એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)

યુરોપિયન દેશોમાં બ્રેકફાસ્ટ માં ખાસ ખવાતી એક પ્રકારની સ્વીટ બ્રેડ છે. બાળકોને ખાસ પસંદ આવે તેવી છે.
ક્રોસોં નો ઉદ્દભવ અને વપરાશ સૌથી પહેલા ફ્રાંસમાં થયો. અને પછી એટલી પ્રખ્યાત થઇ કે અત્યારે પૂરી દુનિયામાં બધે ખવાય છે અને બનતી હોય છે...
ત્યાં આ બ્રેડ મોટાભાગે ઇંડા સાથે બને છે પણ અહીં આજે હું તેની એગલેસ રેસીપી લઇને આવી છું...
સાથે રેગ્યુલર ચોકલેટ ક્રોસોં માં અખરોટ ઉમેરી કંઇક અલગ પણ બહુ જ ટેસ્ટી ટ્વીસ્ટ આપ્યો છે. ચોકલેટ સાથે રોસ્ટેડ અખરોટ બહુ જ મસ્ત લાગે છે....
આ ક્રોસોં મારા સનને બહુ જ ભાવ્યા અને બનાવવાની આખી પ્રક્રિયા માં સાથે રહ્યો...
એગલેસ ચોકો નટી ક્રોસોં (Eggless Choco Nutty Croissant Recipe In Gujarati)
યુરોપિયન દેશોમાં બ્રેકફાસ્ટ માં ખાસ ખવાતી એક પ્રકારની સ્વીટ બ્રેડ છે. બાળકોને ખાસ પસંદ આવે તેવી છે.
ક્રોસોં નો ઉદ્દભવ અને વપરાશ સૌથી પહેલા ફ્રાંસમાં થયો. અને પછી એટલી પ્રખ્યાત થઇ કે અત્યારે પૂરી દુનિયામાં બધે ખવાય છે અને બનતી હોય છે...
ત્યાં આ બ્રેડ મોટાભાગે ઇંડા સાથે બને છે પણ અહીં આજે હું તેની એગલેસ રેસીપી લઇને આવી છું...
સાથે રેગ્યુલર ચોકલેટ ક્રોસોં માં અખરોટ ઉમેરી કંઇક અલગ પણ બહુ જ ટેસ્ટી ટ્વીસ્ટ આપ્યો છે. ચોકલેટ સાથે રોસ્ટેડ અખરોટ બહુ જ મસ્ત લાગે છે....
આ ક્રોસોં મારા સનને બહુ જ ભાવ્યા અને બનાવવાની આખી પ્રક્રિયા માં સાથે રહ્યો...
રાંધવાની સૂચનાઓ
- 1
🥐ડો બનાવવા માટે, એક નાના બાઉલમાં 1/2 કપ હૂંફાળું ગરમ દૂધ લઇ તેમાં 2 ટેબલ સ્પૂન ખાંડ ઓગાળી લેવી. પછી તેમાં યીસ્ટ નાખી હલાવી ઢાંકીને 5-10 મિનિટ માટે રાખવું.
- 2
બીજા મોટા બાઉલમાં મેંદો ચાળીને લેવો. તેમાં મીઠું અને દળેલી ખાંડ નાખી બરાબર મિક્સ કરી લેવું. તેટલી વારમાં યીસ્ટનું મિશ્રણ ફૂલી ગયું હશે.(ફ્રોથી થયું હશે).તેમાં તેલ ઉમેરી મિક્સ કરી લેવું. પછી તે મિશ્રણ લોટમાં ઉમેરી બીજું જરુર પૂરતું દૂધ લઇ મુલાયમ પરોઠા જેવો લોટ બાંધવો. મારે બીજા 1/4 કપ દૂધની જરુર પડી હતી.
- 3
બાંધેલા લોટને 10-15 મિનિટ માટે ગ્લુટેન ફોર્મ થાય ત્યાં સુધી મસળવાનો છે. લોટ સ્ટીકી હોય તો જરુર પૂરતું થોડું તેલ ઉમેરી મસળતા જવું. લોટ એટલો મસળવો કે પૂરતું ખેંચ્યા પછી પણ વચ્ચેથી તૂટે નહીં અને ખેંચાય. આ સ્ટેપ કરવું ખૂબ જરૂરી છે સારી જાળીદાર બ્રેડ બને તે માટે.
