રગડા વાળી ભેળ (Ragda Bhel Recipe In Gujarati)

Ekta Pinkesh Patel
Ekta Pinkesh Patel @ekta5190
New Ranip, Ahmedabad
શેર કરો

ઘટકો

  1. રગડા માટે
  2. 1 વાટકીસૂકા વટાણા
  3. 2 નંગબટાકા
  4. 2 ટેબલસ્પૂનતેલ
  5. 1 ટી સ્પૂનરાઈ
  6. 1 ટી સ્પૂનજીરુ
  7. ૧ ટી.સ્પૂનલાલ મરચું પાઉડર
  8. 1 ટીસ્પૂનહળદર પાઉડર
  9. 1/2 ટીસ્પૂન હિંગ
  10. 1 ટીસ્પૂનધાણા-જીરુ પાઉડર
  11. મીઠું સ્વાદાનુસાર
  12. ભેળ માટે
  13. વઘારેલા મમરા
  14. ખજૂર આમલીની ચટણી
  15. ઝીણી સમારેલી ડુંગળી
  16. ચાટ પૂરી
  17. ઝીણી સેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકી વટાણાને ધોઈને ૫ કલાક પલાળી રાખો.

  2. 2

    ખજૂર અને આમલીને ધોઈને કુકરમાં બાફી લો. પછી તેને બ્લેન્ડરથી ક્રશ કરી લો.

  3. 3

    પછી તેને ગળણી થી ગાળી લો પછી તેને ગેસ પર ગરમ કરવા મુકો અને તેમાં 1/2વાટકી ગોળ અને ૧ ટી.સ્પૂન ધાણાજીરું નાખો. અને બે મિનિટ માટે ઉકાળો તૈયાર છે ખજૂર આમલીની ચટણી..

  4. 4

    બટાકાને છોલીને વટાણા સાથે કૂકરમાં પાંચથી છ સીટી વગાડી ને બાફી લો.

  5. 5

    એક કડાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરુ, હળદર, હિંગ નાખો. પછી તેમાં વટાણા બટાકા નાખી બાકીનો બધો મસાલો નાખો. અને જરૂર પૂરતું પાણી નાખી બે મિનિટ માટે ઉકાળો.

  6. 6

    મમરા ની ચાળી ને એક તપેલીમાં તેલ મૂકી તેમાં રાઇ, જીરૂ, હળદર, હિંગ નાંખી મમરા નાખી હલાવો. પછી તેમાં લાલ મરચું પાઉડર, દળેલી ખાંડ અને મીઠું નાખી ૨ મિનીટ માટે શેકવા દો. તૈયાર છે મમરા..

  7. 7

    હવે ભેળને સર્વ કરો. એક બાઉલમાં રગડો લો. તેને ઉપર મમરા, ઝીણી સેવ, ખજૂર આમલીની ચટણી, ચાટ પૂરી, ઝીણી સમારેલી ડુંગળી નાખો. તેમાં કોથમીર પણ નાખી શકાય.

  8. 8

    તૈયાર છે રગડા વાળી ભેળ.... તેને મિક્સ કરીને સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Pinkesh Patel
પર
New Ranip, Ahmedabad

ટિપ્પણીઓ (4)

Reechesh J Chhaya
Reechesh J Chhaya @ReecheshChhaya
રગડા ભેળ સુપર ડુપર ! 😊 👍 👌 💐

Similar Recipes