ચોકો વોલનટ ટાટૅ (Choco Walnut Tart Recipe In Gujarati)

Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
Oman

#walnuttwists
અખરોટ ને આપણે આપણા રોજિંદા આહારમાં સમાવેશ કરવાથી ઘણા લાભ થાય છે. એટલે તેને પાવર ફૂડ નું નામ આપવામાં આવ્યું છે. કેમ કે તે સ્ટેમિનાર વધારવામાં મદદ કરે છે. તેને બ્રેઈન ફૂડ પણ કહેવાય છે. અખરોટ માં ઓમેગા-3, ફેટી એસીડ, એન્ટીઓકસીડેટ્સ નો સારો સ્ત્રોત હોવાથી તે રોજ ખાવાથી મગજ ને શક્તિ મળે છે.
જો આટલા બધા લાભ અખરોટ ખાવાથી મલતા હોય તો આ રેસીપી તો બનાવી જ જોઈએ. તો એટલે જ આજે હું તમારી સાથે ચોકો વોલન્ટ ટાટૅ ની રેસીપી લઈને આવી છું. ટાટૅ અમારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે એટલે તેમા અલગ અલગ વેરિયેશન હું ટ્રાય કરતી જ હોવ છુ. તો આજે એજ રેસીપી હું તમારી સાથે શેર કરી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

40-60 મિનિટ
4 સર્વિંગ્સ
  1. ⭐ટાટૅ બનાવવા માટે
  2. 1પેકેટ - મેરીગોલ્ડ બિસ્કીટ
  3. 100 ગ્રામ- મેલ્ટેડ બટર
  4. 1 ટેબલ સ્પૂન- મધ (હની)
  5. 2લુઝ બોટમ ટાટૅ મોલ્ડ
  6. ⭐ ચોકલેટ ગનાૅશ માટે
  7. 100 ગ્રામ- ડાર્ક ચોકલેટ કમ્પાઉન્ડ
  8. 80 મીલી - હેવી ક્રીમ
  9. 1 ટે સ્પૂન- બટર
  10. 50 ગ્રામઅખરોટ કટ કરેલા અને થોડા આખા પીસ

રાંધવાની સૂચનાઓ

40-60 મિનિટ
  1. 1

    પહેલા બધા બિસ્કીટ ને ભાગી લો. હવે એક મિક્સર જાળમાં બિસ્કીટ ના ટુકડા ને બારીક સ્મુથ વાટી લો.

  2. 2

    હવે બટર ને ગરમ કરી લો. બિસ્કીટ ના ચુરાવાળા મીકક્ષરમાં હની તથા બટર ઉમેરી ને બરાબર મિક્સ કરી લો. બટર નુ પ્રમાણ મુઠી વળે તેવું રાખવું.

  3. 3

    હવે આ મીકક્ષર ને લુઝ બોટમવાળા મોલ્ડ માં શેપ આપી ને રેડી કરો. વચ્ચે ના ભાગ ખાલી રાખવો અને આજુ બાજુની કિનારી મિડયમ થીક રાખવી. ફોટામાં બતાવ્યાં પ્રમાણે. મે અહી કેક નું મોલ્ડ યુઝ કરેલ છે. તો આ રીતે પણ ટાટૅ બનાવી શકાય અને જો તમારી પાસે ટાટૅ ના મોલ્ડ આવે છે તેમા પણ આ રીતે બનાવી શકો.

  4. 4

    હવે આ ટાટૅ ને 180°પ્રીહિટ કરેલ ઓવન માં 10-15 મિનિટ બેક કરો. ઉપરનો કલર થોડો ચેન્જ થાય એટલું જ બેક કરવુ અને થોડી કિસ્પીનેશ આવી જાય. આમ ના કરવુ હોય તો તમે તેને 1/2 કલાક ફ્રિજ માં રાખી ને પણ બનાવી શકો તો પછી બેક નહીં કરવું અને ત્યારબાદ આગળની પ્રોસેસ કરી શકો.

  5. 5

    હવે ચોકલેટ ગનાૅશ બનાવવા માટે ક્રીમ ને ગરમ કરી લો. ક્રીમ માં થોડા આજુ બાજુ બબલ થાય એટલે ગેસ ઓફ કરી લો. બીજી બાજુ ચોકલેટ ને પણ કટ કરીને રાખવી હવે એ ચોકલેટ ના બાઉલમાં ક્રીમ ને એડ કરો અને 4-5 સેકન્ડ એમ જ રહેવા દો હવે સ્પેચ્યુલા ની મદદથી હલાવી લો. 1 ટે સ્પૂન બટર નાંખી ફરી હલાવી લો તો ચોકલેટ ગનાૅશ રેડી છે.

  6. 6

    હવે ટાટૅ ને એસેમ્બલ કરવા માટે ટાટૅ માં કટ કરેલ અખરોટ ભરી લો. તેના પર ચોકલેટ ગનાૅશ ભરી લો અને ઉપરથી તમને ગમે એવી રીતે અખરોટ થી ગાૅનીશ કરી લો.

  7. 7

    તો રેડી છે, એકદમ યમ્મી અને બાળકો ને જોઈને જ ખાવાનું મન થાય એવા ચોકો વોલન્ટ ટાટૅ. મારા ઘરમાં તો આ ટાટૅ બધાને ખૂબ જ ભાવે છે અને ફટાફટ બની જાય એટલે બનાવાની પણ મઝા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vandana Darji
Vandana Darji @Vandanasfoodclub
પર
Oman
I loved cooking cooking is my passion
વધુ વાંચો

Similar Recipes