- 4
પછી લોટ પર તેલ લગાવી ગોળો વાળી ક્લીંગ રેપરથી એરટાઇટ ઢાંકી એકથી દોઢ કલાક માટે પ્રૂફીંગ કરવું.
- 5
તે દરમિયાન ફીલીંગ તૈયાર કરી લેવું. અખરોટને ફોલી 1/4 ચમચી જેટલા ઘીમાં સરખા શેકી લેવા. પછી ઠંડા કરી અધકચરા ખાંડી લેવા. બિલકુલ ભૂકો ના કરવો. નાના ટુકડા રહે તેવા રાખવા. ડાર્ક ચોક્લેટ ને ફ્રીઝમાં ઠંડી કરી ચપ્પાથી કે બદામ કટરથી છીણી લેવી કે સમારી લેવી. પછી સમારેલી ચોકલેટ અને અખરોટને મિક્સ કરી ફ્રીઝમાં મૂકી દેવું. જેથી ચોકલેટ ઓગળી ના જાય.
- 6
દોઢ કલાક પછી લોટ ફૂલીને ડબલ થયો હશે. પંચ કરી વધારાની એર નીકાળી લોટને હલકો મસળી ભેગો કરવો. અને તેના 12 સરખા ભાગ કરી પેંડા વાળી લેવા.
- 7
હવે ખુલ્લી સાફ જગ્યાએ થોડોક લોટ છાંટી એક લૂઓ લઇ પાતળો રોટલો વણવો. તેના પર સારું એવું બટર બધી બાજુ બરાબર બ્રશ કરવું. તેને એક પ્લેટમાં ઢાંકીને મૂકવો. તેજ રીતે બીજો લૂઓ લઇ તેટલી સાઇઝનો રોટલો વણી, બટર લગાવી પ્લેટમાં રાખેલા રોટલા પર મૂકવો. આ રીતે બધા લૂઆમાંથી રોટલા વણી વચ્ચે બટરનું પડ હોય તે રીતે એક થપ્પો બનાવવો.
- 8
હવે પ્લેટફોર્મ પર લોટ છાંટી આખા થપ્પાને મૂકી તેને વણતા જવું. 3/4 સેન્ટીમીટર જાડાઈ રહે ત્યાં સુધી વણવું. મોટો એક પડવાળો રોટલો બનશે. તેને 12 સરખા ભાગમાં પીઝા કટરથી ફોટોમાં બતાવ્યા પ્રમાણે કાપવું.
- 9
12 માંથી એક ભાગ ઉઠાવી તેમાં પહોળા ભાગમાં નાનો કટ મૂકી ત્યાં 1-2 ચમચી જેટલું ફીલીંગ મૂકવું. પછી જાડી કિનારીથી દબાવી રોલ કરતા જવું. પાતળી કિનારી ઉપર આવે એમ ટાઇટ રોલ કરી બેકિંગ ટ્રે માં મૂકવો.
- 10
બધા રોલ્સ આ રીતે બનાવી તેને ફરી પ્રૂફીંગ માટે 15-20 મિનિટ રાખવા. તે દરમિયાન ઓવનને 190° પર 10 મિનિટ માટે પ્રિહિટ કરવા મૂકવું. પછી બધા રોલ્સ પર દૂધનું બ્રશિંગ કરી તેને પ્રિહિટેડ ઓવનમાં ગોઠવી 20 મિનિટ માટે બેક કરવા.
- 11
ક્રોસોં બનીને તૈયાર છે. ગરમ સરસ લાગે છે. ઠંડા થયા પછી પણ બટર, ફ્રૂટ જામ અને ગરમ ટી, કોફી સાથે બહુ સરસ લાગે છે. 2-3 દિવસ બહાર સારા રહેશે.
- 12
નોંધ:
▪️યીસ્ટ બરાબર ફૂલશે અને ફ્રોથી થશે તો જ રિઝલ્ટ સારું મળશે.
▪️જેટલું બટર વચ્ચે વધારે લગાવશો તેટલા ક્રોસોં વધારે પડવાળા અને ફ્લેકી બનશે.
▪️જો ફીલીંગ વધે તો તેને ગરમ ઓવનમાં 1-2 મિનિટ મૂકી દેવું. ચોકલેટ મેલ્ટેડ થાય એ હલાવી અખરોટમાં મિક્સ કરી લેવી. પછી ફ્રીઝમાં મૂકી દેવી. વોલનટ ચોકલેટ એમ જ ખાવામાં સરસ લાગશે.
