મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)

Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
Rajkot
શેર કરો

ઘટકો

  1. ૨ નંગટામેટા
  2. ૨ નંગડુંગળી
  3. ૨ નંગશિમલા મિર્ચ
  4. ૪ નંગપાવ
  5. ૧ ચમચીમરચું પાઉડર
  6. ૧ ચમચીધાણજીરૂ પાઉડર
  7. ૧/૨ ચમચીહળદર પાઉડર
  8. ૧/૨ ચમચીગરમ મસાલો
  9. ૧ ચમચીપાવભાજી મસાલો
  10. ૪ ચમચીબટર
  11. સ્વાદનું સાર મીઠું
  12. જરૂર પ્રમાણે પાણી
  13. કોથમીર સમારેલી
  14. ૧ નંગલીંબુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ટામેટા, ડુંગળી, શિમલા મરચા ઝીણા સમારી લો, પછી એક તવી ઉપર બટર નાંખી ડુંગળી સાંતળી લો

  2. 2

    ડુંગળી બદામી રંગની થાય એટલે તેમાં શિમલા મરચા ઉમેરી અને તેને હલાવો પછી તેમાં ટામેટું નાખો અને હલાવો પછી તેમા થોડું પાણી,મીઠુ, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, પાવભાજી મસાલો નાખો અને થોડી વાર ઢાંકી દો

  3. 3

    પછી તેને બરાબર મેશર થી મેશ કરો લીંબુ અને કોથમીર નાખી હલાવો મસાલા ને બીજા વાસણ માં કાઢી લો તેજ તવી ઉપર થોડું બટર નાખી પાવ બને બાજુ શેકી લો અને મસાલો પાથરી દો કોથમીર અને ડુંગળી ઉપર થી ભભરાવી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Heejal Pandya
Heejal Pandya @HP_CookBook
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes