ગ્રીન કેક (Green Cake Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

#KS4 વાટી દાળના ખમણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

આઠ કલાક
ચાર વ્યક્તિ
  1. 1 કપચણાની દાળ
  2. 1 ચમચીચોખા
  3. 2ચમચા દહીં
  4. ૧ નાની ચમચીમીઠું
  5. ૪ ચમચીખાંડ
  6. 1/2 ચમચીલીંબુના ફૂલ
  7. 1/2 વાટકી/ ગ્રીન ચટણી
  8. 1/2 વાટકીલાલ મરચા ની સોસ
  9. 1/2 વાટકીખજૂર આમલીનું પાણી
  10. 2ચમચા કોપરાનો પાઉડર
  11. ૧ નાની ચમચીબીટ પાઉડર
  12. 2ચમચા માખણ
  13. 10 નંગલીલી દ્રાક્ષ
  14. 2 ચમચીતેલ
  15. ૧ નાની ચમચીસાજી

રાંધવાની સૂચનાઓ

આઠ કલાક
  1. 1

    સૌપ્રથમ ચણા દાળ અને ચોખાને ચાર કલાક પલાળવા પછી તેને મિક્સરમાં દહીં લીંબુ ના ફૂલ ઉમેરી ક્રશ કરો તેમાં ખાંડ મીઠું અને સાજી ઉમેરો

  2. 2

    બધું મિક્સ કરી ચાર પાંચ મિનિટ ફીણવું ત્યારબાદ તેમાં તેલ ઉમેરી ફરી ૨ થી ૩ મિનિટ નું ભેરવો ત્યારબાદ તેને ઢાંકીને ગરમ જગ્યા પર રાખી દેવો

  3. 3

    પાંચ કલાક પછી આથો આવી જશે ત્યારબાદ ઢોકળીયામાં પાણી ઉકળે પછી તેમાં એક ચપટી સાજીના ફૂલ ઉમેરી 1/2 ચમચી પાણી નાખી હલાવી તરત ઢોકળીયામાં બે ડિશમાં તેલ લગાવીને મૂકવું લગભગ 15 મિનિટમાં થઇ જશે ટુથપીક લગાવીને જોવું

  4. 4

    ડી શને ઠંડી થવા દેવી ઠંડી થાય પછી આખી ડીશ ને હળવેથી ઉથલાવી ત્યારબાદ તેમાં છરીથી ૨ સ્લાઈસ કરવી એક સ્લાઇસ પર ખજૂર આમલીનું પાણી લગાવી તેની પર ગ્રીન ચટણી પાથરવી ત્યારબાદ બીજું લેયર મૂકી તેની પર ખજુર-આંબલી નું પાણી લગાવી લાલ મરચાની ચટણી લગાવો

  5. 5

    તેની પર ત્રીજી સ્લાઈસ મૂકી માખણ લગાવવું તેની પર કોપરાનો પાઉડર અને બીટ પાઉડર છાંટવો દ્રાક્ષ અને કાપીને તેનાથી ડેકોરેટ કરવું

  6. 6

    તૈયાર છે આપણી ગ્રીન કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

Similar Recipes