ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)

Komal Doshi
Komal Doshi @komal
Dubai

#KS6
પટ્ટી સમોસા સાંજ ની ચા કે કિટ્ટી પાર્ટી માટે સૌથી સરળ અને ટેસ્ટી નાસ્તો છે. આ ઘર ની બનાવેલ પેસ્ટરી શીટ માંથી બને છે. પણ આજ કાલ બહાર ત્યાર શીટ પણ મળે છે. તમે એમાંથી આ આરામ થી ને જલ્દી થી બનાવી સકો છો.

ઈરાની પટ્ટી સમોસા (Irani Patti Samosa Recipe In Gujarati)

#KS6
પટ્ટી સમોસા સાંજ ની ચા કે કિટ્ટી પાર્ટી માટે સૌથી સરળ અને ટેસ્ટી નાસ્તો છે. આ ઘર ની બનાવેલ પેસ્ટરી શીટ માંથી બને છે. પણ આજ કાલ બહાર ત્યાર શીટ પણ મળે છે. તમે એમાંથી આ આરામ થી ને જલ્દી થી બનાવી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો
  1. કણક બાંધવા માટે (પટ્ટી માટે)
  2. ૧ કપઘઉં નો લોટ
  3. ૧/૨ કપમેંદો
  4. મીઠું
  5. ૨ ચમચીહુંફાળું તેલ
  6. પાણી જરૂર મુજબ
  7. પૂરણ માટે
  8. સમારેલી ડુંગળી
  9. ૧/૪ કપધાણા
  10. ૩-૪ સમારેલાં લીલા મરચાં
  11. ૧ ચમચીલાલ મરચું
  12. ૧ ચમચીગરમ મસાલો
  13. ૧/૪ ચમચીહળદર
  14. ૧ ચમચીધાણજીરૂ
  15. મીઠું સ્વાદાનુસાર
  16. ૨ (૧/૨ ચમચી)પોંઆ
  17. અન્ય સામગ્રી
  18. મેંદા ની સલરી
  19. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સમોસા ની પટ્ટી બનાવવા માટે સૌથી પહેલાં આપડે લોટ બાંધી લઈશું. તેના માટે એક બાઉલ માં ઘઉં નો લોટ, મેંદો,મીઠું અને હુંફાળુ તેલ લઇ ને લોટ મિક્સ કરી લો.

  2. 2

    હવે તેમાં થોડું થોડું કરી ને પાણી ઉમેરીને ને લોટ બાંધી લઈશું. લોટ રોટલી કરતા થોડો કઠણ અને પરાઠા કરતાં થોડો ઢીલો રાખવો. હવે તેને થોડું તેલ લગાવી ને ૩૦ મિનિટ માટે સાઇડ પર મૂકી દો.

  3. 3

    ૩૦ મિનિટ પછી લોટ ને થોડો મસળી લઈને તેના લુઆ બનાવી લઈશું. લુઆ થોડા મોટા રાખીશું. અહી હું એક સાથે ૨ લુઆ ની પટ્ટી બનાવું છું. તમે એક એક કરી ને પણ બનાવી શકો છો. હવે ૨ લુઆ લઈ ને તેને આ રીતે પૂરી જેટલી સાઇઝ માં વની લો.

  4. 4

    એક પૂરી પર તેલ લગાવી તેની પર થોડો મેંદો ભભરાવી ને તેની ઉપર બીજી પૂરી મૂકી દો.

  5. 5

    બંને પૂરી ને રોટલી ની જેમ એકદમ પાતળી વણી લો. આપડે જેમ બેવડી રોટલી બનાઇ એ છે તેમ. હવે તવો ગરમ કરો. અને ૩૦ સેકંડ પછી તેને તરત જ પલટાવી દો. રોટલી ને બહુ ચઢવા દેવી નઇ.

  6. 6

    એ જ રીતે બીજી બાજુ પણ ૩૦ સેકંડ પછી રોટલી ઉતારી લો. હવે તેને વચ્ચે થી આ રીતે છુટ્ટી પાડી દો.

  7. 7

    હવે બંને રોટલી ને જોડે મૂકી ને કટર ની મદદ થી આ રીતે બધી કિનારી કાપી લો. અને પછી વચ્ચે થી લાંબી કાપી ને તેની પટ્ટી ત્યાર કરો.

  8. 8

    આ રીતે બધી પટ્ટી બનાવી લો. આ પટ્ટી ને તમે સ્ટોર પણ કરી શકો છો. કાપેલી કિનારી ને તળી ને તમે ખાખરા જેવું બનાવી ને ઉપયોગ માં લઇ સકો છો.

  9. 9

    હવે આપડે સમોસા નું પૂરણ તૈયાર કરીશું. તેના માટે એક બાઉલ માં ડુંગળી ધાણા અને બધા મસાલા નાખીશું.

  10. 10

    તેમાં પોઆં ઉમેરીને હાથ ની મદદ થી મિક્સ કરી લો.

  11. 11

    હવે પૂરણ ભરવા માટે એક પટ્ટીને પહેલાં એક કિનારી થી ત્રિકોણ વાળી લઈશું. બીજી વાર તેને ફરી એક વાર વાળી લઈશું.

  12. 12

    હવે તેમાં પૂરણ ભરી ને બીજી બાજુ મેંદા ની સ્લરી લગાવી ને સમોસા ને આ રીતે ત્રિકોણ બંધ કરી દઈશું.

  13. 13

    આ રીતે આપડે બધા સમોસા ત્યાર કરી લઈશું.

  14. 14

    હવે એક કઢાઈ માં તેલ ગરમ કરો. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં સમોસા ને તળી લઈશું. સમોસા ધીમા તાપે તળવા. હલકા ગોલ્ડન બ્રાઉન થાય એટલે તેને પલટાવી દેવા. આ રીતે બંને બાજુ થી સરસ ગોલ્ડન બ્રાઉન રંગના તળી લેવા.

  15. 15

    સમોસા ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલે તેને એક ટિસ્સ્યું પેપર પર કાઢી લો.

  16. 16

    આ સમોસા ને તિખી અને મીઠી ચટણી કેં સોસ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Doshi
Komal Doshi @komal
પર
Dubai
I'm very passionate about cooking. like to try new new recipes. for that I thank to my family who always support me.
વધુ વાંચો

Similar Recipes