રેડ એવરગ્રીન (Red Evergreen Recipe In Gujarati)

Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 @Jayshree_Bhatt
Al Jubail Saudi Arabia

#Immunity
#cookpadIndia

રેડ એવરગ્રીન એ મારી પોતાની રેસિપી છે.જેમાં જાસુદના ફુલોનો ઉપયોગ કરેલો છે.

જાસુદ શરીરના તાપમાન જાળવવા માટે, ગળાની ખારાશ,હ્રદયમાટે ખૂબ જ ગુણકારી છે.

જાસુદ બ્લડ પ્રેશર એન્ટી ઇનફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણો માટે જાણીતું છે.

નારંગી અને લીંબું વિટામિન સીનો સ્રોત છે.આદુ અને ગ્રીન ટી ના ફાયદાથી તો આપણે સહુ પરિચિત છીએ જ.આયુર્વેદમાં ખડી સાકર અને મધના ફાયદા વર્ણવેલા જ છે.

જાસુદના ફાયદા ઉપરાંત આ ડ્રીંક ઉકળતી ગરમી માં ઠંડક આપે છે. આ રીફ્રેશિંગ ડ્રીંકનો એક અનોખો સરસ સ્વાદ છે..

આ ડ્રીંકનો ફાયદો એ છે કે તેને ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ પી શકો છો.

આપણાં ઘર્મમાં ફુલો અને વનસ્પતિઓનું મહત્વ જોવા મળે છે. ગણપતિ દાદાનું પ્રિય ફુલ જાસુદ છે. આપણાં પૂર્વજોએ વિજ્ઞાનને ઘર્મ સાથે જોડ્યો છે તેનું આ એક ઉદાહરણ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
૩ ગ્લાસ
  1. ૨ ગ્લાસપાણી
  2. ૨૦ લાલ જાસુદના ફુલ
  3. ૫-૬ ટુકડા ખડી સાકર/ મધ
  4. પાંદડાં લેમન ગ્રાસ / ગ્રીન ટી
  5. ૧/૨ ચમચીવરિયાળી પાઉડર
  6. ૩/૪ કપ તાજો નારંગીનો રસ
  7. ૧/૨લીંબું ના ટુકડા
  8. ટુકડાં છીણેલું આદુ
  9. બરફ ના ટુકડાં

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    જાસુદના પાંદડાં અલગ કરી તેને બરાબર ધોઈ લો. લેમન ગ્રાસ ધોઈ લો.

  2. 2

    લેમન ગ્રાસના ટુકડા કરી લો. જાસુદના પાંદડાંનો જ ઉપયોગ કરવાનો છે.

  3. 3

    નાની સ્ટીલની તપેલીમાં પાણી ગરમ કરવા મુકો. તેમાં ખડી સાકર, લેમન ગ્રાસ અને જાસુદના પાંદડા નાખી ઉકાળો. જાસુદનો કલર બદલાય અને સાકર ઓગળે ત્યાં સુધી જ ગરમ કરો. ઉકાળવાનું નથી બહું. વરિયાળી પાઉડર અને છીણેલું આદુ નાખી ગેસ બંધ કરો.બરાબર ઠંડુ પડવા દો.

    નોંધ: મધનો ઉપયોગ કરતાં હોય તો મિશ્રણ બરાબર ઠંડુ પડે પછી ગાળો ત્યારે જ નાખવું જેથી મધની ન્યુટ્રીશીયન વેલ્યુ જળવાઈ રહે.

  4. 4

    ૩/૪ કપ તાજો નારંગીનો રસ નાખો. જોડે નારંગીની છાલ પણ નાખો.૩-૪ બરફના ટુકડાં નાખીઅડધો કલાક મુકી રાખો.

  5. 5

    ડ્રીંક ગાળીને તેમાં લીંબુના ટુકડાં નાખી ફરી ૩-૪ કલાક ફ્રીજમાં મુકો. પીરસતી વખતે ગ્લાસને અનુંકુળતા મુજબ ગાર્નિશ કરો.બરફના ટુકડા નાખી સર્વ કરો.

  6. 6

    આ પીણાંની ખાસિયત છે કે ઉનાળામાં ઠંડુ અને શિયાળામાં ગરમ મજા માણી શકો છો.આ ઉનાળામાં ઠંડા તાજગી ભર્યા ડ્રીંકની મજા માણો.ઘરે રહો, સુરક્ષિત રહો અને કોરોના નો હિંમતથી સામનો કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕
પર
Al Jubail Saudi Arabia
A recipe has no soul. You, as the cook, must bring soul to the recipe.” Har food kuch kahta hai …..
વધુ વાંચો

Similar Recipes