કચ્છી કડક (Kutchi Kadak Recipe in Gujarati)

Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082

#PS
#cookpadindia
માંડવી કચ્છ ની એકદમ પ્રસિદ્ધ વાનગી એટલે દાબેલી અને કડક..!!🍲 એકવાર આવો અને ચાખો એટલે એનો સ્વાદ કાયમ માટે યાદગાર રહી જાય...😇 આ બનાવવા માં એકદમ સરળ અને સ્વાદ માં એકદમ ચટપટી છે....🥰

કચ્છી કડક (Kutchi Kadak Recipe in Gujarati)

#PS
#cookpadindia
માંડવી કચ્છ ની એકદમ પ્રસિદ્ધ વાનગી એટલે દાબેલી અને કડક..!!🍲 એકવાર આવો અને ચાખો એટલે એનો સ્વાદ કાયમ માટે યાદગાર રહી જાય...😇 આ બનાવવા માં એકદમ સરળ અને સ્વાદ માં એકદમ ચટપટી છે....🥰

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો
  1. 1 પેકેટ કડક ના બન ટોસ્ટ
  2. 250 ગ્રામબાફેલા બટાકા
  3. 1/4 કપમાંડવી દાબેલી મસાલા
  4. 5 tbspતેલ
  5. લસણ ની ચટણી
  6. મસાલા શીંગ
  7. 2ડુંગળી સમારેલી
  8. 2ટામેટાં સમારેલા
  9. તરી બનાવવા માટે :
  10. 1 કપખજૂર આંબલી ની ચટણી
  11. 1 tbspતેલ
  12. 1બાફેલા બટાકા નો માવો
  13. 1 tbspદાબેલી મસાલા

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક કડાઈ માં તેલ ગરમ કરવા મુક્શું. બીજી બાજુ એક વાટકી માં દાબેલી મસાલો લઇ તેમાં થોડું પાણી નાખશું. તેલ ગરમ થાય એટલે તેમાં આ દાબેલી મસાલો નો વઘાર કરશું. પછી બાફેલા બટાકા અદ્યકચરા સ્મેશ કરેલા ઉમેરી થોડી વાર ગરમ કરશું. દાબેલી મસાલા ઉમેર્યા પછી એકપણ બીજા મસાલા ક મીઠું ઉમેરવાની જરૂર નથી. બટાકા પણ થોડા વેલા બાફી ઠન્ડા કરી લેવાં. આમ કરવા થી સારુ રિઝલ્ટ મળે છે. શાક તૈયાર છે.

  2. 2

    હવે તરી બનાવા એક બીજી તપેલી માં એક ચમચી તેલ લઇ પાણી માં ઓગળેલો દાબેલી મસાલો, બાફેલા બટાકા નો માવો, અને ગળી ચટણી નાખી તરી બનાવવી અને ઉકાળવી થોડી વાર.

  3. 3

    હવે એક પ્લેટ માં ચોરસ બન ટૉસ ના ટુકડા હાથ થી તોડવા. એ લેવાં. તેના પર બનાવેલું દાબેલી નું શાક નાખવું. તેના પર બનાવેલું તરી રેડવી. પછી તેમાં ડુંગળી, ટામેટાં, મસાલા શીંગ, લસણ ની તીખી ચટણી નાખવી. અને મસ્ત થોડું ગરમ હોય ત્યારે જ પીરસવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Noopur Alok Vaishnav
Noopur Alok Vaishnav @Noopur_221082
પર
cooking is my hobby 🥰
વધુ વાંચો

Similar Recipes