સેવ ટામેટાં નું શાક (Sev Tomato Shak Recipe In Gujarati)

Vidhi V Popat
Vidhi V Popat @cook_2407

રોડ સાઈડ ઢાબુ હોય કે મોંઘામાં મોંઘી હોટેલ, ગુજરાતમાં કોઈપણ હોટેલના મેન્યુમાં સેવ ટમેટાના શાકને અવશ્ય સ્થાન મળે. અને કેમ નહિ? આ શાકનો ટેસ્ટ જ એવો ચટપટો હોય છે કે નાના મોટા બધાને જ તે ભાવે. વડી, આ શાક બનાવવામાં પણ ખૂબ જ ઈઝી છે અને ફટાફટ બની જાય છે. એમાંય સેવ ટમેટાના શાક સાથે ગરમાગરમ ફુલકા કે બાજરીના રોટલા મળી જાય તો તો આહાહા… જમવાનો ટેસડો પડી જાય છે. તો જાણો આવુ ટેસ્ટી અને ચટાકેદાર સેવ ટમેટાનું શાક બનાવવારી રેસિપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 થી 20 મીનિટ
3 4 વ્યક્તિ માટ
  1. 1.5 કપસમારેલા ટામેટાં (લગભગ 250થી 300 ગ્રામ ટામેટાં)
  2. 1 મોટી ચમચીઝીણુ સમારેલુ આદુ
  3. 1લીલુ મરચુ
  4. 1/4 ચમચી રાઈ
  5. 1/2 ચમચી જીરુ
  6. ચપટીહીંગ
  7. 1/4 ચમચી હળદર
  8. 1 ચમચીલાલ મરચા પાઉડર
  9. 1/2 ચમચી ધાણાજીરુ
  10. 1 કપઅથવા તો સ્વાદાનુસાર સેવ
  11. 1/2 કપ પાણી
  12. સ્વાદાનુસાર મીઠું

રાંધવાની સૂચનાઓ

15 થી 20 મીનિટ
  1. 1

    પહેલા તો ટમેટાને વ્યવસ્થિત ધોઈને સમારી લો. ત્યાર પછી આદુ અને મરચા પણ સમારી લો. એક પેનમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ, જીરૂ તતડાવો. ત્યાર પછી સૌ પ્રથમ ઝીણુ સમારેલુ આદુ અને મરચા તેલમાં નાંખો અને ચપટી હીંગ ઉમેરો. તેલમાં આટલુ ઉમેર્યા પછી 10થી 12 સેકન્ડ માટે તેને હલાવો. આટલી વારમાં આદુની સુગંધ જતી રહેશે. આદુ સંતળાય પછી જ તેમાં ટામેટાં ઉમેરો.

  2. 2

    ટામેટાં ઉમેર્યા પછી થોડી વાર શાક હલાવો. ત્યાર પછી તેમાં હળદર, મરચુ, ધાણાજીરુ વગેરે મસાલો કરો. મસાલા કર્યા બાદ શાકને એક મિનિટ સુધી બરાબર હલાવો અને ચડવા દો. ત્યાર પછી જ મીઠું અને ખાંડ ઉમેરો.

  3. 3

    જ્યાં સુધી ટામેટાં સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી શાકને બરાબર ચડવા દેવુ. ત્યાર પછી તેમાં પાણી ઉમેરીને શાકને ઉકળવા દો. શાક લિક્વિડ જેવુ બની જાય પછી ગેસ બંધ કરી સ્વાદ ચેક કરી લો. જરૂર પડે તો મીઠુ કે ખાંડ ઉમેરો. શાકમાં પાણી વધારે લાગતુ હોય તો તેને થોડી વધારે વાર ઉકળવા દો.

  4. 4

    ટમેટાનું શાક બરાબર તૈયાર થઈ જાય પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો. ત્યાર પછી આ બાઉલ પર સેવ ભભરાવો. શાકમાં સીધી સેવ ઉમેરશો તો સેવ પોચી થઈ જશે અને ખાવાની બહુ મજા નહિ આવે. આથી તમે શાક સર્વ કરવા જતા હોવ ત્યારે છેક છેલ્લે સેવ નાંખવી. ત્યાર પછી ઉપર ઝીણી સમારેલી કોથમીર ભભરાવો. આ શાકને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vidhi V Popat
Vidhi V Popat @cook_2407
પર
cooking is my hobby
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes