મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદની દાળને 4થી5 કલાક પલાળી દેવી. ત્યારબાદ તેમાંથી બધું પાણી કાઢી દાળને મિક્સરમાં ક્રશ કરો. પછી આ ખીરાને 7થી8 કલાક માટે ઢાંકીને રાખી દેવું પછી તેમાં આથો આવી જશે.
- 2
હવે આ ખીરામાં સરસ મજાનો આથો આવી ગયો છે
- 3
હવે આ ખીરામાં ઝીણી સમારેલી ડુંગળી, લીલા મરચાં, લીમડો, મીઠું નાખીને બરાબર મિક્સ કરવું.
- 4
ગેસ ઉપર એક વાસણમાં તેલ ગરમ કરવા મુકો. ત્યારબાદ ગરણી ને ઉંધી પાણી લગાવી બે ચમચી ખીરું ઉપર રાખી વચ્ચે ગોળ કાણું પાડી. પછી તેને ગરમ તેલમાં ધીમેથી નાખી તળો આવી રીતે બધા મેંદુ વડા કરવા.
- 5
હવે ટામેટા ની ચટણી બનાવવા માટે એક વાસણમાં બે ચમચી તેલ નાખો. પછી તેમાં ટામેટાં ડુંગળી અને સુકા મરચા ઉમેરો. પછી તેને ધીમા ગેસ પર હલાવતા. અને મીઠું નાખી ઠંડુ થવા દેવું. ઠંડુ થઈ ગયા બાદ તેને મિક્સરમાં ક્રશ કરો. પછી એક વાસણમાં એક ચમચી તેલ ગરમ કરવા મુકો. અને તેમાં રાઈ અને લીમડો પછી તેને ગેસ બંધ કરી ચટણીમાં નાખી દેવો.
- 6
ટોપરાની ચટણી બનાવવા માટે પલાળેલી ચણાની દાળ, નાળિયેર મિક્સરમાં ક્રશ કરવું. પછી તેમાં મીઠું અને દહીં નાખી હલાવો. હવે એક વાસણમાં એક ચમચી તેલ નાખી ગેસ પર મૂકો. તેમાં રાઈ,લીમડો, સૂકા લાલ મરચાં, અને લીલા મરચા નાખીને હલાવી ચટણીમાં ઉમેરી દો.
- 7
સાંભાર બનાવવા માટે એક કુકરમાં તુવેરની દાળ, મગની દાળ, ટામેટાં, ડુંગળી, રીંગણા, તજ અને લવિંગ, મીઠું અને ચપટી હળદર નાખીને બાફવી.
- 8
હવે દાળ ને બ્લેન્ડરથી ક્રશ કરો. પછી તેમાં લીલા મરચાં, લીમડો, છીણેલું આદુ, સાંભાર મસાલો, લાલ મરચું પાઉડર અને જરૂરિયાત પ્રમાણે મીઠું નાખી ગેસ પર ઉકાળવા મુકો.
- 9
એક વાસણમાં 3 મોટા ચમચા તેલ નાખી ગરમ કરવા મૂકો. પછી તેમાં રાઈ, જીરુ, મેથીના દાણા, સુકા મરચા, તમાલપત્ર નાખી ડુંગળી ને સાંતળો. પછી તેમાં થોડુંક મીઠું અને લાલ મરચું પાઉડર, સંભાર મસાલો નાખીને હલાવવું. હવે જે દાળ ઉકળે તે દાળ એક ચમચાની મદદથી વઘારમાં નાખવી. હવે સાંભાર બની ગયો છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેદુવડા(Mendu vada recipe in Gujarati)
#trend મેંદુવડા બધા ને ભાવતા હોય છે અને મારા ઘર માં ખાસ છે બધા ને ભાવે છે આ મારી ફેવરેટ રેસીપી છે Megha Thaker -
-
-
#મેંદુ વડા (Mendu vada recipe in Gujarati)
#trendમેદું વડા એ સાઉથ ઇન્ડિયા નું પ્રખ્યાત ખાણું છે. મેદું વડા એ અડદ ની દાળ માંથી બને છે. અને તેને સંભાર અને કોકોનટ ચટણી સાથે પીરસવા માં આવે છે. મેદું વડા બનાવા બહુ જ સરળ હોય છે. જો મેદું વડા ને બરાબર રીત થી બનાવા માં આવે તો સરસ પોચા અને ફૂલેલા થાય છે. અહીંયા બતાવેલી રીત થી જો તમે મેદું વડા બનાવશો તો એ સરસ પોચા, ફૂલેલા ને બહાર થી ક્રિસ્પી મેંદુવડા બનશે. Vidhi V Popat -
-
-
મેંદુ વડા સંભાર (Medu Vada Sambhar Recipe In Gujarati)
#ff2જૈન રેસીપી મા મેંદુવડા અને દક્ષિણી સંભાર એક અલગ સ્વાદ ,એક અલગ અંદાજ મા ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
સાઉથ ઇન્ડિયન નાસ્તો છે તેને સંભાર અને ચટણી સાથે સાંજે જમવામાં પણ લઇ શકાય છે Shethjayshree Mahendra -
-
મેંદુ વડા(Medu Vada Recipe In Gujarati)
મેંદુ વડા : મારા બંને બાળકોનની ઓલ ટાઇમ ફેવરિટ ડિશ😍😊 Radhika Thaker -
-
-
મિક્સદાલ વડા(Mix Dal Vada Recipe in Gujarati)
#Trend#week2#Happycooking#mixdal vada#cookpadguj#Cookpadind દાળ માં ભરપુર માત્રામાં પ્રોટીન રહેલું છે.તેથી આ રીતે મિક્સ દાળ વડા બનાવીને ઘર માં બધાં ને નવી રેસિપી પીરસો. Rashmi Adhvaryu -
-
-
પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
💐 પાંચજાતની દાળ પલાળીને પીસીને આ ટેસ્ટી વડા બનાવ્યા છે.#Trend.#week. 2.# post. 1.રેસીપી નંબર 79. Jyoti Shah -
-
-
-
મેંદુ વડા (Mendu Vada Recipe In Gujarati)
#સાઉથમેંદુ વડા એ ફેમસ સાઉથ ઇન્ડિયન ડિશ છે જે ઉપરથી ક્રિસ્પી અને અંદર થી નરમ હોય છે. આ વડા અડદ ની દાળ માંથી બને છે જે સવાર ના નાસ્તા અને snacks તરીકે ખવાય છે. મેંદુ વડા અપડા ભારત ના savoury doughnuts કહી શકાય. Kunti Naik -
મેંદુ વડા(mendu vada recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ9ઝડપ થી કરવા હોય અને ચટણી સાથે ખાવા હોય તો અમે આ રીતે ભજીયાની જેમ બનાવીએ છીએ બહુ જ સરસ લાગે છે.... Sonal Karia -
-
-
More Recipes
ટિપ્પણીઓ (6)