લીલુડી ભેળ (Liludi Bhel Recipe In Gujarati)

Payal Mehta
Payal Mehta @Payal1901

#GA4
#Week26
#cookpadindia
સામાન્ય રીતે ભેળ માં મમરા તથા ઘઉં ની પૂરી અથવા મેંદા ની પૂરી એ મુખ્ય ઘટક હોય છે. અને એટલે જ તેને સુકી ભેળ કહેવાય છે. પરંતુ મેં આજે લીલુડી (લીલી) ભેળ બનાવી છે. જેમાં બાફેલું બીટ, બાફેલા ગાજર, બાફેલી ફણસી, બાફેલા વટાણા તથા બાફેલા બટાકા નો ઉપયોગ કર્યો છે. લીલુડી ભેળમાં આ પાંચ મુખ્ય ઘટક છે. અને બાકી તો કાંદા, ટામેટાં, સેવ, લાલ-લીલી ચટણી વગેરે તો હોય જ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપછીણેલું બીટ
  2. 1 કપછીણેલું ગાજર
  3. 1/2 કપવટાણા
  4. 1 કપઝીણી સમારેલી ફણસી
  5. 4 નંગમિડીયમ સાઈઝ બાફેલા બટાકા નાના સમારેલા
  6. 3 નંગમિડીયમ સાઈઝ ઝીણા સમારેલા ટામેટા
  7. 3 નંગમિડીયમ સાઈઝ ઝીણો સમારેલો કાંદો
  8. 2 નંગનાની સાઈઝ ઝીણી સમારેલી કાચી કેરી
  9. ઝીણી સમારેલી કોથમીર
  10. ખજુર આંબલી ની લાલ ચટણી
  11. કોથમીરની લીલી ચટણી
  12. સૂકા લસણ ની લાલ ચટણી
  13. નાયલોન સેવ
  14. મસાલા શીંગ
  15. મીઠું સ્વાદ અનુસાર અને ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકાને કૂકરમાં બાફીને તેની છાલ ઉતારીને તેને નાના કટકા કરી લો.

  2. 2

    બીટ અને ગાજરને છીણીને લો તથા ફણસી ને ઝીણી સમારી લો.

  3. 3

    બીટ, ગાજર, ફણસી તથા વટાણાને વરાળથી બાફો.

  4. 4

    ફોટા માં બતાવ્યા પ્રમાણે બટાકા, ટામેટા કાંદા, કેરી તથા કોથમીર સમારીને રેડી રાખો.

  5. 5

    હવે દરેક વસ્તુને થોડી લઈને ભેળવતા જાવ અને તેમાં ત્રણેય ચટણી નાખીને હલાવી ને ઉપરથી ઝીણી સેવ, કાંદા, ટામેટાં, મસાલા શીંગ, કોથમીર નાખીને તેને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Mehta
Payal Mehta @Payal1901
પર

ટિપ્પણીઓ (19)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes