આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)

ગુજરાતીમાં કેરી ના બાફલા તરીકે ઓળખાતું આ ડ્રિંક કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આ ડ્રિંક લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એમાં સાકર, બ્રાઉન ખાંડ કે ગોળ ઉમેરી ને હેલ્થી પણ બનાવી શકાય. તાજા ફુદીનાના પાન નો ઉપયોગ આ પીણાં ને ખૂબ જ રિફ્રેશિંગ અને ફ્લેવર ફૂલ બનાવે છે. આમ પન્ના માં મીઠું, શેકેલું જીરું અને સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એને ફક્ત કેસર અને ઈલાયચી ઉમેરી ને પણ બનાવી શકાય.
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગુજરાતીમાં કેરી ના બાફલા તરીકે ઓળખાતું આ ડ્રિંક કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. ઉનાળાની ઋતુમાં આ ડ્રિંક લૂ અને ગરમી સામે રક્ષણ આપે છે. સામાન્ય રીતે આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એમાં સાકર, બ્રાઉન ખાંડ કે ગોળ ઉમેરી ને હેલ્થી પણ બનાવી શકાય. તાજા ફુદીનાના પાન નો ઉપયોગ આ પીણાં ને ખૂબ જ રિફ્રેશિંગ અને ફ્લેવર ફૂલ બનાવે છે. આમ પન્ના માં મીઠું, શેકેલું જીરું અને સંચળ નો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ એને ફક્ત કેસર અને ઈલાયચી ઉમેરી ને પણ બનાવી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરીને ધોઇ ને એની છાલ ઉતારી લેવી હવે તેને એક પ્રેશર કુકરમાં અડધા કપ પાણી સાથે બાફી લેવી. બાફવા માટે ત્રણથી ચાર વ્હિસલ વગાડવી. હવે તેને ઠંડી થવા દેવી.
- 2
કેરીના ટુકડા, ખાંડ, મીઠું, સંચળ, શેકેલા જીરું નો પાઉડર, મરી અને ફૂદીનાને એક મિક્સર જારમાં ઉમેરવા હવે તેમાં 1/2 કપ પાણી ઉમેરીને બધું બરાબર વાટી લેવું. આમ પન્ના ની પેસ્ટ ફ્રીજમાં ચારથી પાંચ દિવસ સુધી રાખી શકાય. ખાંડને બદલે સાકર બ્રાઉન ખાંડ કે ગોળ નો પણ ઉપયોગ કરી શકાય. કેરીની ખટાશ પ્રમાણે ગળપણ વધારે ઓછું કરી શકાય.
- 3
હવે આમ પન્ના ના મિશ્રણને એક તપેલીમાં ઉમેરી તેમાં જરૂર પૂરતું પાણી ઉમેરીને બરાબર હલાવી લેવું અથવા તો ૩ થી ૪ ટેબલસ્પૂન મિશ્રણ એક ગ્લાસ માં ઉમેરી તેમાં બરફના ટુકડા અને ઠંડું પાણી ઉમેરીને હલાવી લેવું.
- 4
આમ પન્ના ને એકદમ ઠંડું સર્વ કરવું.
Similar Recipes
-
આમ પન્ના પોપ્સિકલ્સ (Aam Panna Popsicles Recipe In Gujarati)
ઉનાળાની ઋતુમાં ઠંડી વસ્તુઓ ખાવાની ખૂબ મજા પડે છે. ઘણા લોકો આઇસક્રીમ વગેરે ખાવાનું પસંદ કરે છે પરંતુ પોપ્સિકલ ખાવાની એક અલગ જ મજા છે. કાચી કેરી માંથી બનાવવામાં આવતા આમ પન્ના માંથી બનતી આ પોપ્સિકલ ખૂબ જ રિફ્રેશિંગ અને ચટપટી લાગે છે. ફુદીનાના ફ્લેવર વાળી આમ પન્ના પોપ્સિકલ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના કેરી બાફીને બનાવવામાં આવે છે પણ ઘણીવાર અચાનક કોઇ મહેમાન આવી જાય અને બાફી ને બનાવવા નો ટાઈમ હોતો નથી ત્યારે આ ઈન્સ્ટન્ટ આમ પન્ના બનાવી શકાય છે Hemanshi Sojitra -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ઉનાળામાં લૂ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવતું શરબત આમ પન્ના ના ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો અને મીઠો હોય છે જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે તો ચાલો જોઈએ તે કઈ રીતે બને છે. Asmita Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2 ઉનાળાની સિઝનમાં જ્યારે ગરમી પડે છે ત્યારે કાચી કેરી અને પાકી કેરી બંને ખુબ જ સરસ આવે છે. ગુજરાતીમાં કેરીના બાફલા તરીકે ઓળખાતું આ શરબત કાચી કેરી માંથી બનાવવામા આવે છે. ઉનાળાની ઋતુમાં કાચી કેરીનું સેવન કરવાથી લૂ જેવી બિમારીઓથી બચી સકાય છે. આમ પન્ના નો સ્વાદ ચટપટું, ખાટો અને મીઠો હોય છે...