ગળ્યા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)

Monils_2612
Monils_2612 @cook_25960279
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
5 વ્યક્તિ
  1. 200 ગ્રામઘઉંનો મધ્યમકરકરો લોટ
  2. 100 ગ્રામઘઉંનો ઝીણો લોટ
  3. 2 ચમચીચણાનો લોટ
  4. 200 ગ્રામગોળ
  5. પાણીની જરૂરિયાત મુજબ
  6. 150 ગ્રામતેલ
  7. માખણ

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌપ્રથમ એક વાસણમાં ગોળ ઓગળવા મૂકવો. ત્યારબાદ તેમાં મધ્યમ જાડો ઘઉંનો લોટ, ઝીણો લોટ, અને ચણાનો લોટ બરાબર મિક્સ કરવું, આ ખીરાને 30મિનિટ સુધી એમનેમ રહેવા દેવું.

  2. 2

    હવે તે બરાબર મિક્સ કરી લેવું આ ખીરાને પુડલો થાય એવું રાખવું. ત્યારબાદ ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકવી. તે થઈ ગયા બાદ ગેસ બંધ કરી દેવો જેથી કરી પુડલા દાઝી ન જાય. હવે લોઢી પર તેલ લગાવી ખીરું લગાવવું. અને પાતળો અને ગોળ કરવો.

  3. 3

    તેને ધીમા ગેસ ઉપર સેકવો ત્યારબાદ થોડુંક તેલ લગાવી ગેસ ફાસ્ટ કરવો અને બીજી બાજુ શેકવું. પણ તે દાઝી ન જાય તેનું ધ્યાન રાખવું.

  4. 4

    હવે તે બરાબર ચડી ગયો છે. તો તેને આપણે માખણ જોડે ખાઈ શકીએ છીએ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monils_2612
Monils_2612 @cook_25960279
પર
Rajkot

Similar Recipes