Similar Recipes
-
ચોકો સ્ટફ્ડ ડોનટ(choco stuff donuts recipe in Gujarati)
#સુપેરશેફ2 #માઇઇબુક #ડેસર્ટ #મીઠાઈડોનટ એક ડેસર્ટ છે. જેને ઠંડુ ખાવામાં આવે છે. ચોકલેટ થી કોટ કરેલું અને ડ્રાયફ્રૂટ અથવા ચોકોચિપ્સ થી ટોપિંગ કરેલું ખાવા માં ખુબજ ટેસ્ટી લાગે છે. બાળકો ને ખુબ પસંદ આવે છે. તેના પર અલગ અલગ ચોકલે થી ડેકોરેટ કરેલું હોય છે. Kilu Dipen Ardeshna -
સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ (Stuffed Garlic Bread Recipe In Gujarati)
#AsahiKaseiIndia#bakingડોમિનોઝમાં મળતી સ્ટફ્ડ ગાર્લિક બ્રેડ બધા પસંદ કરે છે. આ બ્રેડ ઘરે પણ એકદમ સરળ રીતે બની જાય છે. આમ તો ઘરે બનાવેલી વધારે સોફ્ટ, ટેસ્ટી અને તાજી હોય છે. ફક્ત બાંધેલા લોટને રેસ્ટ(પ્રૂફીંગ કરવા) આપવાનો હોવાથી પૂર્વતૈયારી સાથે બનાવવી પડે છે. સ્ટફીંગ વગર એમ જ બનાવેલી પણ સરસ લાગે છે.... Palak Sheth -
હોલ વ્હીટ ચબાત્તા બ્રેડ (Whole wheat Ciabatta bread in Gujarati)
ચબાત્તા બ્રેડ ઇટાલિયન બ્રેડ નો પ્રકાર છે. સામાન્ય રીતે આ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ મેં અહીં ઘઉંના લોટમાંથી બનાવીને એનું એક હેલ્ધી વર્ઝન બનાવ્યું છે. ઘઉંના લોટમાંથી પણ આ બ્રેડ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ બ્રેડ બનાવવા માટે પહેલા સ્ટાર્ટર બનાવવું પડે છે અને બીજા દિવસે બ્રેડ બનાવી શકાય. ચબાત્તા બ્રેડ સામાન્ય રીતે સેન્ડવીચ બનાવવા માટે અથવા તો કોઈ પણ ઇટાલિયન ડિશ સાથે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.જેમ ભારતમાં મુખ્ય ભોજનની સાથે અથાણા, પાપડ, ચટણી, રાયતા, સંભારા વગેરે સાઈડ ડિશ તરીકે પીરસાય છે એ જ રીતે બીજા દેશોમાં અલગ અલગ પ્રકારની બ્રેડ, સલાડ, સોસ વગેરે સાઈડ ડિશ તરીકે પીરસવામાં આવે છે.#સાઇડ#પોસ્ટ2 spicequeen -
એગલેસ ચોકલેટ વૉલનટ બ્રાઉની (Eggless Chocolate Walnut Brownie Rec
ચોકલેટ બ્રાઉની એક અમેરિકન ડિઝર્ટ કે નાસ્તા નો પ્રકાર છે. બ્રાઉની ફજી, ગુઈ કે ચૂવિ એમ અલગ અલગ રીતે બનાવી શકાય અને એનો પ્રકાર એના ટેક્ષચર પરથી ખબર પડે છે. બ્રાઉની ને પ્લેઇન પણ બનાવી શકાય અથવા તો તેમાં નટ અને ચોકલેટ ચિપ્સ ઉમેરીને બનાવી શકાય. બ્રાઉની નાસ્તા તરીકે, ચા - કોફી સાથે અથવા તો વેનીલા આઈસ્ક્રીમ કે વ્હઈપ્ડ ક્રીમ સાથે ડિઝર્ટમાં સર્વ કરી શકાય.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ચેકર્ડ ચોકો-વેનીલા કેક(Checkered choco vanilla cake Recipe in Gujarati)
#AsahiKaseiIndia#bakingચોકલેટ અને વેનીલા ફ્લેવરના કેક બેઝ બનાવી, તેને રીંગમાં કાપીને ઓડ-ઇવન ગોઠવીને બહુ જ આસાનીથી સરસ ચેક્સની પેટર્ન બનાવી શકાય છે...આ રીતની ચેક્સ ની પેટર્નવાળી કેક બનાવવા સ્પોન્ઝ કેક બેઝ પરફેક્ટ હોવા જરુરી છે. તો જ તે કેક ગમે તે નાની મોટી સાઇઝ માં સારી રીતે કાપી શકાશે...જ્યારે આ મેથોડથી કેક બેઝ બનાવવામાં આવે છે તો કેક સોફ્ટ થવાની સાથે સરસ લચકદાર બને છે...ભૂકો નથી થતો કે તૂટી નથી જતી....સાથે દહીં-તેલથી બનતી કેક કરતા ઘણી વધારે મિલ્કી ને સ્વાદિષ્ટ હોય છે...તમને એકવાર ફાવી જશે તો પછી આ જ ભાવશે....તો અહીં બેઝિક વેનીલા અને ચોકલેટ સ્પોન્ઝ કેક બનાવવાની પરફેક્ટ રેસીપી શેર કરી રહી છું.... Palak Sheth -
ડોનટ્સ (Donuts recipe in gujarati)
બહુ જ ફેમસ એવી પશ્ચિમી સંસ્કૃતિ ની બ્રેકફાસ્ટ કે નાસ્તાની વાનગી છે.જે સ્વીટ બ્રેડ જેવા હોય છે સ્વાદમાં. સાથે બહુ જ યમી એવા ચોકલેટ, ડ્રાય ફ્રુટ કે સોસનું ટોપિંગ હોય છે. મારા દિકરાને ખૂબ જ ભાવે છે તો એના માટે ખાસ બનાવ્યા છે... Palak Sheth -
એગલેસ પિસ્તાચીઓ મેડલીન્સ (Eggless Pistachio Madeleines)
#RC4#Greenrecipeમેડલીન એક પ્રકારની ફ્રેન્ચ કેક છે, જે ટિપીકલી એગમાંથી બને છે અને છીપલા ના આકારની હોય છે.સામાન્ય કેક કરતા આ કેકની રીત બટર ઉમેરવાના સમયના કારણે અલગ પડે છે. જેમ મગસ અને મૈસૂર પાક માં ચણાના લોટમાં જ અલગ સમયે ઘી ઉમેરવાથી સ્વાદ, ટેક્સ્ચર બધું બદલાઈ જાય છે તેમ મેડલીન્સ માં બધી સામગ્રી મિક્સ કર્યા પછી સૌથી છેલ્લે કેક બેટરમાં ગરમ પીગળેલું સોલ્ટેડ માખણ ઉમેરી બેટરમાં ભેળવવામાં આવે છે.તો બેક થતી વખતે અને બન્યા પછી બટર ની સુગંધ અને સ્વાદ ખાસ અનુભવાય છે. મેડલીન્સ બહુ જ બટરી અને લાઇટલી સ્વીટ એન્ડ સોલ્ટેડ લાગે છે. સાથે ઉપરથી ચોકલેટ સાથે ટેસ્ટ વધારે સરસ આવે છે. બ્રેકફાસ્ટ માં ટી-કોફી સાથે પરફેક્ટ જાય છે.કોઇપણ એગલેસ બેકિંગ રેસીપી માં ઇંડા નું બેસ્ટ સબસ્ટીટ્યુટ અળસી(ફ્લેક્સ સીડ્સ) હોય છે. જે કોઇપણ બેક થતી વાનગીને ફૂલવામાં મદદ કરે છે. તો આજની રેસીપી માં મેં એગ સબસ્ટીટ્યુટ તરીકે તે વાપરી છે.સાથે રેગ્યુલર વેનીલા ફ્લેવરની જગ્યાએ પિસ્તા ફ્લેવરના મેડલીન્સ બનાવ્યા છે. જે એકદમ સુપર યમી, બટરી બન્યા છે... Palak Sheth -
ટ્રીપલ લેયર્ડ ચોકો વોલનટ બરફી (Triple Layered Choco Walnut Barfi Recipe In Gujarati)
