હોલ વ્હીટ પેને પાસ્તા વીથ વ્હાઇટ સોસ (Whole Wheat Penne Pasta White Sauce Recipe In Gujarati)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir

ઘઉં માં થી બનેલા પાસ્તા , વ્હાઇટ સોસ અને ઓલિવ ઓઈલ, પછી છોકરાઓને ના પડાય?
#AsahiKaseiIndia
હોલ વ્હીટ પેને પાસ્તા વીથ હેલ્થી  વયાઈટ  સોસ

હોલ વ્હીટ પેને પાસ્તા વીથ વ્હાઇટ સોસ (Whole Wheat Penne Pasta White Sauce Recipe In Gujarati)

ઘઉં માં થી બનેલા પાસ્તા , વ્હાઇટ સોસ અને ઓલિવ ઓઈલ, પછી છોકરાઓને ના પડાય?
#AsahiKaseiIndia
હોલ વ્હીટ પેને પાસ્તા વીથ હેલ્થી  વયાઈટ  સોસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
1   સર્વ
  1. 1/2 કપઘઉંના પેને પાસ્તા
  2. 1/2 ચમચીચીલી ફલેકસ
  3. 1/2 ચમચીમીકસ herbs
  4. મીઠું
  5. ચપટીસાકર
  6. 4 ચમચીસમારેલા લાલ -લીલા કેપ્સીકમ
  7. વ્હાઇટ સોસ --
  8. 1 ચમચી બટર
  9. 1/2 ચમચીઓલિવ ઓઈલ
  10. 1 1/2 ચમચીઘઉંનો લોટ
  11. 1 1/2 કપગરમ દૂધ
  12. 1/2 ચમચીચીલી ફલેકસ
  13. 1/2 ચમચીઈટાલીયન સીઝનીંગ
  14. 1/2ખમણેલું પોસેસડ ચીઝ (Go cheese)
  15. મીઠું

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક સોસપેન માં પાણી ગરમ કરવું. એમાં 1/2 ચમચી ઓલિવ ઓઇલ ઉમેરી, પાસ્તા અને મીઠું નાંખી, પાસ્તા al dante કૂક કરવા.

  2. 2

    પાસ્તા કૂક થઈ જાય પછી એને strainer માં કાઢી, ઉપર ઠંડુ પાણી નાંખી, (કુકીંગ process સ્ટોપ કરવા) 1/2 ચમચી તેલ માં ટોસ્ટ કરવા.સાઈડ માં રાખવા.ચીઝ ખમણી ને રાખવું.

  3. 3

    વયાઈટ સોસ -- એક પેન માં બટર અને તેલ લઈ (તેલ થી બટર બળી નહીં જાય) ગરમ કરવું. અંદર ઘઉંનો લોટ નાંખી સોતે કરવું. ધીમે -ધીમે દૂધ નાંખી સતત હલાવવું.

  4. 4

    વયાઈટ સોસ ઘટ્ટ થાય એટલે પાસ્તા નાંખી મીકસ કરી, મીઠું અને ચીલી ફલેકસ અને ઈટાલીયન સીઝનીંગ ભભરાવીને,સાકર, કેપ્સીકમ નાંખી, થોડું ચીઝ નાંખી મીકસ કરી લેવું.

  5. 5

    ઓવન ને pre- heat 180 c પર 10 મીનીટ માટે કરવું. Grease કરેલી ઓવન ની ડીશ માં પાસ્તા મૂકવા.ઉપર ખમણેલું ચીઝ નાંખી 10 મીનીટ બેક કરવું. 5 મીનીટ upper rod ઉપર બેક કરવું. ઉપર ના ચીઝ ના પડ ને ઘેરો ગુલાબી કરવો.ગરમ જ ટામેટો કેચઅપ સાથે પીરસવું. સાથે ટોસ્ટ લઈ શકાય.

  6. 6

    છોકરાઓને ખબર પણ નહીં પડે કે આ પાસ્તા ઘઉંમાં થી બનેલા છે અને હોંશે હોંશે ખાઈ લેશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bina Samir Telivala
પર
Cooking is my passion.
વધુ વાંચો

Similar Recipes