પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

#supers
પાસ્તા એ ઈટાલિયન વાનગી છે. આ વાનગી ભરપૂર પૌષ્ટિક છે. બાળકોને ખૂબ જ ભાવે છે કેમકે એમાં શાક દૂધ અને ચીઝ નો ઉપયોગ થાય છે. અને આ ફટાફટ બની જાય છે. પાસ્તા મારા બાળકોની સ્પેશિયલ વાનગી છે.

પાસ્તા ઈન વ્હાઈટ સોસ (Pasta In White Sauce Recipe In Gujarati)

#supers
પાસ્તા એ ઈટાલિયન વાનગી છે. આ વાનગી ભરપૂર પૌષ્ટિક છે. બાળકોને ખૂબ જ ભાવે છે કેમકે એમાં શાક દૂધ અને ચીઝ નો ઉપયોગ થાય છે. અને આ ફટાફટ બની જાય છે. પાસ્તા મારા બાળકોની સ્પેશિયલ વાનગી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 minutes
6 persons
  1. 1 & 1/2 કપ પાસ્તા
  2. વ્હાઈટ સોસ માટે
  3. 500 મીલી દૂધ
  4. 2 ટેબલ સ્પૂનબટર
  5. 2 ટેબલ સ્પૂનમેંદો
  6. 1 ટી સ્પૂનમરી પાઉડર
  7. 1 ટી સ્પૂનખાંડ
  8. ચપટીજાયફળ નો પાઉડર
  9. પાસ્તા તૈયાર કરવા માટે
  10. 1/2 કપગાજર
  11. 1/2 કપઝુકીની
  12. 1/2 કપબ્રોકલી
  13. 1/4 કપબાફેલી મકાઈ
  14. 1/2 કપબેબી કોન
  15. 1 કપલાલ પીળા લીલા કેપ્સીકમ મિક્સ બધા
  16. 1નાનુ પેક અમૂલ નુ ક્રીમ
  17. 1/2 કપદૂધ
  18. 1/2 કપછીણેલુ ચીઝ
  19. 2 ટેબલ સ્પૂનઓલિવ ઓઈલ
  20. 1/2 ટીસ્પૂનમીઠું
  21. 1/2 ટી સ્પૂનઓરેગાનો
  22. 1 ટી સ્પૂનmix herbs
  23. 1 ટેબલ સ્પૂનચીલી ફ્લેક્સ
  24. 2 ટેબલ સ્પૂનબ્લેક ઓલીવ્સ
  25. 1/4 કપસમારેલી પાસલે
  26. વ્હાઇટ સોસ
  27. બાફેલા પાસ્તા

રાંધવાની સૂચનાઓ

45 minutes
  1. 1

    ગરમ પાણીમાં ટીસ્પૂન મીઠું અને ટી સ્પૂન તેલ નાખી પાસ્તા ને બાફી લેવા. બાફેલા પાસ્તા ને સાદા પાણીથી ધોઈ તેના ઉપર ટી સ્પૂન તેલ લગાવી દેવું.

  2. 2

    શાકભાજી નું કટીંગ અને બીજી તૈયારી કરી લેવી.

  3. 3

    વ્હાઈટ સોસ માટે દૂધ ગરમ કરી લેવું. એક પેનમાં બટર ગરમ કરી તેમાં મેંદો નાખી મેંદા ને શેકી લેવો. મેંદો લાઈટ ગોલ્ડન બ્રાઉન કલરનો શેકવો ગેસની આંચ ધીમી રાખવી.

  4. 4

    મેંદો શેકાઈ જાય એટલે તેને ગરમ દૂધમાં મિક્સ કરી સતત હલાવવું. દૂધ થોડું જાડું થવા લાગે એટલે તેમાં મીઠું, મરી, ખાંડ નાખી સતત હલાવતા રહેવું. ચપટી જાયફળ પાઉડર નાખી મિક્સ કરી હલાવતા રહેવું. સોસ રેડી થઈ જાય એટલે ગેસ બંધ કરી દેવો.

  5. 5

    હવે એક પેનમાં ઓલિવ ઓઈલ લઈ ગરમ થાય એટલે તેમાં ગાજર નાખી સાંતળો. ગેસની આંચ તેજ રાખવી જેથી શાકભાજી crunchy રહે. એક મિનિટ પછી તેમાં બ્રોકલી, ઝુકીની, કેપ્સીકમ, બેબી કોન અને મકાઈ નાખી બરાબર સાંતળી લો.

  6. 6

    પછી તેમાં મીઠું ઉમેરી મિક્સ કરી લેવું. પછી તેમાં વ્હાઈટ સોસ નાખી મિક્સ કરી લો.

  7. 7

    પછી તેમાં અમૂલ નું ક્રીમ ઉમેરી મિક્સ કરો. પછી તેમાં ચીઝ, ઓરેગાનો, મિક્સ herb, ચીલી ફ્લેક્સ ઉમેરી બરોબર બધું જ મિક્સ કરી લો.

  8. 8

    પછી તેમાં બ્લેક ઓલીવ્સ અને પાસલે ઉમેરી મિક્સ કરી એક મિનિટ ગેસ પર રહેવા દેવું.

  9. 9

    તૈયાર પાસ્તા ને મેં શેકેલા બ્રેડ સાથે સર્વ કર્યા છે. બ્રેડ શેકવા એક પેનમાં બટર ગરમ કરી તેમાં કાપેલી પાસલે, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખી ટોસ્ટ કર્યા છે.

  10. 10

    પાસ્તાને ગરમાગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

Similar Recipes