બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Varsha Patel
Varsha Patel @jalpa_7565
Surat

#CT
આજે મેં સુરત માં કુંભારીયા ના ગણપત કાકા ના ફેમસ બટાકાવડા બનાવ્યા છે બટાકા વડા એ સવાર ના નાસ્તા કે રાત્રે ડીનર મા પણ બનાવી શકાય છે આમ તો આપણે લીલુ લસણ નાખી ને બનાવતા હોય છે.પણ મે આજે સૂકા લસણ ની પેસ્ટ નાંખી ને બનાવ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામબટાકા
  2. સ્વાદ પ્રમાણેમીઠું
  3. 2 સ્પૂનઆદુ લસણ અને મરચાં ની પેસ્ટ
  4. 3 સ્પૂનખાંડ
  5. 1 ટીસ્પૂનજીરું
  6. 1 ટી સ્પૂનવરીયાળી
  7. 1 નંગલીંબુ
  8. કોથમીર જરૂર મુજબ
  9. લીલું લસણ જરૂર મુજબ
  10. તળવા માટે તેલ
  11. ખીરા માટે : -
  12. 1 વાટકીબેસન
  13. મીઠું સ્વાદ મુજબ

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    સૌ પ્રથમ બટાકા ને ધોઈ ઢોકળા ના કુકર માં બાફી લો.હવે બટાકા બફાઇ પછી તેની છાલ ઉતારી લો.

  2. 2

    હવે એક વાસણમાં બટાકા ને મેશ કરી તેમાં બધા મસાલા નાંખી મીક્ષ કરી લો.

  3. 3

    હવે મીશ્રણ ના મીડીયમ સાઇઝના ગોળા વાળી લો.

  4. 4

    હવે વડા માટે બહુ જાડુ પણ નહી અને પતલુ પણ નહી તે રીતે ખીરું તૈયાર કરો.

  5. 5

    હવે એક કઢાઇ માં તેલ ગરમ કરવા મૂકી તૈયાર કરેલા ખીરા મા વડા ને ડીપ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળી લો.

  6. 6

    તો તૈયાર છેગરમા ગરમ બટાકા વડા સવઁ કરવા માટે સોસ અથવા ચટણી સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Varsha Patel
Varsha Patel @jalpa_7565
પર
Surat

ટિપ્પણીઓ (8)

Similar Recipes