લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)

Palak Sheth
Palak Sheth @palaksfoodtech
Ahmedabad

#EB
#અથાણું

આ અથાણાની રેસીપી મારા સાસુ પાસેથી શીખી છું. મારા હસબન્ડ ને આ બહુ જ પસંદ છે. મસ્ત ચટપટું ને ખાટું-મીઠું બને છે..

લીંબુ મરચાનું અથાણું (Lemon Chilli Pickle Recipe In Gujarati)

#EB
#અથાણું

આ અથાણાની રેસીપી મારા સાસુ પાસેથી શીખી છું. મારા હસબન્ડ ને આ બહુ જ પસંદ છે. મસ્ત ચટપટું ને ખાટું-મીઠું બને છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 દિવસ
  1. 5મોટા રસદાર પાતળી છાલના લીંબુ
  2. 5-6તીખા લીલા મરચાં(મોરા હોય તો વધારે લેવા)
  3. 1/2 કપસમારેલો દેશી ગોળ
  4. 2 ટેબલ સ્પૂનતેલ
  5. 1/4 ટીસ્પૂનહળદર
  6. 1/4 ટીસ્પૂનમીઠું
  7. 2-3 ટેબલ સ્પૂનઅથાણાનો મસાલો

રાંધવાની સૂચનાઓ

1 દિવસ
  1. 1

    લીંબુ અને મરચાને ધોઇને કોરા કરી લેવા. લીંબુને છીણી પર ઘસીને તેની છાલ કાઢી લેવી. જે છાલ નીકળશે તેને લેમન ઝેસ્ટ કહેવાય. જેને સૂકવીને સ્ટોર કરી પછીથી કેક, કુકી, ડેઝર્ટ માં વાપરી શકાય છે. આ રીતે લીંબુની છાલ કાઢવાથી લીંબુ જલ્દીથી અથાશે અને પોચા પડશે.

  2. 2

    એક મરચાને વચ્ચેથી કાપી 2 ફાડ કરવી અને તેના 4-6 લાંબા ટુકડા કરવા. એક લીંબુના પણ 4 ટુકડા થાય તેમ કાપી લેવા. બન્નેમાંથી બીજ કાઢી લેવા.લીંબુ-મરચાને એક બાઉલમાં લઇ મીઠું, હળદર નાખી હલાવી ઢાંકીને મૂકી દેવું. તેને 10-12 કલાક એમ જ અથાવા દેવા.

  3. 3

    પછી તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરી લેવો. ફરી ઢાંકીને 4-5 કલાક માટે રાખવું જેથી બધો ગોળ ઓગળી જાય અને તેનું પાણી થઇ જાય.

  4. 4

    એક નાની કઢાઇમાં તેલ ગરમ કરવું. અને થોડું ઠંડું થવા દેવું. પાણી વળેલા લીંબુ મરચામાં અથાણાનો મસાલો ઉમેરી બરાબર મિક્સ કરવો.

  5. 5

    અને પછી તેમાં હૂંફાળું ગરમ તેલ નાખી બરાબર હલાવી લેવું. ફરી ઢાંકીને 10-12 કલાક એમ જ રાખવું. તે પછી અથાણું તૈયાર હશે. જેને કાચની બરણીમાં ભરી લેવું.

  6. 6

    એક મહિના સુધી આ અથાણું બહાર પણ સરસ રહેશે. એ પછી ફ્રીઝમાં રાખીને બીજા 6 મહિના સુધી સારું રહે છે.
    🔸️અહીં મેં તૈયાર અથાણાનો મસાલો વાપર્યો છે જેમાં સારુ એવું મીઠું હોય છે જેથી ઉપરથી આથવામાં બહુ જ થોડું મીઠું યુઝ કર્યું છે.
    🔸️આ રેસીપીમાં લીંબુ પોતે અને ગોળ બન્ને પ્રીઝર્વેટીવ નું કામ કરશે. તો તેલ ઓછું કે ના હોય તો પણ અથાણું બગડશે નહીં.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Palak Sheth
Palak Sheth @palaksfoodtech
પર
Ahmedabad
મારા ઘરનું રસોડું એ મારો સૌથી પસંદગીનો ખૂણો છે. કુકીંગ કરતા જાણે સરસ એવા કોઇ પ્રવાસ પર નીકળ્યા હોઇએ તેવું અનુભવાય. જ્યારે કોઈ વાનગી પહેલી વાર બનવાની હોય ત્યારે બનાવતા પૂરા ખોવાઇ જવું, અને બન્યા પછી વિચાર્યું હોય તેવું કે તેનાથી પણ સારું રિઝલ્ટ મળે ત્યારે થતા આનંદની મજા જ અલગ છે. જો વિચાર્યું તેવું ના મળે તો બને તેટલા જલ્દીથી ફેરફાર ફરી બનાવવાની ઉત્સુકતા પણ તેટલી જ હોય...
વધુ વાંચો

ટિપ્પણીઓ (41)

Similar Recipes