ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh

#PS

ચીઝી રવા મકાઈ ટીકી (Cheesy Rava Makai Tikki Recipe In Gujarati)

#PS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
૩ લોકો
  1. ૨ ચમચા રવો
  2. 2 ચમચીતેલ રમો સેકવા માટે
  3. 1/2 કપ દૂધ
  4. 1બાફેલા બટેટાનો છૂંદો
  5. 1ઝીણું સમારેલું કેપ્સીકમ
  6. 2ઝીણી સમારેલી ડુંગળી
  7. 1બાફેલી મકાઈના દાણા
  8. 50 ગ્રામપનીર
  9. ચીઝ કયુબ
  10. 1/2 ચમચી ઓરેગાનો
  11. 1/2 ચમચી ચીલી flakes
  12. મીઠું સ્વાદ અનુસાર
  13. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  14. 1/2 ચમચી ચાટ મસાલો
  15. ટીકી ને તળવા માટેનું તેલ
  16. 2 ચમચીટોમેટો કેચપ

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    સૌપ્રથમ રવાને તેલમાં શેકી લેવા નો રવો સેકાય જાય ત્યારે તેમાં 1/2વાટકી દૂધ ઉમેરી દેવો શીરા જેવું થઈ જશે

  2. 2

    તેમાં બાફેલા બટેટાનો છૂંદો અડધા કેપ્સીકમ અડધા મકાઈના દાણા 1/2 ડુંગળી, ૧ લીલું મરચું ઉમેરી દો. પનીર અને ચીઝ ઉમેરી માવાને તૈયાર કરવો

  3. 3

    તૈયાર કરેલા મિશ્રણમાં ઉપર જણાવ્યા પ્રમાણે ના બધા જ મસાલા ઉમેરી દેવા

  4. 4

    તૈયાર કરેલા માવાને મસળી તેમાંથી નાની નાની ટીકી તૈયાર કરવી

  5. 5

    આ ટીકીને રવામાં રગદોળી શેલૉ ફાય નોન-સ્ટીક પેનમાં કરો

  6. 6

    હવે એક લોયામાં તેલ મૂકી બાકીના રહેલા અડધા મકાઈ ડુંગળી અને કેપ્સિકમને સાંતળી લેવા મીઠું ઉમેરી ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને બે ચમચી ટોમેટો કેચપ ઉમેરી ટોપિંગ તૈયાર કરવું

  7. 7

    હવે ટિક્કીને પ્લેટમાં મૂકી ઉપર ટોપિંગ મૂકી સર્વ કરવું. ચટપટી ટીકી તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes