અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)

Darshna Mavadiya
Darshna Mavadiya @Darsh10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો
  1. 1 કપઅડદ ની ફોતરા વગર ની દાળ
  2. 1ટામેટું સમારેલું
  3. 1લીલું મરચું સમારેલું
  4. 1/2 ચમચીછીણેલું આદુ
  5. 5-6લીમડા ના પાન
  6. 1પિંચ હિંગ
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. 1/2 ચમચીહળદર પાઉડર
  9. 1/2 કપલસણ ની ચટણી
  10. 2-3 ચમચીતેલ
  11. 1લીંબુ
  12. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાળ ને ધોઈ લેવી ત્યારબાદ 30 મિનિટ માટે પલાળી દેવી.

  2. 2

    ત્યારબાદ એક કુકર માં પાણી ઉમેરી તેમાં હળદર પાઉડર અને મીઠું,લીમડા ના પાન તેમજ હિંગ ઉમેરવી.પાણી ઉકળે એટલે તેમાં પલાળેલી દાળ ઉમેરવી અને ચમચા થી હલાવીને કુકર નું ઢાંકણું બંધ કરી દેવું.અને 3-4 સિટી થવા દેવી.

  3. 3

    ત્યાર બાદ ગેસ બંધ કરી ને કુકર ની હવા નીકળવા દેવી પછી જ કુકર ખોલવું. દાળ ને ચેક કરી લેવી કે દાળ બરાબર ચડી ગઈ છે કે નઇ.

  4. 4

    પછી તેમાં સમારેલા ટામેટા, મરચા તેમજ છીણેલું આદું ઉમેરી ને થોડું પાણી ઉમેરી ફરી ગેસ પર મૂકી દો પણ કુકર નું ઢાંકણું ઊંધું રાખી ને ધીમા તાપે ટામેટા,મરચા ને દાળ માં એક રસ થવા દેવા.

  5. 5

    દાળ એક રસ થાય જાય એટલે ગેસ બંધ કરી ને તેમાં લીંબુ નો રસ ઉમેરવો. અને બરાબર મિક્સ કરવું.

  6. 6

    ત્યાર બાદ એક પેન માં તેલ ઉમેરી તેને ગરમ થવા દેવું પછી તેમાં હિંગ ઉમેરવી અને લસણ ની ચટણી માં થોડું પાણી ઉમેરી ને ગરમ તેલ માં ઉમેરી દેવી.પછી તેમાં જરૂર મુજબ મીઠું ઉમેરવું અને પાણી બળી જાય એટલે ગેસ બંધ કરી દેવો

  7. 7

    ત્યાર બાદ તેને ત્યાર કરેલ દાળ માં કોથમિર અને લીમડા ના પાન થી ગર્નીસ કરી ને લસણ ની ચટણી,રોટલા કે રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Darshna Mavadiya
પર

Similar Recipes