પાણીપુરી (Panipuri Recipe in Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 1પેકેટ પૂરી
  2. 1 કપચણા
  3. 1/2 કપમગ
  4. 5 નંગમીડીયમ સાઈઝ ના બટાકા
  5. 1 કપફુદીનો
  6. 4 નંગલીલા મરચાં
  7. 1 ટુકડોઆદુ
  8. 2 નંગલીંબુ
  9. સંચળ પાઉડર સ્વાદ મુજબ
  10. પાણી
  11. પાણી પૂરી નો મસાલો (એવરેસ્ટ નો)
  12. મીઠું સ્વાદ મુજબ
  13. લાલ મરચું પાઉડર જરૂર મુજબ
  14. બુંદી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌપ્રથમ ચણા ને ધોઈ કલાક માટે પલાળી દેવા. પલડી જાય પછી ફરીવાર પાણીથી ધોઈ કુકરમાં મીઠું નાખી 5 થી 6 સીટી વગાડી બાફી લેવા.

  2. 2

    મગ ને ધોઈ કુકરમા પાણી અને મીઠું નાખી બે સીટી વગાડી બાફી લેવા.

  3. 3

    બટાકાને પણ કુકરમાં પાણી અને મીઠું ઉમેરી ત્રણ સીટી વગાડી બાફી લેવા. બટેકા ઠંડા થાય એટલે તેની છાલ ઉતારી બટાકાને મેશ કરી લેવા. પછી તેમાં ચણા, મગ, મીઠું,પાણીપુરીનો મસાલો, કોથમીર અને લાલ મરચું પાઉડર ઉમેરી બરોબર મિક્સ કરી મસાલો તૈયાર કરી લેવો.

  4. 4

    મિક્સર જારના બાઉલમાં ફુદીનો, લીલા મરચા,આદુ,સંચળ પાઉડર, મીઠું, પાણીપુરીનો મસાલો, લીંબુ નો રસ અને થોડું પાણી ઉમેરી ચટણી વાટી લેવી પછી એ ચટણીમાં દોઢ લીટર જેટલું પાણી ઉમેરી ખાટું પાણી તૈયાર કરી લેવું. પછી તેમાં થોડી બુંદી ઉમેરવી.

  5. 5

    મીઠી ચટણી માટે ખજૂર,આંબલી અને ગોળનો pulp લઈ તેમાં પાણી,શેકેલા જીરા નો પાઉડર,મીઠું અને લાલ મરચું પાઉડર ઉમેરી મીઠું પાણી તૈયાર કરવું.

  6. 6

    હવે સર્વિંગ પ્લેટમાં લઈ પાણીપુરી ને સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (22)

Similar Recipes