ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017

ખમણ ઢોકળાં (Khaman Dhokla Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ ચણાનો લોટ
  2. ૪૦૦ મીલી પાણી
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1/4 ચમચી લીંબુના ફૂલ
  5. 1/2 ચમચી ઈનો
  6. 1/4 ચમચી સાજીના ફૂલ
  7. ચપટીહળદર
  8. ચપટી હિંગ
  9. ૧ ચમચીરાઈ જીરુ
  10. 1 વાટકીપાણી
  11. ૩ ચમચીદળેલી ખાંડ
  12. 4 ચમચીતેલ
  13. 1 ચમચીસફેદ તલ
  14. મીઠા લીમડાના ચારથી પાંચ પાન
  15. ઝીણી સમારેલી કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક તપેલી માં પાણી લઈ તેમાં હિંગ લીંબુના ફૂલ મીઠું અને હળદર નાખી એક બાજુ હલાવવી પછી તેમાં થોડી ખાંડ નાંખી ફરી હલાવવું પછી તેમાં ચણાનો લોટ નાંખી એક બાજુએ ત્રણથી ચાર મિનિટ સુધી સતત હલાવતા રહેવું

  2. 2

    એક વાસણમાં તેલ લગાડી તેમાં ખીરું નાખી દેવું પછી તેને ઢોકળીયામાં વરાળે બાફી લો

  3. 3

    ચડી જાય એટલે બહાર કાઢી તેને પીસ કરી લો

  4. 4

    પછી વઘાર કરવા માટે એક નાના લોયા માં તેલ મૂકી તેમાં રાઈ જીરું તલ હિંગ અને મીઠા લીમડાના પાન નાખી થોડું પાણી નાખો પછી તેમાં ખાંડ નાખો પછી ૨ મિનીટ ગરમ કરો તે વઘારને ઢોકળા પર રેડી બધું બરાબર મિક્સ કરો

  5. 5

    પછી તેમાં કોથમીર નાખી એક બાઉલમાં કાઢી તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tanvi vakharia
Tanvi vakharia @cook_18406017
પર

Similar Recipes