#walnuttwists#Cookpad_guj#Cookpadindia#Californiawalnutઅખરોટને બધા પોષકતત્વનો રાજા ગણવામાં આવે છે. અખરોટમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, ફોસ્ફરસ, કોપર, સેલેનીયમ, ઓમેગા-3 ફેટી એસીડ જેવા અનેક તત્વો રહેલા છે.ભારત દેશમાં અખરોટનું ઉત્પાદન કાશ્મીર પ્રદેશમાં થાય છે. આ સુકા મેવાનો ઉપયોગ ખાદ્ય પદાર્થ જેવા કે આઇસ્ક્રીમ, શ્રીખંડ, ચોકલેટ, જેલી વગેરેની બનાવટમાં પણ કરવામાં આવે છે. અખરોટનું તેલ પણ બનાવવામાં આવે છે. અખરોટના ગર્ભનો આકાર મગજ જેવો હોવાને કારણે તેને ખાવાથી ખાનારના મગજને પોષણ મળે છે.અખરોટમા બહુ ઓછા પ્રમાણમા ચરબી હોય છે. એના નિયમિત સેવનથી આયુષ્યમા પાચ થી દસ વષ નો વધારો થાય છે. તે હ્રદયને રક્ષણ આપે છે અને કૉલેસ્ટરોલ ઘટાડે છે. અખરોટને સલાડમાં દળીને નાસ્તામાં ખાઈ શકાય.કેલિફોર્નિયાના અખરોટ માં natural sweetnest હોય છે.જેથી તે સ્વાદ માં સરસ લાગે છે.કેલિફોર્નિયાના અખરોટ થી મે બરફી બનાવી છે અને તેને ડાર્ક અને મિલ્ક ચોકલેટ થી stuffed કરી છે.Thank you cookpadguj.Thank you Dishamam, Ektamam and all Admins. Mitixa Modi -
ફ્રેન્ચ બ્રેડ (French Bread Recipe in Gujarati)
ફ્રેન્ચ બ્રેડ બૅગેટ તરીકે પણ ઓળખાય છે જેનો મતલબ થાય છે સ્ટીક. આ બ્રેડ એની લંબાઈ અને એની ઉપર ના ક્રસ્ટ ના લીધે બીજી બ્રેડ કરતા અલગ પડે છે. સામાન્ય રીતે ફ્રેન્ચ બ્રેડ મેંદામાંથી બનાવવામાં આવે છે પણ ફ્રેંચ બ્રેડ ને ઘઉંનો લોટ, ચોખાનો લોટ, મલ્ટીગ્રેઇન લોટ અથવા તો સાવર ડો માંથી પણ બનાવી શકાય. ફ્રેન્ચ બ્રેડ માંથી સેન્ડવીચ, ફ્રેન્ચ ટોસ્ટ, બ્રુસકેટા વગેરે બનાવી શકાય અથવા તો એને સાઈડ ડિશ તરીકે પણ પીરસી શકાય. spicequeen -
ડોનટ્સ (એગલેસ)
#નોનઇન્ડિયનડોનટ્સ એ નાના મોટા સૌ ને ભાવતું વિદેશી સ્નેક કમ ડેસર્ટ છે. જે તળી ને તથા બેક કરી ને બનાવાય છે. કહેવાય છે સૌથી પહેલા ડોનટ્સ અમેરિકા માં બન્યા હતા. Deepa Rupani -
એગલેસ ચોકલેટ કેક (Eggless Chocolate Cake Recipe in Gujarati)
#GA4#week22 હું ઘરે એગલેસ કેક બનાવું છું. અલગ અલગ રીતે બનાવું છું. એમાથી એક રેસિપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
ઝુકીની ચીઝ બ્રેડ (Zucchini Cheese Bread Recipe In Gujarati)
પ્લેન બ્રેડ સિવાય પણ અલગ અલગ ઘણા પ્રકારની બ્રેડ બનાવી શકાય છે જે ખાવામાં એકદમ અલગ અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અલગ અલગ પ્રકારના શાક, હર્બ, સ્પાઇસ, ચીઝ તેમજ સીડ ઉમેરીને ઘણી જાતની બ્રેડ બનાવી શકાય.મેં ઝુકીની અને સ્વિસ ચીઝનો ઉપયોગ કરીને બ્રેડ બનાવી છે જે ખૂબ જ સોફ્ટ બની છે અને ચીઝના લીધે આ બ્રેડને એક ખુબ જ સરસ ફ્લેવર મળે છે. ગરમ ગરમ બ્રેડ બટર અને જામ સાથે ખાવાની એક અલગ જ મજા છે.#AsahiKaseiIndia#cookpadindia#cookpad_gu spicequeen -
ગોઝલેમે (Gozleme recipe in Gujarati)
