સરગવાનો સૂપ (Drumstick Soup Recipe in Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#cookpadindia

સરગવો એટલે:

જેમાં ગાજર કરતા 4 ગણું વિટામિન એ
જેમાં દૂધ કરતાં 4 ગણું કેલ્શિયમ
જેમાં પાલક કરતા 4 ગણું વધારે આયર્ન
જેમાં નારંગી કરતાં 7 ગણું વધારે વિટામિન સી
જેમાં દહીં કરતાં 2 ગણું વધારે પ્રોટીન
અને 0% કોલેસ્ટ્રોલ

મારા ઘરમાં કોઈ પણ સીઝનમાં આ સૂપ બને જ. બસ! માત્ર સરગવો મળવો જોઈએ.....
મારી દીકરીને તો બહુ જ પ્રિય છે ....

સરગવાનો સૂપ (Drumstick Soup Recipe in Gujarati)

#cookpadindia

સરગવો એટલે:

જેમાં ગાજર કરતા 4 ગણું વિટામિન એ
જેમાં દૂધ કરતાં 4 ગણું કેલ્શિયમ
જેમાં પાલક કરતા 4 ગણું વધારે આયર્ન
જેમાં નારંગી કરતાં 7 ગણું વધારે વિટામિન સી
જેમાં દહીં કરતાં 2 ગણું વધારે પ્રોટીન
અને 0% કોલેસ્ટ્રોલ

મારા ઘરમાં કોઈ પણ સીઝનમાં આ સૂપ બને જ. બસ! માત્ર સરગવો મળવો જોઈએ.....
મારી દીકરીને તો બહુ જ પ્રિય છે ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ૫-૬ નંગ સરગવો
  2. ૨ ટે સ્પૂનમગની દાળ
  3. ૧ નંગમીડિયમ ડુંગળી
  4. ૧ નંગમીડીયમ ટામેટું
  5. ૫-૬ નંગ લસણની કળી
  6. સ્વાદાનુસાર મીઠું
  7. ૧ ટે સ્પૂનબટર
  8. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  9. જરૂર પડે તો પાણી
  10. ૧ ટે સ્પૂનફ્રેશ ક્રીમ
  11. લીલા ધાણા ગાર્નિશ કરવા(optional)

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પહેલાં સરગવો ને બરાબર ધોઈ તેના ૪ - ૪ કટકા કરી લો. ડુંગળીના પણ મોટી સમારી લો. ટામેટાને પણ સમારી લો.

  2. 2

    એક કુકરમાં સરગવાના ટુકડા,સમારેલી ડુંગળી,સમારેલાં ટામેટા, લસણની કળીઓ,મગની દાળ અને જરૂરી મુજબ નું પાણી લઈ કુકર બંધ કરી લો. અને ૪-૫ સીટી વગાડી બધું બાફી લો.

  3. 3

    કુકર ઠંડુ પડે એટલે કૂકરમાં જ ગ્રાઇન્ડર ની મદદથી બધું જ ગ્રાઈન્ડ કરી લો. પછી એક તપેલીમાં ગળણી ની મદદથી ગાળી લો. અને જરુર લાગે તો પાણી ઉમેરો.

  4. 4

    પછી એ સૂપ વાળી તપેલીને ગેસ પર ગરમ કરવા મુકો. ૪-૫ મિનિટ ગરમ કરો અને તેમાં મીઠું,મરી પાઉડર અને બટર નાખી મિક્સ કરો. અને ૨-૩ મિનિટ ઉકળવા દો. પછી તેમાં ફ્રેશ ક્રીમ ઉમેરીને હલાવી દો. અને તેને ગરમ ગરમ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes