સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
Gujarat

#AM2
આ રાઈસ એકદમ ટેસ્ટી બને છે. નાના મોટા સૌ ને ભાવે છે. પુલાવ આપણે અવારનવાર કરતાં હોઈએ ત્યારે આજે આપણે થોડો અલગ સ્વાદ લાવીને સેઝવાન રાઈસ બનાવીએ.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 1 કપબાસમતી રાઈસ
  2. 5 tbspસેઝવાન ચટણી (મારી અગાઉ ની સેઝવાન ચટણી ની રીત જોઈ શકો છો)
  3. 2 tbspસમારેલું ગાજર
  4. 2 tbspસમારેલું કેપ્સિકમ
  5. 2 tbspસમરેલી ડુંગળી
  6. 2 tbspસમારેલી ફણસી
  7. 2 tspઆદુ મરચાં લસણ ની પેસ્ટ
  8. 2 tbspટોમેટો સોસ
  9. 1 tbspરેડ ચીલી સોસ
  10. 1 tspસોય સોસ
  11. 1લીંબુ નો રસ or વિનેગર
  12. સ્વાદ મુજબ મીઠું
  13. 2 tbspતેલ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌથી પહેલા તો આપણે બાસમતી રાઈસ ને એકદમ છુટા રાંધી ને ઓસાવી લેવાના. ને બને તેટલા ઠન્ડા થઇ જાય તો વધુ સારુ. બધા શાકભાજી ને જીણા સમરવા અથવા ચોપ્પર માં જીણા સમારી લેવાં. આદુ મરચા લસણ ની પેસ્ટ મિક્સર માં કરી લેવી.પછી કડાઈ માં તેલ લઇ તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી સાંતલવી.

  2. 2

    હવે તેમાં બધા જ સમારેલા શાકભાજી ઉપરાંત મીઠું, સેઝવાન ચટણી, રેડ ચીલી સોસ, ટોમેટો સોસ, સોય સોસ, લીંબુ નો રસ બધું જ નાખી ફુલ ગેસ પર સાંતલસુ. ત્યાર બાદ બનાવેલા રાઈસ નાખી મિક્સ કરશુ. અને પછી ગરમાગરમ સર્વ કરશું.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_1982
પર
Gujarat
cooking is my hobby 😋😊
વધુ વાંચો

Similar Recipes