ગોઝલેમે ટર્કિશ સ્ટફ્ડ ફ્લેટ બ્રેડ નો પ્રકાર છે. ટર્કી નું આ ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ બ્રેડ યીસ્ટનો ઉપયોગ કરીને અથવા તો યીસ્ટ વગર એમ બંને રીતે બનાવી શકાય. આ બ્રેડમાં નોનવેજ કે વેજીટેરિયન એમ કોઈ પણ પ્રકારનું સ્ટફિંગ કરી શકાય. વેજીટેરિયન પ્રકાર માં પાલક અને ફેટા ચીઝ નું ફીલિંગ સૌથી વધારે લોકપ્રિય છે.મેં પાલક, રિકોટા ચીઝ અને મોઝરેલા ચીઝ નું ફિલિંગ બનાવી ગોઝલેમ ફ્લેટ બ્રેડ બનાવી છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બની છે.#ATW3#TheChefStory#cookpadindia#cookpad_gu spicequeen -
હોમમેડ જમ્બો બન (Homemade Jumbo Bun Recipe In Gujarati)
#jumbobun#bun1/2 મેંદો અને 1/2 ઘઉં નો લોટ લઇ યીસ્ટ સાથે આ બન બનાવ્યા છે. બહુ જ આસાનીથી બની જાય છે. ઘરે બનાવેલા બધી રીતે સારા પડે છે. વધુ સસ્તા, તાજા અને ચોખ્ખાઇ સાથે બને છે.કોઈ પણ જાતના સોડા, બેકિંગ પાઉડર નો ઉપયોગ નથી થયો. સાથે ફક્ત 1 ચમચા જેટલું બટર કે ઓઇલ વપરાયું છે. Palak Sheth -
ચોકો બીટ બાઇટ્સ (Choco Beet Bites Recipe in Gujarati)
#Payalમેં અહીંયા ચોકો બીટ બાઇટ્સ બનાવ્યા છે પાયલ બેન ની રેસીપી બનાવી છે .જેમાં ખજૂર,બીટ, બદામ ,ચોકલેટ ને ક્રીમ નો ઉપયોગ કર્યો છે.જેથી તે હેલ્થી પણ છે ને સાથે સાથે તે એકદમ સોફ્ટ પણ થાય છે મેં આ રેસીપી ટ્રાય કરી અમારા ઘર માં બધા ને બહુ જ ભાવી.. Ankita Solanki -
કોફી વોલનટ ચોકો રોલ્સ (Coffee Walnut Choco Rolls Recipe in Gujarati)
#walnuts#cookpadindia#cookpadgujratiકઈ ગળ્યું અને હેલધી ખાવાનું મન થાય તો ખુબ જ ઓછા ઈંગ્રેડીન્ટ્સ થી બનતું એકદમ ક્રંચી અને ખુબ જ ટેસ્ટી ડેઝર્ટ છે. અખરોટ અને કોફી નો ટેસ્ટ બહુ જ ટેસ્ટી લાગે છે એમાં પણ ચોકલેટ હોય, તો તો સોને પે સુહાગા . હે ને... ? ગેસ્ટ આવ્યા હોય તો એકદમ ફટાફટ થઈ જાય ,અને દેખાવ પણ એકદમ presentable લાગે છે.મન થઈ ગયું ને .. તો ચાલો....... Hema Kamdar -
-
ગાર્ડન ફોકાચિયા (Garden focaccia bread recipe in Gujarati)
ગાર્ડન ફોકાચિયા બ્રેડ.... આ મારી લેટેસ્ટ ફેવરિટ છે. બનાવવામાં એકદમ સરળ અને ખૂબ જ સરસ બને છે. એકવાર ટ્રાય કરી જો જો તમને પણ બહુ જ મજા આવશે.#માઇઇબુક#post8 spicequeen -
ફોકાસીયા ને ગાર્લીક લોફ(Focaccia And Garlic Loaf Recipe In Gujarati)
#GA4#Week26કુકપેડ સાથે જોડાઈ ને ઘણું નવું શીખવા મળ્યું છે બેકિંગ એ મારા માટે ઘણું અલગ હતું પરંતુ ધીમે ધીમે થોડું નવતર કરવા નો પ્રયોગ કર્યો છે જેને ફ્રેન્ડ તમારી સાથે શેર કરું છું એકજ લોટ માંથી બે ટાઈપ ની બ્રેડ બનાવી છે Dipal Parmar -
-
વોલનટ ચોકલેટ પુચકા (Walnut Chocolate Puchka Recipe In Gujarati)
