નો ફ્રાય મેંદુ વડા બાઈટ (Non fry Meduvada Bites Recipe In Gujarati)

Purvi Baxi
Purvi Baxi @cook_25317624
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. વડા બનાવવા માટે ના ઘટકો
  2. 2 કપઅડદની દાળ
  3. 1012 મરીના દાણા
  4. ૧ ટુકડોઆદું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. રેડ ચટણી બનાવવા માટે ના ઘટકો
  7. 2ડુંગળી ઝીણી સુધારેલી
  8. 2ટામેટાં ઝીણા સુધારેલા
  9. 4કળી લસણ
  10. થી ૧૦ મીઠા લીમડાના પાન
  11. વઘાર માટે તેલ
  12. ૧ ચમચીરાઈ
  13. 1 ચમચીઅડદની દાળ
  14. 1 ચમચીચણાની દાળ
  15. 4સૂકા લાલ મરચા
  16. મીઠું જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ વડા બનાવવા માટે અડદની દાળને પાંચથી છ કલાક પાણીમાં પલાળી રાખો હવે પાણી નિતારી દાળને મિક્સરમાં એકદમ સ્મૂધ પીસી લેવી.

  2. 2

    આ બનાવેલા ખીરામાંથી આદુની પેસ્ટ મરીના દાણા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.

  3. 3

    અપમ પેનને ગરમ કરી તેમાં એક એક ચમચી તેલ નાખી ખીરામાંથી વડાને શેલો ફ્રાય કરો બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેલો ફ્રાય કરવા

  4. 4

    હવે ચટણી બનાવવા માટે એક પેનમાં થોડું તેલ લઇ તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને લસણ સાંતળો એક મિનિટ પછી તેમાં ટામેટાં ઉમેરો.

  5. 5

    સૂકા લાલ મરચા ને પલાળી દેવા 1/2કલાક માટે અને ટામેટા બરાબર ચડી જાય એટલે તેમાં એક ચમચી અડદની દાળ એક ચમચી ચણાની દાળ અને સુકા મરચા ઉમેરી થોડીવાર ઢાંકીને ચઢવા દેવું

  6. 6

    હવે આ મિશ્રણ ઠંડું પડી જાય પછી તેને મિક્સરમાં ક્રશ કરીને સ્મુધ પેસ્ટ બનાવી લો અને એક બાઉલમાં કાઢી લો હવે પેનમાં થોડું તેલ ગરમ કરી તેમાં રાઈ અને લીમડાનો વઘાર કરી ચટણી પર આ વઘાર રેડી દો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી ચટણી બરાબર મિક્સ કરી લો.

  7. 7

    તો તૈયાર છે ગરમા ગરમ નો ફ્રાય મેંદુ વડા વિથ રેડ ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Purvi Baxi
Purvi Baxi @cook_25317624
પર

ટિપ્પણીઓ (3)

Similar Recipes