બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#CB2
#week2
છપ્પનભોગ ચેલેન્જ
આજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે.

બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)

#CB2
#week2
છપ્પનભોગ ચેલેન્જ
આજે મેં સુરતના ફેમસ ગણપતકાકા ના બટાકા વડા બનાવ્યા છે. બટાકા વડાના બે ભાગ કરી તેમાં લીંબુ નાખીને સાથે કાંદા અને મરચાં સાથે ખવાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 1 કિલોબટાકા
  2. 2 કપસમારેલી કોથમીર
  3. 1 કપસમારેલું લીલું લસણ
  4. 10-12પોપટી કલર ના મરચાં ક્રશ કરેલા
  5. 1 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  6. 1 ટેબલ સ્પૂનઆદુ ની પેસ્ટ
  7. 8-10મીઠા લીમડાનાં પાન
  8. 2 ટેબલ સ્પૂનદળેલી ખાંડ
  9. 1-2 નંગલીંબુ નો રસ
  10. 1 ટેબલ સ્પૂનધાણાજીરા નો પાઉડર
  11. 2 ટેબલ સ્પૂનતલ
  12. 1/2 ટી સ્પૂનગરમ મસાલો
  13. 1 ટેબલ સ્પૂનતેલ
  14. 1 ટી સ્પૂનરાઈ
  15. 1/4 ટી સ્પૂનહળદર
  16. મીઠું સ્વાદ મુજબ
  17. 2 કપબેસન
  18. મીઠું સ્વાદ મુજબ
  19. તળવા માટે તેલ
  20. એસેમ્બલ માટે:-
  21. સમારેલા કાંદા
  22. તળેલા મરચા
  23. લીંબુ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ બટાકાને વરાળથી કુકરમાં ત્રણ સીટી વગાડી બાફી લેવા. પછી ઠંડા પડે એટલે છાલ ઉતારી મેસ કરી લેવા. કોથમીર અને લીલા લસણ ને ઝીણું સમારી લેવું. આદુ મરચાં અને લસણ ને વાટી લેવા. બેસન નું ખીરું બનાવી લેવું.

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને લીમડાનો વઘાર કરવો. પછી તેમાં આદુ- મરચાં અને લસણ ની પેસ્ટ સાંતળો. પછી તેમાં હળદર અને તલ ઉમેરી મિક્સ કરી લો. પછી તેમાં લીલુ લસણ અને કોથમીર ઉમેરી એક મિનિટ સાંતળી ગેસ બંધ કરી લેવો.

  3. 3

    હવે આ મસાલો બટાકાના માવામાં ઉમેરી સાથે મીઠું,ખાંડ,લીંબુનો રસ,ધાણાજીરાનો પાઉડર અને ગરમ મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી લેવું અને તેમાંથી મિડિયમ સાઈઝના ગોળા બનાવી લેવા.

  4. 4

    હવે બટેકા વડા ના ગોળા ને બેસનના ખીરામાં બોળી ગરમ તેલમાં તળી લેવા.

  5. 5

    હવે ગરમાગરમ બટાકા વડા ને કાદાં, તળેલા મરચાં અને લીંબુ સાથે સર્વ કરો.

  6. 6
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes