ટુટી ફ્રુટી બિસ્કીટ (Tutti Frutti Biscuit Recipe In Gujarati)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul

બિસ્કીટ એમ તો બધા ને ભાવતા જ હોઈ છે પણ એમાં અલગ અલગ ટેસ્ટ આવતા હોઈ છે જે વધુ ટેસ્ટી બનાવે છે એવા જ એક પાઉડર ને ટુટી ફૂટી થી બનતા બિસ્કીટ બનાવ્યા છે જે ખુશ જ સરસ અને બાળકો ને પણ ખુશ ભાવે છે.

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

25 મિનિટ
12 બિસ્કીટ
  1. 75 ગ્રામબટર એટ રૂમ ટેમ્પેચર ▢
  2. 1/2 કપપાઉડર ખાંડ
  3. 1 કપમેંદો
  4. 1/4 કપકસ્ટર્ડ પાઉડર વેનીલા ફ્લેવર્સ
  5. ચપટીસોલ્ટ
  6. 1/4 ટીસ્પૂનબેકિંગ પાઉડર
  7. ચપટીબેકિંગ સોડા
  8. 3 ટેબલ સ્પૂનરેડ ટુટી ફૂટી
  9. 3 ટેબલ સ્પૂનગ્રીન ટુટી ફૂટી
  10. 2 ટેબલ સ્પૂનકાજુ નો ભુક્કો
  11. 2 ટેબલ સ્પૂનસ્વીટ વરિયાળી
  12. 1 ટીસ્પૂનપાયનેપલ અસેન્સ
  13. 2 ટેબલ સ્પૂનમિલ્ક

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બોલ લઈ તેમાં બટર અને ખાંડ બંને લેવું.

  2. 2

    હવે તેને બ્લેન્ડર ની મદદ થી એકદમ સ્મૂઠ બની જાય ત્યાં સુધી બરાબર મિક્સ કરવું.

  3. 3

    હવે એક ચાળણી લઈ તેમાં મેંદો બેકિંગ સોડા. બેકિંગ પાઉડર. મીઠું અને કસ્ટર્ડ પાઉડર નાખીને બરાબર મિક્ષ કરવું અને ચાળી લેવું.

  4. 4

    હવે તેમાં બધી ટુટી ફૂટી નાખીને બરાબર મિક્સ કરવું અને સાથે કાજુ અને વરિયાળી પણ નાખીને મિક્સ કરવું.

  5. 5

    હવે તેમાં મિલ્ક અને અસન્સે નાખીને બરાબર મિક્ષ કરવું અને લોટ બાંધો એ રીતે ઢીલું કણક બાંધી લેવી. જરૂર પડે થોડી મિલ્ક એડ કરી શકાય છે.

  6. 6

    હવે બાંધેલી કણક લઈ ને તેને એક ગોળ આકાર કરી લેવો. અને ગોળ આકાર માં શેપ આપવો.

  7. 7

    હવે એક પ્લાસ્ટિક રેપ લઈ ને તેને બરાબર દાબીને વાળી લેવું અને 2 કલાક માટે ફ્રીજ કરવું જેથી એકદમ કડક બની જાય.

  8. 8

    હવે તેને બહાર કાઢીને તેને ચપ્પુ ની મદદ થી સહેલાઇ થી ધીરે ધીરે તૂટે નહિ એ રીતે તેને ગોળ ગોળ કાપવું.

  9. 9

    હવે તેને એક બેકિંગ ડિશ લઈ તેને બટર થી ગ્રીસ કરવું જેથી નીચે ચોંટે નહિ. હવે ગોળ કાપેલ બિસ્કીટ ને તેમાં મૂકો.

  10. 10

    હવે તેને બેક કરવા માટે ઓવન માં 15 મિનિટ માટે 180 ડિગ્રી સુધી બેક કરવું. તમે તમારા ઓવન પ્રમાણે ડિગ્રી ને મિનિટ મૂકી શકો છો.

  11. 11

    હવે બિસ્કીટ રેડી છે તેને ઠંડા પાડીને એક એર ટાઈટ ડબ્બા માં ભરીને તેને એક વીક સુધી સ્ટોર કરી શકો છે.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

દ્વારા લખાયેલ

મેહુલ પ્રજાપતી કાનુડો
પર
I Love cooking because cooking is my hobby...
વધુ વાંચો

Similar Recipes