#walnuttwists#cookpadindia#cookpad_gujપોષકતત્વો થી ભરપૂર એવા અખરોટ આપણે હરરોજ લગભગ 2 તો ખાવા જ જોઈએ એવું સ્વાસ્થ્ય નિષ્ણાંતો કહે છે. અખરોટ માં રહેલા પોષકતત્વો આપણા હ્ર્દય અને મગજ ના સારા સ્વાસ્થ્ય માં તો મદદરૂપ છે જ સાથે તેના બીજા પણ ઘણા ફાયદા છે.અખરોટ ને સીધા ખાવા સિવાય આપણે તેનો ઉપયોગ ઘણી વાનગી માં કરી શકીએ છીએ.અખરોટ ના ઘણા સ્વાસ્થ્ય લાભ હોવા છતાં મારા પુત્ર ને અખરોટ ખવડાવવા મારા માટે અઘરું કાર્ય બને છે. આજે મેં પાણી પૂરી, પનીર, ચોકલેટ, અખરોટ નો પ્રયોગ કરી એક સ્વાદિષ્ટ બાઈટ સાઈઝ ડેઝર્ટ બનાવ્યું છે જે સૌ કોઈ ને ભાવે અને સ્વાસ્થ્ય ની સાથે સ્વાદ નો પણ સંગમ છે. Deepa Rupani -
હોટ ચોકો લાવા કેક (hot choco Lava cake recipe in Gujarati)
#વિકમીલ ૨#સ્વીટ્સ#માઇઇબુક#પોસ્ટ ૧૨કેકનું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે નાના હોય કે મોટા હોય બધાને કેક બહુ ભાવે છે. મારા છોકરાઓને ગરમ 🍰 વધારે ભાવે છે આજે મેં બનાવી છે હોટ ચોકલેટ લાવા કેક..જે ડેઝર્ટ માં પણ સવ કરી શકાય એવી સ્વીટ ડીશ છે.. Hetal Vithlani -
જાંબુ સ્વીસરોલ્સ (jamun swissrolls recipe in Gujarati)
સ્વીસરોલ્સ કેકનો એક પ્રકાર છે. જેમાં કેકને રોટલા જેવી પાતળી બનાવી તેના પર જામ/સોસ/ક્રિમ પાથરી રોલ કરી નાના ટુકડામાં કાપવામાં આવે છે. સ્વાદમાં કેક જેવા જ ટેસ્ટી પણ બનાવવામાં ઘણા સરળ છે. ઓવન વિના પણ ખૂબ આસાનીથી બની જાય છે.આ માટે મેંદો/ ઘઉં નો લોટ કે બન્ને 1/2 1/2 લઇ શકાય.અહીં મેં જાંબુ નો જામ બનાવી, સ્વીસરોલ્સ ને નવી ફ્લેવર આપવાનો પ્રયત્ન કર્યો છે. અને પરફેક્ટ રિઝલ્ટ મળ્યું છે. મારા દિકરાએ પૂરા માર્ક્સ આપ્યા છે. બનાવેલા જામ ને તમે આખું વર્ષ ફ્રીઝમાં રાખી શકો છો. તો મન થાય ત્યારે ૧૦-૧૫ મિનિટ માં આસાનીથી આ સ્વીસરોલ્સ બની જાય છે.#સુપરશેફ૨#પોસ્ટ૧#ફ્લોર્સકેલોટ#માઇઇબુક#પોસ્ટ૨૧ Palak Sheth -
ઇઝી ચોકલેટ ક્રોસન્ટ (Chocolate croissant recipe in Gujarati)
ક્રસાન્ટ ઓસ્ટ્રીઅન ઓરિજીન ની એક buttery અને flaky પેસ્ટ્રી છે. એ યીસ્ટ નાંખી ને આથો લાવવામાં આવેલા લોટથી બનાવવામાં આવે છે જેમાં લોટને વણીને એના પર બટર નું લેયર કરી એને ફોલ્ડ કરવામાં આવે છે અને આ પ્રક્રિયા ઘણી વખત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને લેમિનેશન કહેવામાં આવે છે. આ રીતે કરવાથી એક flaky અને buttery પેસ્ટ્રી બને છે જેમાંથી ક્રસાન્ટ બનાવવામાં આવે છે.ક્રસાન્ટ પ્લેન અથવા તો ફિલિંગ સાથે પણ બનાવી શકાય. ચોકલેટ અથવા તો ફ્રૂટ પ્રિઝર્વ નું ફીલિંગ બનાવી શકાય. અહીંયા મેં એક આસાન પદ્ધતિ અપનાવી છે જેના દ્વારા મૂળ પદ્ધતિ કરતા વધુ સરળતાથી અને ઝડપથી આ સ્વાદિષ્ટ વાનગી બની શકે છે. ક્રસાન્ટ ને ચા, કોફી કે સવારના નાસ્તા માં પીરસી શકાય. spicequeen -
-
ચોકલેટ ક્રોંસોંટ (Chocolate Croissant Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baking*ચોકલેટ ક્રોસોંટ બહુજ સરસ યુરોપિયન નાસ્તો છે. Mrs Viraj Prashant Vasavada -
ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)
#walnuttwistsઅખરોટ ને આપણે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી ઘણા લાભ થાય છે. એટલે તેને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે. કેમ કે તે સ્ટેમિનાર વધારવામાં મદદ કરે છે. તેને બ્રેઈન ફૂડ પણ કહેવાય છે. અખરોટ માં ઓમેગા-3, ફેટી એસીડ, એન્ટીઓકસીડેટ્સ નો સારો સ્ત્રોત હોવાથી તે રોજ ખાવાથી મગજ ને શક્તિ મળે છે. જો આટલા બધા લાભ અખરોટ ખાવાથી મલતા હોય તો આ રેસીપી તો બનાવી જ જોઈએ. તો એટલે જ આજે હું તમારી સાથે ચોકો વોલન્ટ ટાટૅ ની રેસીપી લઈને આવી છું. ટાટૅ અમારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે એટલે તેમા અલગ અલગ વેરિયેશન હું ટ્રાય કરતી જ હોવ છુ. તો આજે એજ રેસીપી હું તમારી સાથે શેર કરી છે. Vandana Darji -
એગલેસ મેયોનીઝ ડીપ (Eggless Mayonnaise Dip Recipe In Gujarati)
નાના મોટા બધા ને મેયોનીઝ તો ભાવતું જ હોય છે. રેસ્ટોરન્ટ માં ઘણી બધી વાનગી સાથે મેયોનીઝ ડીપ સર્વ કરવામાં આવે છે. તો મેં મેયોનીઝ ડીપ ઘરે જ બનાવી. Sonal Modha -
-
વૉલનટ પેસ્તો બાબકા બ્રેડ
#Walnuts#વૉલનટ#babka#bread#pesto#પેસ્તો#cookpadindia#cookpadgujaratiબાબકા એક સ્વીટ બ્રેડેડ બ્રેડ અથવા કેક નો પ્રકાર છે જેનો મૂળ પોલેન્ડ અને યુક્રેનના યહૂદી સમુદાયોમાં છે. તે ઇઝરાઇલ અને યહૂદી દેશો માં લોકપ્રિય છે. તે યીસ્ટ વાળા લોટ માંથી તૈયાર કરવામાં આવે છે જેને ફેલાવી ને તેમાં ચોકલેટ, તજ, જામ, હર્બ્સ અથવા મનપસંદ ફીલિંગ કરી તેને ચોટલા ની જેમ ગૂંથી ને બેક કરવા માં આવે છે. આમ તો બાબકા સ્વીટ હોય છે પણ મેં અહીં વૉલનટ પેસ્તો સોસ અને પારમેઝાન ચીઝ નું ફીલિંગ કરી ને સેવરી બ્રેડ બનાવ્યો છે.પેસ્તો એ એક પ્રકારનો સોસ છે જેનો મૂળ ઇટાલીના લિગુરિયામાં થયો હતો. પેસ્ટો એ કોઈ પણ વસ્તુ માટે સામાન્ય શબ્દ છે જે કૂંટી ને બનાવવામાં આવે છે; તેથી જ ઇટાલીમાં ઘણા પેસ્ટો માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. પેસ્તો તુલસી ના પાન ને વાટી ને બનાવવા માં આવે છે. સાથે અન્ય ઘટકો જેવા કે લસણ, મીઠું, નટ્સ, ઓલિવ ઓઇલ અને પારમેઝાન ચીઝ ઉમેરવા માં આવે છે. Vaibhavi Boghawala
More Recipes
ટિપ્પણીઓ (15)