મગ તુરિયા નુ શાક (Mag Turiya Shak Recipe in Gujarati)

 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
Junagadh
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

અડધો કલાક
ત્રણ લોકો માટે
  1. 1/2વાટકી ફણગાવેલા મગ
  2. 3તુરીયા
  3. 1ડુંગળી જીણી સમારેલી
  4. ૪-૫કળી લસણ
  5. 2 ચમચીતેલ વઘાર માટે
  6. 1/4 ચમચી હળદર
  7. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  8. દોઢ ચમચી ધાણાજીરૂ
  9. મીઠું સ્વાદ પ્રમાણે
  10. 1ડુંગળી ફ્લાવર બનાવવા માટે ડેકોરેશન માટે
  11. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

અડધો કલાક
  1. 1

    ફણગાવેલા મગને થોડું મીઠું નાખી બાફી લેવા

  2. 2

    એક લોયામાં ૨ ચમચી તેલ વઘાર માટે મૂકો તેમાં હિંગ અને લસણ ની કળી નો વઘાર કરવો

  3. 3

    થાય તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને સમારેલા તુરિયાને વઘાર કરવા

  4. 4

    તુરીયા માંથી પાણી છૂટશે એટલે શાકમાં પાણી ઉમેરવાનું નથી એ જ પાણીની અંદર શાક ચડી જશે. હવે તેમાં બાફેલા ફણગાવેલા મગને ઉમેરી હલાવી લેવું

  5. 5

    હવે ઉપર પ્રમાણેના બધા જ મસાલા ઉમેરી શાક ને હલાવો સરસ રીતે તૅલ છૂટી જાય ત્યારે સમજવું કે શાક છે એ ચડી ગયું છે

  6. 6

    કોથમીર અને ડુંગળીનું ફ્લાવર બનાવી ગાર્નિશ કરો તો મગ તુરીયા નું શાક રેડી છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
 Dr Chhaya Takvani
Dr Chhaya Takvani @chhaya_67
પર
Junagadh

Similar Recipes