માહિમ હલવા (Mahim Halwa Recipe In Gujarati)

Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar

માહિમ હલવા (Mahim Halwa Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ લોકો માટે
  1. ૨ કપદૂધ
  2. ૧.૫ કપ ખાંડ
  3. ૧/૨ કપકોર્નફ્લોર
  4. ૧/૨ કપઘી
  5. ૧/૪ ચમચીપીળો ફૂડ કલર
  6. ૧ ચમચીકાજુ ની સ્લાઈસ
  7. ૧ ચમચીબદામ. ની સ્લાઈસ
  8. ૧ ટીસ્પૂનપિસ્તા (બારીક સમારેલી)
  9. ૧/૪ ચમચીઇલાયચી પાઉડર
  10. ૧/૪ ચમચીયેલ્લો ફૂડ કલર
  11. ૧૦ થી ૧૫ કેસર માં તતના

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સહુ થી પહેલા નોનસ્ટિક વાસણ લો ને તેમાં દૂધ, ખાંડ, કોર્નફ્લોર, ઘી અને ઇલાયચી પાઉડર નાખો.

  2. 2

    બધું ધીમેથી મિક્સ કરી દો એક પણ ગઠાં ના રહે તેમ મિક્સ કરી દો પછી તેને મધ્યમ આંચ પર પકવો ને
    ત્યારબાદ તેમાં 1 ચમચી ઘી નાખો અને બરાબર મિક્ષ કરી લો.ને તેને ઘટ થવા દો.

  3. 3

    હવે હલવા માં કેસર અને યેલો ફૂડનો રંગ ઉમેરો અને બરાબર મિક્ષ કરી લો. અને હલવા ને ઘટ થવા દો.

  4. 4

    હલવો નોનસ્ટિક થી છૂટું ફરવા લાગે એટલે લાસ્ટ માં એક ચમચી ઘી ઉમેરી ને મિક્સ કરી દો. ને પછી નીચે ઉતારી લો. હવે બટર પેપર લો ને તેના પર ઘી લાગવી દો.પછી તેના પર હલવા નું મિશ્રણ મૂકી ને ઉપર ફરી બટર પેપર મૂકી ને વણી લેવું.

  5. 5

    હવે એકદમ પાતળો બનાવો હલવા ને. પછી ઉપર નું બટર પેપર કાઢી લેવુ ને તેની પર કાજું, બદામ ને પિસ્તા ની સ્લાઈસ અને ઇલાયચી પાઉડર છાંટી ને ફરી ઉપર બટર પેપર મૂકી ને એક વેલણ લગાવી દેવું જેથી બધું હલવા માં ચોંટી જાય.

  6. 6

    પછી તેને ૭ થી ૮ કલાક માટે સૂકવવા મૂકવું. પણ તેમાં એક કલાક પછી તે ને કટ કરી લેવો. પછી તેને બટર પેપર થી ઢાંકી દેવું. ને ૭ થી ૮ કલાક પછી તે ને કટ કરી ને સર્વ કરવો. ગુલાબ ની પાંદડી થી સજાવી ને સર્વ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sapna Kotak Thakkar
Sapna Kotak Thakkar @29119sapna_thakkar
પર

Similar Recipes