જે નાના બાળકોથી માંડીને મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે. તેમાંથી વિટામિન સી પણ ઘણાં સારા પ્રમાણમાં મળે છે. તો આજે મેં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. સામાન્ય રીતે આ આમ પન્ના બનાવવા માટે ખાંડ નો ઉપયોગ કરવામાં આવે છે...પરંતુ એમાં ખડી સાકર, બ્રાઉન ખાંડ કે દેસી ગોળ ઉમેરી ને હેલ્થી આમ પન્ના બનાવી સકાય છે. Daxa Parmar -
બાફલો, આમ પન્ના(baaflo, aam Panna recipe in Gujarati)
#સમર બાફલો, કેરી ફુદીના રિફ્રેશિંગ, આમ પન્ના વગેરે બધા નામ આપી શકાય છે આ ડ્રિંક પીવાથી ગરમી માં બહુ મદદગાર થાય છે આ બનાવીને તમે એક બે મહિના સુધી ફ્રિજમાં સ્ટોર કરી શકો છો. અડધી કેરીથી ચાર ગ્લાસ બને છે Roopesh Kumar -
મીન્ટી આમ પન્ના (Minti Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2આમ પન્ના ના અનેક ફાયદા છે, આમ પન્ના ગરમીની સિઝનમાં શરીરને ઠંડક આપે છે, આમ પન્ના માં Vitamin B6 હોય છે જેનાથી ડિપ્રેશન દૂર થાય છે, આમ પન્ના માં ભરપૂર માત્રા માં Iron મળી રહે છે, આમ પન્ના પીવાથી Immunity વધે છે. Rachana Sagala -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2કાચી કેરી માંથી વિટામિન સી મળે છે . ઉનાળામાં કાચી કેરી ખાવા થી લૂ લાગતી નથી . બાળકો કાચી કેરી ખાતા નથી એમને કોઈ ડ્રિન્ક બનાવી ને આપીએ તો તે પીવે છે . એટલે મેં આ આમ પન્ના બનાવ્યું છે . ગરમી માં આમ પન્ના પીવાથી ઠંડક મળે છે . Rekha Ramchandani -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
#EBWeek-2કાચી કેરી માંથી અનેક વાનગીઓ બનાવી શકાય છે તેમાની એક વાનગી છે આમ પન્ના તેને Rinku Bhut -
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe in Gujarati)
#EB6#WEEK6 - આમ પન્ના ગરમી ની ઋતુ માં સૌથી વધુ પીવાતું પીણું છે.. અહીં મેં ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવેલ છે.. જે કેરી ને બાફ્યા વિના ઝડપથી તૈયાર થઈ જાય છે.. Mauli Mankad -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB #week2Ranveer Brar style આમ પન્ના. પૃથ્વી પર નું અમૃત એટલે કેરી. આમ તો આમ પન્ના એ ઉત્તર ભારતની ટ્રેડીશનલ રેસીપી છે. Payal Bhaliya -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
મિત્રો ઉનાળો આવી ગયો છે કાચી કેરી પણ આવી ગઈ છે તો આમ પન્ના અને પીવાની ખૂબ જ મજા આવે છે કાચી કેરી અને ફુદીના થી બનેલું પીણું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે Rita Gajjar -
ફુદીના અને કેસર આમ પન્ના (Pudina Kesar Aam Panna Recipe In Gujarati)
#EB#Week2 ઉનાળો આવે એટલે કેરી ની સીઝન આવે મારા ઘરે આમ પન્ના બધા ને બહુ જ ભાવે છે એટલે હું બનાવી ને ફ્રીઝ માં સ્ટોર કરું છું અને તે ૧૨ મહિના સારું જ રહે છે એટલે જ્યારે પણ આમ પન્ના પીવાની ઈચ્છા થાય ત્યારે પી શકાય. Alpa Pandya -
રોસ્ટેડ આમ પન્ના (Rosted Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2થીમ - 2હેલ્ધી આમ પન્નાશેકેલી કેરી & ગોળ નો આમ પન્ના Ketki Dave -
