વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

#FFC3
વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે.

વાટી દાળના ખમણ (Vati Dal Khaman Recipe In Gujarati)

#FFC3
વાટી દાળના ખમણ એ સુરતનું જાણીતું ફરસાણ છે. આ ખમણ ખાવામાં સહેજ ખાટ્ટા હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ કપચણાની દાળ
  2. ૧/૪ કપદહીં
  3. ૧ ચમચીલીંબુનો રસ
  4. ૨ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  5. ચપટીહળદર
  6. ચપટીહિંગ
  7. ૨ ચમચીતેલ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૧ ચમચીઈનો (ફ્રૂટ સોલ્ટ)
  10. વઘાર માટે➡️
  11. ૪ ટેબલસ્પૂનતેલ
  12. ૧ ચમચીરાઈ
  13. મીઠાં લીમડાના પાન જરૂર મુજબ
  14. ફરસાણની કઢી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ચણાની દાળને બરાબર ધોઈને ૪-૫ કલાક માટે પલાળી રાખો. હવે તેમાંથી બધું પાણી નિતારી તેમાં દહીં તથા લીંબુનો રસ ઉમેરી અધકચરી એવી પાણી ઉમેર્યા વગર ક્રશ કરી લો.

  2. 2

    હવે આ મિશ્રણને ઢાંકીને ફરી ગરમ જગ્યાએ ૬-૭ કલાક માટે આથો લાવવા માટે મૂકો.

  3. 3

    હવે એક ઢોકળીયામાં પાણી લઈ, જેમાં ખમણ બનાવવાના છે તે થાળી તેલથી ગ્રીસ કરી ૧૦ મિનિટ માટે ગરમ કરવા મૂકો.

  4. 4

    હવે આ મિશ્રણમાં આદુ મરચાની પેસ્ટ, મીઠું, હળદર, હિંગ, તેલ ઉમેરી બરાબર મિક્સ કરો. મિશ્રણ જાડું લાગે તો ૨-૩ ચમચી પાણી ઉમેરી મિક્સ કરો.

  5. 5

    હવે મિશ્રણમાં ઈનો તથા પાણી ઉમેરી ૨ મિનિટ માટે એકજ તરફ ચમચાથી બરાબર હલાવો જેથી મિશ્રણમાં હવા ભરાશે અને ખમણ એકદમ સરસ ફૂલશે.

  6. 6

    હવે આ મિશ્રણ પહેલેથી ગરમ કરેલ થાળીમાં પાથરી, ઢાંકીને ૨૦-૨૫ મિનિટ માટે બાફવા મૂકો.

  7. 7

    હવે ખમણ થઈ જાય પછી તેને ઠંડા કરી, કાપા પાડી લેવા અને વઘાર માટેનું તેલ મૂકી તેમાં રાઈ, લીમડો અને હિંગનો વઘાર કરી આ વઘાર ઉપર રેડી આ ખમણને ગરમ ગરમ ફરસાણની કઢી સાથે સર્વ કરો.

  8. 8
  9. 9

લિન્ક્ડ રેસિપિસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes