પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

Sapana Kanani
Sapana Kanani @sapana123
Jamkhambhalia

#GA4
#Week26
પાણી પૂરી બધા જ લેડીસ અને બાળકો ને ખુબ પ્રિય હોય છે.તેને અલગ અલગ સ્વાદ મુજબ બનાવી મઝા માણી સકાય છે.

પાણી પૂરી (Pani Puri Recipe In Gujarati)

#GA4
#Week26
પાણી પૂરી બધા જ લેડીસ અને બાળકો ને ખુબ પ્રિય હોય છે.તેને અલગ અલગ સ્વાદ મુજબ બનાવી મઝા માણી સકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
5 સર્વિંગ્સ
  1. 100પૂરી
  2. 500 ગ્રામબટાકા
  3. 500 ગ્રામચણા 5 થી 6 કલાક પલાળીને
  4. 250 ગ્રામઝીણી સમારેલી ડુંગળી
  5. 1બાઉલ તળેલા બી
  6. 1બાઉલ સેવ
  7. 1બાઉલ ખારી બુંદી
  8. 👉મીઠી ચટણી માટે
  9. 150 ગ્રામખજુર સીડ લેસ
  10. ચપટીમીઠુ
  11. ચપટીગરમ મસાલો
  12. ચપટીધાણા જીરૂ
  13. 👉તીખું પાણી માટે
  14. 1 વાટકીફુદિનો
  15. 1 ટુકડોઆદુ
  16. 1/2 વાટકીકોથમીર
  17. સ્વાદ મુજબ મીઠુ
  18. સ્વાદ મુજબ સંચર
  19. 1 ચમચીઆમચૂર પાઉડર
  20. 1લીંબુ નો રસ
  21. 2બરફ ના ક્યુબ
  22. 1/2 ચમચીશેકેલુ જીરૂ અધકચરું
  23. 1 ચમચીગોળ
  24. જરૂર મુજબ પાણી
  25. 6-7તીખા લીલા મરચાં

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    4 થી 5 કલાક પલાળીને રાખેલા ચણા ને પ્રેસર કુકર મીઠુ એડ કરી મા 4 થી 5 સિટી વગાડી બાફી લેવા. થોડી વાર બાદ પાણી નીતારી લેવુ.

  2. 2

    બટાકા ને પ્રેસર કુકર મા બફિ લેવા. ઠંડા થયા બાદ છાલ કાઢી સમારી લેવા.

  3. 3

    ખજુરને પલાળીને બ્લેન્ડ કરી તેમા ચપટી મીઠુ,ચપટી ગરમ મસાલો,ચપટી ધાણાંજિરૂ એડ કરી મિક્સ કરવું.મીઠી ચટણી રેડિ છે.જો તમે સાથે આંબલી એડ કરવી હોય તો કરી સકો છો.

  4. 4

    ફુદિનો,આદુ,મરચા,કોથમીર ને મિક્સર ઝાર મા લઈ તેમા બરફ ના 2 ક્યુબ ઍડ કરી ગ્રાઇંડ કરવું.પેસ્ટ કરવી.

  5. 5

    1 ગ્લાસ પાણી તપેલી મા લઈ તેમા આમચૂર પાઉડર,સંચર,ગોળ,શેકેલા જીરૂ નો પાઉડર,લીંબુ નો રસ,મીઠુ એડ કરી મિક્સ કરવું.ત્યાર બાદ તેમા 1 લીટર ઠન્ડૂ પાણી એડ કરી ફુદિના નિ પેસ્ટ એડ કરવી.મિક્સ કરવું.રેડિ છે ફુદિના નું ટેસ્ટી અને તીખું પાણી.

  6. 6

    પુરીમાં કાણું કરી તેમાં ચણા બટાકા ડુંગળી તળેલા બી સેવ,ફુદિના નું પાણી અને ખજૂર ની ચટણી ઉમેરી પાણીપુરી ની મજા માણો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sapana Kanani
Sapana Kanani @sapana123
પર
Jamkhambhalia
નવું શિખવા માટે હમેશા તત્પર....
વધુ વાંચો

Similar Recipes