નાયલોન ખમણ (Nylon Khaman Recipe In Gujarati)

Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
Keshod ( District - Junagadh)
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ થી ૩૦ મિનીટ
૩ થી ૪ વ્યક્તિ
  1. ૨૫૦ ગ્રામ બેસન
  2. મીઠું સ્વાદ અનુસાર
  3. ૧ ચમચીબ્લૂ ઈનો
  4. ૧ ચમચીઆદું-મરચાં ની પેસ્ટ
  5. ૧/૨ ચમચીહળદર
  6. ૧/૨ ચમચીહીંગ
  7. ૧ ચમચીલીંબુના ફુલ
  8. વઘાર માટે :-
  9. ૨ મોટી ચમચી તેલ
  10. ૧/૨ ચમચીરાઈ
  11. ૧/૨ ચમચીજીરું
  12. ૧/૪ ચમચીહીંગ
  13. ૭-૮મીઠા લીમડાના પાન
  14. લીલાં મરચાં ના કટકા
  15. ૧/૨ ગ્લાસપાણી
  16. ૨ ચમચીખાંડ
  17. થોડી કોથમીર ગાર્નિશીંગ માટે

રાંધવાની સૂચનાઓ

૨૫ થી ૩૦ મિનીટ
  1. 1

    સૌપ્રથમ ઢોકળીયા માં તેલ લગાવી ગ્રીસ કરેલી થાળી મીડિયમ તાપે ગરમ મુકો. હવે ચાળેલો બેસન લઈ તેમાં મીઠું, ખાંડ, લીંબુના ફુલ, હળદર, હીંગ, આદું-મરચાં ની પેસ્ટ નાખી ખીરું બનાવી છેલ્લે તેમાં ઈનો (બ્લૂ પેકેટ) ઉમેરી જરા પાણી ઉમેરી એક જ દિશામાં ફીણી લો.

  2. 2

    હવે મીશ્રણ ને ગરમ મુકેલી થાળીમાં પાથરી ૨૦ મિનિટ થવા દો.થઈ જાય એટલે થોડી વાર ઠંડું થાય પછી કાપા પાડી લેવા.

  3. 3

    હવે વઘાર માટે એક કઢાઈમાં તેલ મૂકી તેમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, લીલાં મરચાં ઉમેરી પાણી નાખી ખાંડ ઉમેરી ઉકળે એટલે ખમણ માં ઉમેરી ૧૦ મિનિટ રેસ્ટ આપો.છેલ્લે સમારેલી કોથમીર થી ગાર્નિશ કરી કેરીની ચટણી તેમજ રાજકોટ ની ચટણી સાથે સર્વ કરો. તૈયાર છે નાયલોન ખમણ 😋😋😋😋

  4. 4

    રાજકોટ ની ચટણી માટે મિક્સર જાર માં દાળિયા,શીંગદાણા, લીલાં મરચાં, આદું, મીઠું,લીંબુ,ખાંડ અને થોડું પાણી ઉમેરી ક્રશ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kajal Sodha
Kajal Sodha @kajal_cookapad
પર
Keshod ( District - Junagadh)
cooking is my hobby , I love cooking so..much and my hobby fulfills with cookpad 🤗😍
વધુ વાંચો

Similar Recipes