકલેટ સોસ લગાવી ગાનિઁશ કરો અને ગરમાગરમ સવઁ કરો

  11. 11

    તૈયાર છે ચોકલેટ વોલનટ બ્રેડ સિગાર.. સ્વાદમા એકદમ યમ્મીમી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangeeta Ruparel
Sangeeta Ruparel @KathiyawadiLady
પર

ટિપ્પણીઓ (2)

Similar Recipes