ટી ટાઈમ કૅક/ટુટી ફ્રુટી કૅક (Cake Recipe In Gujarati)

Payal Prit Naik
Payal Prit Naik @palu_nk

#GA4 #Week4
ટી ટાઈમ કૅક આમ તો ચા સાથે લેવાય છે.પણ આ એક એવી કૅક છે જે કોઈ પણ સમયે ખાઈ શકાય છે.અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.મારા ઘરમાં તો આ કૅક હરતા ફરતા ખવાય છે.😋

મારી આ રેસિપીથી કૅક ખૂબ જ સોફ્ટ બને છે.જો તમે ઘણી બધી રેસિપી ટ્રાય કરી છે અને ફૅઈલ થયા છો.તો મારી આ રેસિપી ટ્રાય કરી સુપર સોફ્ટ કૅક બનાવો.
***નોટ****
બધાં ઈન્ગ્રેડિયન્ટસ રૂમ ટેમ્પરેચર પર હોવા જરૂરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિ
  1. 1/2 કપમેંદો
  2. 1 ચમચી કસ્ટર્ડ પાઉડર
  3. 1/2 કપદળેલી ખાંડ
  4. 1/4 કપબટર
  5. 1/2 ચમચી બેકિંગ પાઉડર
  6. 1/8 ચમચી બેકિંગ સોડા
  7. 1/8 ચમચી વિનેગર
  8. 1/8 ચમચી વેનીલા એસેન્સ
  9. 1/2 કપદુધ
  10. 2 ચમચી કન્ડેન્શડ મિલ્ક
  11. 2 ચમચી ટુટીફ્રુટી-1 ચમચી મેંદામાં રગદોળવું

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    હું આ કૅક આજે ગેસ પર બનાવવાની છું તેથી સૌપ્રથમ ગેસ પર એક નોનસ્ટીક કઢાઈ ગરમ કરવા મૂકી દેવું.તમે અહીં કોઈ પણ મોટું વાસણ,ઈદડાનું કુકર કે પેણિયું પણ લઈ શકો.પણ ધ્યાન રાખવું કે વાસણ થોડું જાડુ લેવું.તેમાં થોડું મીઠું પાથરી દેવું અને એક સ્ટેન્ડ મૂકવું જેથી કૅકનું વાસણ કઢાઈના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ના રહે.હવે કઢાઈને ઢાંકી એને સ્લો ગેસ પર પ્રિહીટ થવા દો.

  2. 2

    બધા ડ્રાય ઈન્ગ્રેડિયન્ટ્સ (મેંદો,કસ્ટર્ડ પાઉડર,બેકિંગ પાઉડર,બેકિંગ સોડા,દળેલી ખાંડ)ને 2 વાર ચાળી લો.

  3. 3

    હવે એક બાઉલમાં ડ્રાય મિશ્રણ લઈ તેમાં બટર અને વેનીલા એસેન્સ અને કન્ડેન્શન્ડ મિલ્ક ઉમેરી મિક્ષ કરો.તેમાં ટુટી ફ્રુટી ઉમેરી હલાવો.હવે તેમાં ધીમે ધીમે દૂધ ઊમેરતા જઈ વ્હીસ્ક થી બરાબર મિક્ષ કરો.પછી તેમાં વિનેગર ઉમેરી હલાવી ગ્રીસ કરેલા ટીનમાં ટ્રાન્સફર કરો.તેને પ્રિહીટ કરેલા વાસણમાં મૂકી ઢાંકણ ઢાંકી દો.સ્લો-મિડિયમ ગેસ પર 20-30 મિનિટ થવા દો.

  4. 4

    20એક મિનિટ બાદ ટૂથ પીક નાખી ચૅક કરો.જો ટુથપીક ક્લીન બહાર આવે તો કૅક રેડી છે અને જો લોટવાળું નીકળે તો હજી થવા દો.આ પ્રોસેસ 5 મિનિટ પછી ફરી રીપીટ કરો.

  5. 5

    કૅક રેડી થાય એટલે ગેસ બંધ કરી કેક ને 2 મિનિટ અંદર જ રહેવા દો.પછી ટીન બહાર કાઢી ઠંડુ થવા દો.ત્યારબાદ કૅકને અનમોલ્ડ કરો. નોટ ::: તમારી કેક કિનારી છોડી દે એનો મતલબ કેક રેડી છે.

  6. 6

    તમે જોઈ શકો છો કૅક ખૂબ જ સ્પોન્જી અને સોફ્ટ બની છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Payal Prit Naik
પર

ટિપ્પણીઓ

Similar Recipes