દાળબાટી (Dalbati Recipe In Gujarati)

Anjali Sakariya
Anjali Sakariya @cook_4321
Ahmedabad

#MA

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાટી બનાવા માટે
  2. 1 કપકરકરો ઘઉં નો લોટ
  3. 3 સ્પૂનતેલ
  4. મીઠું સ્વાદાનુસાર
  5. પાણી
  6. દાળ બનાવા માટે
  7. 1 કપમગ ની ફોતરાં વડી દાળ
  8. 1 કપતુવેર દાળ
  9. 1 કપચણા દાળ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. લાલ મરચું પાઉડર સ્વાદાનુસાર
  12. ધાણાજીરું સ્વાદઅનુસ્વાર
  13. હળદર સ્વાદાનુસાર
  14. 1-2 સ્પૂનગરમ મસાલો
  15. 2-3 સ્પૂનલસણ ની ચટણી
  16. 1લીંબુ નો રસ
  17. 3 સ્પૂનતેલ
  18. 2-3લાલ સૂકા મરચાં
  19. સર્વે કરવા માટે
  20. ઘી
  21. લસણ ની ચટણી
  22. સમારેલી ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પહેલા લોટ લ્યો હવે એમાં મીઠું ને તેલ નાખી ને મિક્સ કરી લ્યો

  2. 2

    હવે જરૂર મુજબ પાણી નાખતા જાવ ને કઢણ લોટ બાંધી લ્યો ને 2 min માટે મસળી લ્યો ને 20 min માટે એક બાજુ રાખી દ્યો

  3. 3

    હવે બધી દાળ મિક્સ કરી ને 4-5 વાર ધોઈ લ્યો. પછી 4 સીટી કરી ને કૂકર માં બાફી લ્યો

  4. 4

    હવે લોટ ને 20 min થઇ ગઈ હવે એને ફરી 2 min માટે મસળી લ્યો ને એને ગોળ વડી લ્યો ને બાટી ના કૂકર માં મૂકી દ્યો

  5. 5

    હવે 3-4 min પછી જોવું થઇ ગઈ હોઈ તો બાટી ને ફેરવી નાખવી ને બીજી બાજુ થવા દેવી બંને બાજુ થઇ જાય એટલે બાટી રેડી છે.

  6. 6

    હવે દાળ બફાઈ ગઈ છે હવે તેલ ગરમ કરવા મુકો તેલ ગરમ થઇ એટલે એમાં લસણ નાખી ને સાંતળી લ્યો ને પછી લાલ સૂકા મરચાં નાખી દ્યો.

  7. 7

    સાંતળાઈ જાય એટલે એમાં દાળ નાખી દ્યો હવે એમાં મીઠું, મરચું, ધાણાજીરું, હળદર, ગરમ મસાલો નાખી ને મિક્સ કરી લ્યો. હવે દાળ ઘાટી થઇ ત્યાં સુધી થવા દ્યો દાળ થઇ જય એટલે એમાં લીંબુ નાખી દ્યો તો રેડી છે દાળ બાટી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Sakariya
પર
Ahmedabad

Similar Recipes