ફુદીના આમ પન્ના (Mint Aam Panna Recipe In Gujarati)
#EB#week2#cookpadindia#cookpad_gujઆમ પન્ના કે બાફલા ના નામ થી પ્રચલિત એવું આ કાચી કેરી માંથી બનતું પીણું ઉનાળા ની ગરમી માં ઠંડક આપે છે. કાચી કેરી ને બાફી ને આ પીણું બનાવાય છે તેથી બાફલા તરીકે પણ ઓળખાય છે. ઉનાળાની ની તપતપતિ ગરમી માં લુ સામે રક્ષણ તો આપે જ છે સાથે સાથે તૃષા પણ સંતોષે છે. આજે મેં તેમાં ફુદીનો ઉમેરી ને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. ફુદીના ના પાન પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે. Deepa Rupani -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBWeek 2 આમ પન્નાપન્ના કી તમન્ના હૈ કી હીરા મુજે મિલ જાયે..... આ ગીત માં જે પન્ના આવે છે એ હીરા જવેરાત થી કઈ કમ નથી આ આમ પન્ના 😎..જી હા ગુજરાતીઓ ગરમી ને પણ મોજ થી ખાઈ પીને માણે, ગરમી માં લૂ ના લાગે અને શરીર ને પૂરતા પ્રમાણ માં વિટામિન સી મળી રહે અને ઠંડક થાય એ માટે બહુ જ સારું ઓપ્શન છે આ આમ પન્ના Bansi Thaker -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમીની સિઝનમાં આમ પન્ના પીવું ખૂબ ફાયદાકારક છે . તે ગરમીનો નિવારણ કરે છે અને બધા મસાલા નાખીને બનાવી હોવાથી ટેસ્ટી પણ બહુ લાગે છે.#EB#week2 Rajni Sanghavi -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
કેમ છો બધા મઝા માઆ આમ પન્ના શોધતા મને 5 day થયા કે ગુજરાતી માં શુ કેવાય આજે ખબર પડી કે મારા મમ્મી સાસુ અને ઘર ના ઘરડા કેરી નો બફલો બનાવતા તે બોલો ઘર ની જ વાનગી પણ કેવુ હશે આજે છેલ્લે મે બનાવી લીઘોઆમ પન્ના k બાફલો#EB# post 2 Khushbu Barot -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2ઉનાળાની સિઝનમાં કાચી કેરી નું શરબત,અથાણા,સલાડ વગેરે બનાવવામાં આવે છે. કાચી કેરી વિટામિન 'C' ની સાથે સાથે ઉનાળામાં ઠંડક આપે છે. કહેવાય છે ને કે ઉનાળામાં લૂ લાગે છે. તો કાચી કેરી નુ સલાડ, શરબત કોઈ પણ રીતે ખાવાથી તે ઉનાળાના તાપ સામે રક્ષણ કરે છે. Hetal Vithlani -
આમ પન્ના (Aam Panna Recipe in Gujarati)
#EB#week2આમ નામ સાંભળીને જ મોઢા માં પાણી આવી જાય છે. ઉનાળામાં કેરી નું શરબત, આમ પન્ના અથવા બાફલો બધે બનતુ જ હોય છે. જે હેલ્થ માટે પણ સારું છે.મેં અહિયા ખાંડ ની જગ્યા એ ગોળ નો ઉપયોગ કર્યો છે.આમ પન્ના ને બાફલો પણ કહે છે. કારણકે, કાચી કેરી ને બાફી ને બને છે. ગુજરાત માં ખીચડી ની સાથે આમ પન્નો લેવા મા આવે છે. Helly shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
ગરમી ની સિઝન માં આ આમ પન્ના પીવું હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તો આજે મેં પણ આમ પન્ના બનાવ્યું. Sonal Modha -
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe In Gujarati)
#EB#WEEK2#mango#cookpadindia#aampanna#quickrecipesહેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો.....આજે મેં ઇ-બુક ના બીજા વીક માટે આમ પન્ના નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. અહીંયા મેં ઇન્સ્ટન્ટ અને ફટાફટ બની જાય એવી સહેલી રીત અપનાવી છે. જેમાં કેરી ને બાફવાની પણ જરૂર પડતી નથી. અને તરત ફટાફટ તૈયાર પણ થઈ જાય છે. અહીંયા આમ પણ આમાં ખાંડની જગ્યાએ સાકર નો ઉપયોગ કર્યો છે જેથી શરીર માટે પણ ફાયદાકારક છે. સાકર ઠંડી હોવાથી ઉનાળામાં ફાયદાકારક છે।અચાનક કોઇ મહેમાન આવી જાય તો પણ ફટાફટ તૈયાર થઈ જાય છે. તો મિત્રો તમે બધા પણ જરૂરથી ટ્રાય કરજો...... Dhruti Ankur Naik -
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
#EB#week2 મિત્રો આજે હુ તમારી સાથે કેરી ની સીઝન જાય પછી પણ આમ પન્ના નો સ્વાદ માણી શકીએ તેવી રેસીપી શેર કરવા જઇ રહી છું Hemali Rindani -
ઇન્સ્ટન્ટ આમ પન્ના (Instant Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આયા મે ઇન્સ્ટન્ટ આમ પન્ના બનાવ્યો છે.જે તમે કેરી ને બાફી ને અને ખાંડ ની ચાસણી કરી ને પણ બનાવી શકો છો,જેનો પલ્પ કાઢી ફિઝર માં સ્ટોર કરી શકો છો. Hemali Devang -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week 2ગરમી શરૂ થાય અને કેરીની સીઝન શરૂ થાય અને તેમાં પણ ગરમીમાં લુ નો લાગે એટલા માટે ખાસ આમ પન્ના બનાવવામાં આવે છે અને ટેસ્ટી ચટપટુ આમ પન્ના લાજવાબ લાગે છે. Jyoti Shah -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#KRકાળ ઝાળ ગરમી માં શરીર ને ઠંડક આપતું કાચીકેરી નું આ પીણું ડીહાઈદ્રેશન થી બચાવે છે..બનાવી ને સ્ટોર કરી શકાય છે. Sangita Vyas -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujaratiઉનાળા ની ઋતુ માં જ્યારે ફળો નો રાજા કેરી પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે અને લગભગ બધાં ને જ કાચી અને પાકી બંને પ્રકાર ની કેરી પસંદ હોય છે.. ગરમી માં લાગતી લૂ ની બીમારી માં આ કાચી કેરી નું પીણું કે જેને આમ પન્ના કે ગુજરાતી માં કેરી નો બાફલો કેહવાય છે તે પીવાથી ઠંડક પ્રસરી જાય છે.. આ પીણું પિવાથી વિટામિન સી મળે છે જે ઇમ્મુનીટી વઘારવામાં પણ મદદ કરે છે. ખૂબ ઝડપ થી બની જતું આ આમ પન્ના સ્વાદ માં પણ ખૂબ ચટપટું લાગે છે. Neeti Patel -
સ્મોકી આમ પન્ના (Smoky Aam Panna Recipe In Gujarati)
#EB#Week2#CookpadGujarati#CookpadIndiaઆમ પન્ના એક ઉનાળાની ખાસ રેસિપી છે જે લુ થી બચવાં અને શરીર ને ઠંડક આપવા માટે પીવાય છે. સામાન્ય રીતે આમ પન્ના કેરી બાફી ને બનાવાય છે. આજે મેં કેરી ને શેકી સ્મોકી આમ પન્ના બનાવ્યું છે. જે સ્વાદ મા ખુબ સરસ લાગે છે. Khyati Dhaval Chauhan -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#Week2આમ પન્ના એ ઉનાળાની સિઝનમાં પીવાતું એક પીણું છે. ઉનાળામા લુ સામે રક્ષણ આપવા માટે કાચી કેરી માંથી બનાવવામાં આવે છે. તે ખૂબ જ ફાયદાકારક છે. આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે. તેના નાના-મોટા બધાને ખૂબ જ પસંદ પડે છે તેમાંથી વિટામિન સી પણ સારા પ્રમાણમાં મળે છે તો આજે મેં અહીં કાચી કેરીમાંથી આમ પન્ના બનાવ્યું છે. Nita Prajesh Suthar -
આમ પન્ના(Aam Panna Recipe In Gujarati)
અત્યારે ગરમીની શરૂઆત થઈ ગઈ છે માર્કેટમાં સરસ મજાની કેરી આવવા લાગી છે કુદરતે ગરમી સામે રક્ષણ મેળવવા એટલી બધી વસ્તુ આપી છે અને માણસે પણ એનો સરસ ઉપયોગ કરીને એને અનુકૂળ બનાવી ને ગરમીથી બચી શકાય એવી વાનગીઓ પીણાઓ બનાવ્યા છે તેમાંનું આ એક છે આમ પન્ના....થેન્ક્યુ પારૂલબેન...... Sonal Karia -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EBકેરીનો બાફલો એ ઉનાળામાં ઠંડક આપે છે. Generally આમ પન્ના ખાંડનો ઉપયોગ કરીને બનાવાય છે પણ મેં અહીં દેશી ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે જે ખુબ હેલ્ધી છે. Unnati Desai
More Recipes
ટિપ્પણીઓ (16)