પટ્ટી સમોસા(Patti Samosa Recipe In Gujarati)

Beena Radia
Beena Radia @cook_26196767
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40 મિનીટ
15- નંગ
  1. 1 બાઉલ બાફેલા બટાકા
  2. 1/2 કપબાફેલા વટાણા
  3. 1 કપલીલી ડુંગળી
  4. 1 ચમચીઆદું મરચાં લસણ ની પેસ્ટ
  5. 1 ચમચીતેલ
  6. 1 ચમચીરાઈ જીરુ
  7. 1/4 ચમચીહિંગ
  8. 1/2 ચમચીહળદર
  9. 1 ચમચીલાલ મરચુ
  10. 1 ચમચીધાણજીરૂ
  11. 2 ચમચીગરમ મસાલો
  12. 1 ચમચીઆમચૂર
  13. 2 ચમચીકોથમીર
  14. મીઠું સ્વાદ મુજબ
  15. 4 ચમચીમેંદા નો લોટ
  16. પાણી જરૂર મુજબ
  17. તળવા માટે તેલ
  18. સમોસાપટ્ટી

રાંધવાની સૂચનાઓ

40 મિનીટ
  1. 1

    પેન માં 1 ચમચી તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હિંગ નાખી તતડે એટલે તેમાં આદું મરચા લસણ ની પેસ્ટ સાંતળી લો ડુંગળી નાંખીને બરાબર હલાવો ચડી જાય એટલે બાફેલા વટાણા ઉમેરો

  2. 2

    બાફેલા બટાકા મેશ કરી ને નાંખો બધા મસાલા કરી બરાબર મસળી લો કોથમીર નાખી ગેસ બંધ કરી ઠરવા દો

  3. 3

    મેંદા ના લોટ મા પાણી ઉમેરી લઈ બનાવો સમોસાપટ્ટી લઇ સમોસા ના આકાર મા વાળી સ્ટફિંગ ભરી લઈ થી ચોટાડી દો

  4. 4

    સમોસા ને ગરમ તેલ માં તળી લો તૈયાર છે સ્વાદિષ્ટ પટ્ટી સમોસા ચટણી સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Beena Radia
Beena Radia @cook_26196767
પર

ટિપ્પણીઓ

Similar Recipes